એક્ટર હર્ષવર્ધન કપૂરે વિકી કૌશલ અને કેટરીના કૈફના સંબંધો અંગે કહ્યું, ‘બંને સાથે છે’

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 12

મુંબઈ,
આજકાલ કેટરીના કૈફ તથા વિકી કૌશલ અફેરને કારણે ચર્ચામાં છે. ઘણીવાર એવી ચર્ચા થતી હોય છે કે બંને એકબીજાને ડેટ કરે છે. બંને ઘણીવાર સાથે જાેવા મળે છે. જાેકે, અત્યાર સુધી કેટરીના અને વિકી કૌશલે પોતાના સંબંધો અંગે કંઈ પણ કહ્યું નથી, પણ હવે એક્ટર હર્ષવર્ધન કપૂર (અનિલ કપૂરનો દીકરો)એ આ અંગે વાત કરી છે. તેણે સ્વીકાર્યું છે કે કેટ તથા વિકી વચ્ચે અફેર ચાલી રહ્યું છે.
હર્ષવર્ધન કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, વિકી તથા કેટરીના સાથે છે અને આ સત્ય છે. જાેકે, પછી તરત જ હર્ષવર્ધન કપૂરે કહ્યું હતું, શું આ જણાવીને તે કોઈ મુસીબતમાં મુકાશે?
હાલમાં જ વિકી કૌશલ લેડી લવ કેટરીના કૈફના ઘરની બહાર જાેવા મળ્યો હતો. સોમવાર, ૭ જૂનના રોજ વિકી બપોરે કેટના ઘરે આવ્યો હતો. વિકી અહીંયા થોડાંક કલાકો રોકાયો હતો અને પછી પોતાના ઘરે જતો રહ્યો હતો. ગયા વર્ષે લૉકડાઉનમાં પણ ઘણીવાર વિકી એક્ટ્રેસના ઘરે જતો જાેવા મળ્યો હતો.
આ વર્ષે પહેલાં વિકી કૌશલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજા જ દિવસે કેટરીના પણ પોઝિટિવ થઈ હતી. વિકી તથા કેટ વચ્ચે ૨૦૧૯થી અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે. બંને બોલિવૂડની ઘણી પાર્ટીઓમાં સાથે જાેવા મળે છે. જાેકે, વિકી તથા કેટરીનાએ પોતાના સંબંધો અંગે વાત કરવાની ના પાડી દીધી હતી. વિકીએ કહ્યું હતું, તે અંગત લાઈફ વિશે વાત કરવામાં સહજ નથી. ગયા વર્ષે ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં વિકી તથા કેટરીના સાથે જાેવા મળ્યા હતા. આ પહેલાં બચ્ચન પરિવારની પાર્ટીમાં પણ બંને સાથે હતા. આટલું જ નહીં બંનેએ માલદિવ્સમાં વેકેશન પણ મનાવ્યું હતું. જાેકે, હજી સુધી બંનેમાંથી કોઈએ પોતાના સંબંધો અંગે કંઈ જ કહ્યું નથી.
વિકી પહેલાં કેટરીનાના સંબંધો સલમાન તથા રણબીર સાથે હતા. સલમાન સાથેના બ્રેકઅપ બાદ કેટરીના તથા રણબીર લીવ ઈનમાં રહેતા હતા. જાેકે, રણબીરે કેટ સાથેના સંબંધો તોડીને આલિયા ભટ્ટ સાથે નિકટતા કેળવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.