લાલ સિંહ ચઢ્ઢાના વિવાદનો માસ્ટરમાઈન્ડ આમિર ખાન છે

ફિલ્મી દુનિયા

મુંબઈ, આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના બોયકોટની માગ સોશિયલ મીડિયા પર રોજેરોજ વધી રહી છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની છે અને તે પહેલા આમિર ખાને ફેન્સને ચોખવટ પણ કરી છે. આમિર તો એમ પણ કહી દીધું કે તે ભારતને પ્રેમ કરે છે અને દર્શકો તેની ફિલ્મનો બોયકોટ ના કરે. જાેકે, આ બધા વચ્ચે કંગના રનૌતે ચોંકાવનારો દાવો કર્યો છે. કંગનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે #BoycottLaalSinghChaddha વિવાદનો માસ્ટરમાઈન્ડ આમિર ખાન છે. કંગનાનું કહેવું છે કે, આમિર ખાને જાણી જાેઈને ફિલ્મની રિલીઝ પહેલા વિવાદ શરૂ કર્યો છે.

કંગનાનું કહેવું છે કે, આમિરને ફિલ્મ ફ્લોપ થવાનો ડર છે એટલે જ તેણે આ વિવાદ ઊભો કર્યો છે. બુધવારે કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “મને લાગે છે કે આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લઈને જે પણ નેગેટિવ વાતો થઈ રહી છે તે પોતે માસ્ટરમાઈન્ડ આમિર ખાને પોતાનું દિમાગ લગાવીને શરૂ કરાવી છે. આ વર્ષે એક કોમેડી ફિલ્મની સીક્વલને બાદ કરતાં કોઈપણ ફિલ્મ હિટ નથી થઈ. ભારતીય સંસ્કૃતિ સાથે જાેડાયેલી માત્ર સાઉથની ફિલ્મો સારું કામ કરહી રહી છે અથવા તો એવી ફિલ્મો ચાલી છે જેમાં લોકલ ફ્લેવર હોય.” કંગનાએ આગળ લખ્યું, “હોલિવુડ ફિલ્મની રિમેક એમ પણ સારું પર્ફોર્મ નથી છે.

પરંતુ હવે તેઓ ભારતને અસહિષ્ણુ કહેશે. હિન્દી ફિલ્મમેકર્સે દર્શકોની નસને પકડવાની જરૂર છે. આ હિંદુ અથવા મુસલમાન હોવા અંગે નથી. આમિર ખાનજીએ હિંદુ ફોબિક પીકે બનાવી અને ભારતને અસહિષ્ણુ દેશ ગણાવ્યો અને પોતાના જીવનની સૌથી હિટ ફિલ્મ આપી. મહેરબાની કરીને આને ધર્મ અથવા વિચારધારા સાથે જાેડીને દર્શાવવાનું બંધ કરો. આ તેમની ખરાબ એક્ટિંગ અને ખરાબ ફિલ્મોથી અલગ વાત છે.”

કંગનાનો આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે આમિર ખાનના જૂના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વિડીયો એવો પણ છે જેમાં અસહિષ્ણુતાની ચર્ચા વચ્ચે એક્ટરે કહ્યું હતું કે, પત્ની કિરણ રાવને દેશમાં રહેવામાં ડર લાગે છે. ૨૦૧૪માં આમિર ખાન ફિલ્મ ‘પીકે’માં ભગવાન શિવની વેશભૂષામાં જાેવા મળ્યો હતો અને ટોયલેટમાં જતો બતાવા પર ભારે હોબાળો થયો હતો. એ વખતે પીકેને હિંદુ વિરોધી ફિલ્મ ગણાવાઈ હતી. કંગનાએ પોતાની પોસ્ટમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ જ વાતોનો ઉલ્લેખ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.