દીકરા સાથે દેખાયો જોશ ફેમ એક્ટર ચંદ્રચુડ સિંહ
મુંબઈ, બોલિવૂડ એક્ટર ચંદ્રચુડ સિંહ મોટાભાગે ફિલ્મોની દુનિયામાં લાઈમલાઈટથી દૂર રહે છે. અભિનેતા તાજેતરમાં જ તેના પુત્ર સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આપણે બધા જાણીએ છીએ કે તેણે તેની અભિનય કારકિર્દીમાં ઘણાં બોલિવૂડ દિગ્ગજ સાથે કામ કર્યું છે, પરંતુ પછી તેણે બ્રેક લીધો. તે છેલ્લે ૨૦૨૨માં અક્ષય કુમારની ઓટીટી ફિલ્મ ‘કઠપુતળી’માં જોવા મળ્યો હતો. આ સિવાય તે વેબ સિરીઝ આર્યામાં પણ જોવા મળ્યો હતો.
તાજેતરમાં જ અભિનેતા ચંદ્રચુડ સિંહ મુંબઈ એરપોર્ટ પર પુત્ર શ્રાંજય સિંહ સાથે જોવા મળ્યો હતો. તેના લૂકમાં પિતા-પુત્રનું બોન્ડિંગ સ્પષ્ટ દેખાય છે. અભિનેતા જેને ‘ભૂતકાળનો સુપરસ્ટાર’ કહેવામાં આવે છે, તે વાદળી ટી-શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલો જોવા મળ્યો હતો. બીજી તરફ તેના પુત્રએ સફેદ પેન્ટ સાથે બ્લેક ટી-શર્ટ પહેરી હતી. વીડિયોમાં તે હસતો જોવા મળી રહ્યો છે. તેના પુત્રને જોઈને લોકો તેની કાર્બન કોપી કહી રહ્યા છે.
તેની કારકિર્દીની વાત કરીએ તો તેને બાળપણથી જ સંગીત અને અભિનયનો શોખ હતો અને તેણે ગાયનની તાલીમ પણ લીધી હતી. તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું, બાદમાં તેણે ‘તેરે મેરે સપને’ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી, પરંતુ તેણે સફળતા હાંસલ કરવા માટે વધુ ફિલ્મો કરવાનું ચાલુ રાખ્યું. તેણે તબ્બુ સાથે ‘માચિસ’માં કામ કર્યા બાદ લોકપ્રિયતા મેળવી હતી. આ પછી તેણે ‘દાગઃ ધ ફાયર’,
‘કયા કહેના’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું. જ્યારે તે તેની કારકિર્દીની ટોચ પર હતો, ત્યારે ગોવામાં સ્કીઇંગ કરતી વખતે તેને અકસ્માત થયો હતો, જેમાં તેના ખભામાં ઈજા થઈ હતી. આ પછી તેણે ઘણા પ્રોજેક્ટ છોડવા પડયા અને ૧૦ વર્ષ સુધી કામ ન કરી શકયો.