બાઘા અને દયાબેનનો એવો ફોટો સામે આવ્યો કે ફેન્સ ચોંકી ગયા

ફિલ્મી દુનિયા

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ પ્રખ્યાત શો છે. જેનું દરેક પાત્ર લોકોને પસંદ છે. આ જ કારણ છે કે આ શો ૧૪ વર્ષથી ચાલી રહ્યો છે અને આજે પણ લોકોનું મનોરંજન કરી રહ્યો છે. દરમિયાન તારક મહેતા શોની સુપરહિટ કાસ્ટની એક થ્રોબેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દયાબેન એટલે કે દિશા વાકાણી અને બાઘા એટલે કે તન્મય વેકરિયા જોવા મળે છે. લોકોએ આ થ્રોબેક પિક્ચર પર ફની કોમેન્ટ્સ પણ કરી છે. દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અલવિદા કહી દીધું છે.

તેણે તેના અંગત જીવનના કારણે શો છોડી દીધો છે. પરંતુ એકપણ દિવસ એવો નથી પસાર થતો જ્યારે લોકો દયા ભાભીને યાદ ના કરતા હોય. સોશિયલ મીડિયા પર લોકો દિશા વાકાણીને શોમાં પાછા ફરવાની વિનંતી કરે છે. મેકર્સે પણ ઘણો પ્રયાસ કર્યો છે, પરંતુ દિશા તેના બાળક અને પરિવારના કારણે આ નિર્ણય લઈ રહી નથી. હવે જ્યારે બાઘા સાથે દિશા વાકાણીનો ખાસ ફોટો જોવા મળ્યો ત્યારે દર્શકો ઉત્સાહિત થઈ ગયા. બાઘા એટલે કે તન્મય વેકરિયાએ પોતે આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

તેણે કહ્યું કે દિશાજી સાથે તેની આ તસવીર નાટકના સમયની છે જ્યારે તેઓ બંને થિયેટરમાં નાટક કરતા હતા. તન્મય વેકરિયા પહેલા થિયેટરમાં કામ કરતો હતો. ૧૫ વર્ષ સુધી તેણે સ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. તેના પિતા અરવિંદ વેકરિયા પણ ગુજરાતી નાટકોના જાણીતા કલાકાર છે. તન્મયની બાબતમાં એક વાત રસપ્રદ છે કે કયારેક તે માત્ર ૪ હજાર રૂપિયાની નોકરી કરતો હતો.

પરંતુ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તેનું જીવન બદલી નાખ્યું. શોએ તેને પોપ્યુલારિટી આપી, નામની સાથે રૂપિયા પણ આપ્યા. તન્મય પહેલા બેંકમાં નોકરી કરતો હતો. ત્યાં તે માર્કેટિંગ એક્ઝિકયુટિવ તરીકે કામ કરતો હતો. મહિને માત્ર ૪ હજાર રૂપિયા પગાર મળતો હતો. એક રિપોર્ટ મુજબ, તન્મય પાસે આજે ૩ કરોડથી વધુની સંપત્તિ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.