મધર્સ ડે પર આશકા ગરોડિયાએ કરી પ્રેગ્નેન્સીની જાહેરાત

ફિલ્મી દુનિયા

મુંબઈ, એકતા કપૂરની સીરિયલ કુસુમમાં કુમુદનો રોલ કરીને ફેમસ થયેલી એક્ટ્રેસ આશકા ગોરડિયા હાલ ટીવીના પડદાથી દૂર છે. તે એક્ટિંગની દુનિયા અને મુંબઈ બંને છોડી ચૂકી છે. આશકા અને તેનો પતિ બ્રેંટ મુંબઈ છોડીને ગોવામાં વસી ગયા છે. મધર્સ ડે પર આશકા અને બ્રેંટે તેમના ફેન્સને ગુડ ન્યૂઝ આપવાનો નિર્ણય કર્યો. આશકાએ સોશિયલ મીડિયા પર પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. કપલે જણાવ્યું છે કે, તેમનું બીચ બેબી નવેમ્બર મહિનામાં આવવાનું છે.

આશકા ગોરડિયાએ સોશિયલ મીડિયા પર એક એનિમેટેડ વિડીયો શેર કરતાં લખ્યું, આ મધર્સ ડે વધારે ખાસ બની ગયો છે. અમારો પરિવાર અને પ્રેક્ટિસમાં એકનો વધારો નવેમ્બર ૨૦૨૩ સુધીમાં થવાનો છે. અમે અમારા જીવનની સૌથી સારી જર્ની તરફ પગ માંડી રહ્યા છીએ ત્યારે અમને શુભેચ્છા આપજો. આશકા ગોરડિયા અમદાવાદ અને ગોવા વચ્ચે આવ-જા કરતી રહે છે અને પ્રેગ્નેન્સી દરમિયાન કામ પણ ચાલુ રાખ્યું છે. બીજી તરફ બ્રેંટ ગોવામાં સફળ યોગશાળા ચલાવે છે. આશકા અને બ્રેંટ વર્ષોથી ગોવામાં શિફ્ટ થઈ ગયા છે. બ્રેંટ અને આશકા બંને યોગ કરે છે ત્યારે ફેન્સ અને મિત્રો માની રહ્યા છે કે તેમનું આવનારું બાળક પણ યોગ બેબી હશે.

સફળ ટીવી અભિનેત્રી રહી ચૂકેલી આશકા હાલ સફળ મહિલા આંત્રપ્રેન્યોર પૈકીની એક છે. તેની કોસ્મેટિક બ્રાન્ડ સારી કમાણી કરી રહી છે. આશકાએ કુસુમ, લાગી તુજસે લગન, મહારાણા પ્રતાપ, બિગ બોસ, નચ બલિયે સહિત કેટલાય ટીવી શોઝમાં કામ કર્યું છે. આશકા અને બ્રેંટની લવસ્ટોરીની વાત કરીએ તો તેમને પહેલી નજરે જ પ્રેમ થઈ ગયો હતો. વેગસમાં બંનેની મુલાકાત થઈ હતી. વેગસમાં આશકાની ટ્રીપનો છેલ્લો દિવસ હતો ત્યારે બંને મળ્યા હતા.શરૂઆતમાં તો આશકાએ બ્રેંટને બહુ ભાવ નહોતો આપ્યો પરંતુ સાંજ થતાંમાં તો બંનેએ નંબર એક્સચેન્જ કરી દીધા હતા. જે બાદ બંને વચ્ચે વાતો શરૂ થઈ હતી અને પ્રેમ પાંગર્યો હતો. ૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ કપલે લગ્ન કર્યા હતા. હવે તેઓ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.