અભિનેતા આયુષ્માન ખુરાનાના પિતા પી.ખુરાનાનું નિધન થયુ

ફિલ્મી દુનિયા

દેશના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પી.ખુરાનાનું ચંદીગઢમાં નિધન થયુ હતું.જ્યોતિષ પી.ખુરાના ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાનાના પિતા હતા.ત્યારે આજે સાંજે 5:30 વાગે ચંદીગઢના મણિમાજરા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.આયુષ્માનના ભાઈ અને અભિનેતા અપારશક્તિ ખુરાનાના પ્રવક્તાએ આ અંગે નિવેદન જારી કર્યુ છે જે અંગે કહેવામાં આવ્યુ છે કે ખૂબ દુ:ખ સાથે જણાવવુ પડી રહ્યુ છે કે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા જ્યોતિષાચાર્ય પી.ખુરાનાનુ આજે સવારે 10:30 વાગે મોહાલીમાં નિધન થઈ ગયુ હતું.જેઓ ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા.આયુષ્માન ખુરાનાનુ પિતા સાથે સારૂ બોન્ડિંગ હતુ.પોતાનુ કરિયર શરૂ થવાનો શ્રેય પણ તેઓ પોતાના પિતાને જ આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.