
રાઘવ ચઢ્ઢા માટે પરિણીતી ચોપરાએ ગાયું ખાસ ગીત
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ રવિવારે ઉદયપુરના ધ લીલા પેલેસમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. તેમના લગ્નમાં ફેમિલિ મેમ્બર્સ સિવાય બોલિવુડ અને રાજકારણની કેટલીક ખાસ હસ્તીઓએ હાજરી આપી હતી. હવે પરિણીતીના અવાજમાં ગવાયેલું એક ગીત સામે આવ્યું છે. આ ગીતના બોલ ઓ પિયા છે. પરિણીતીએ આ ગીત રાઘવ ચઢ્ઢા માટે ગાયું છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ખૂબ જ ખાસ હતા.
આ કપલે ૨૫ સપ્ટેમ્બરના રોજ તેમના લગ્નની તસવીરો શેર કરી છે, ત્યારે હવે લગ્ન સાથે જાેડાયેલી બીજી ઘણી વાતો સામે આવી રહી છે. તેમના લગ્નના ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલમાં પરિણીતીનું રોમેન્ટિક ગીત વાયરલ થઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ પરિણીતીએ આ ગીત એક ખાસ લગ્નટ્ઠ માટે રેકોર્ડ કર્યું છે.
‘ઓ પિયા’ ગીતને સની એમઆર અને હરજાેત કૌરની સાથે ગૌરવ દત્તાએ લખ્યું હતું. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નમાં વરમાળા સેરેમની દરમિયાન આ ખાસ ગીત બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે પ્લે કરવામાં આવ્યું છે. આ ગીત હવે દરેકને સાંભળવા માટે યૂટ્યૂબ પર પણ ઉપલબ્ધ છે.
રિપોર્ટ મુજબ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં રિસેપ્શન પાર્ટી આપશે. થોડા દિવસો પહેલા એક ઓનલાઈન ઈન્વિટેશન સામે આવ્યું હતું. તેમાં ૩૦ સપ્ટેમ્બરે ચંદીગઢમાં રિસેપ્શન પાર્ટીની વાત કરવામાં આવી હતી. આ સાથે કહેવામાં આવ્યું છે કે ૪ ઓક્ટોબરે મુંબઈમાં રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવશે.