અભિનેતા હૃતિક રોશને ફ્લોન્ટ કર્યા ૬ પેક એબ્સ
મુંબઈ, હૃતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર ૬ પેક ફ્લોન્ટ કરીને મસ્ત તસવીર પોસ્ટ કરી છે. ફેન્સ ફિટનેસ જોઇને હાલમાં હેરાન થઇ ગયા છે. આ સાથે હૃતિક રોશન ફેન્સને ફિટનેસ ગોલ આપી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ એની ગર્લફ્રેન્ડ સબા આઝાદ, પૂર્વ પત્ની સુઝૈન ખાને આ તસવીર પર પોતાની પતિક્રિયા આપી છે. જો કે આ લેટેસ્ટ તસવીર જોઇને અનેક લોકો વિચારમાં પડી ગયા છે. હૃતિક રોશનની દમદાર બોડી દેખાડતા કેપ્શનમાં લખ્યુ છે કે ફિનિશ લાઇન નહીં દેખ સકતે..એક્ટરની ગર્લફ્રેન્ડ ઘણી ઇમ્પ્રેસ જોવા મળી રહી છે.
એને અલગ-અલગ ઇમોજીસ શેર કરીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. અનિલ કપૂર, પ્રિતી ઝિન્ટા અને કરણ સિહં ગ્રોવરે પણ હાર્ટ ઇમોજીસ શેર કર્યા છે. હૃતિક રોશને ફોટો શેર કર્યા પછી તરત ફેન્સની કોમેન્ટ્સ આવવા લાગી છે. એક ફેને તો કોમેન્ટ્સ કરી છે કે બોલિવૂડમાં બેસ્ટ બોડી, જ્યારે બીજી કોમેન્ટમાં યુઝર્સે ફાઇટર અપને રાસ્તે પર હૈ લખ્યુ છે. આટલું જ નહીં હૃતિક રોશનની તસવીરો પર લોકો જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. ત્રીજા એક ફેને લખ્યુ છે કે એક હી તો દિલ હૈ, કિતની બાર ચુરાઓગે? જો કે આ વિશે એક્ટરે પહેલાં પણ મળતી આવતી તસવીરો શેર કરી હતી અને જણાવ્યુ હતુ કે આ બદલાવ ફિલ્મ ફાઇટર માટે નથી.
હૃતિક રોશને ફિટનેસ ટ્રેનર ક્રિસ ગેથિનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે હું જીવનશૈલી માટે કોશિશ કરી રહ્યો છુ જેને જીંદગીભર નિભાવી શકે. વધુમાં જણાવે છે કે..જ્યારે હું વોર કરી રહ્યો હતો ત્યારે મને લાગ્યુ કે હું મરી રહ્યું છું. હું ફિલ્મ માટે પૂરી રીતે તૈયાર હતો નહીં. હું પરફેક્શન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, જેના માટે હું તૈયાર ન હતો. ફાઇટર સિદ્ધાર્થ આનંદની સાથે હૃતિક રોશનની આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલાં બન્નેએ બેંગ-બેંગ અને વોર માટે સાથે કામ કર્યુ હતુ. ફિલ્મમાં અનિલ કપૂર અને દિપીકા પાદુકોણ સાથે મુખ્ય ભુમાક છે. વોર ૨ નો પણ ભાગ છે, જેમાં જૂનિયર એનટીઆર અને કિયારા અડવાણી સાથે નજરે પડશે. આ અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે.