
ઇમારત બુર્ઝ ખલીફા પર જોવા મળી એનિમલની ઝલક
મુંબઈ, રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘એનિમલ’ને લઇને હાલમાં ફેન્સ ખૂબ ખુશ છે. સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં પહેલી વાર અનેક અલગ-અલગ શેડ્સમાં જોવા મળી રહી છે. ફિલ્મના ટ્રેલરે પહેલાંથી જ લોકોમાં એક્સાઇટમેન્ટ લેવલને બહુ હાઇ કર્યુ છે. એવામાં દર્શકોને ફિલ્મના રિલીઝને લઇને હવે ઊંઘી ગણતરીઓ ગણાઇ રહી છે. આ ફિલ્મની ૬૦ સેકન્ડની ઝલક દુનિયાની સૌથી ઊંચી ઇમારત બિલ્ડિંગ દુબઇના બુર્ઝ ખલીફા પર જોવા મળી છે. એનિમલના મેકર્સ ફિલ્મના પ્રમોશનને લઇને અનેક ઘણી તૈયારીઓ કરી લીધી છે. ફિલ્મ મેકર્સે ફિલ્મને લઇને કોઇ કસર છોડી નથી. એવામાં મેકર્સે ફિલ્મની ઝલક બુર્ઝ ખલીફા પર દેખાડવાનો પ્રયાસ કર્યો છે. જો કે એક વિડીયો પણ સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આમાં જોવા મળી રહ્યું છે કે ‘એનિમલ’નું ટ્રેલર બુર્ઝ ખલીફા પર દેખાડવામાં આવ્યુ છે. જ્યાં રણબીર કપૂર, બોબી દેઓલ અને પ્રોડયુસર ભૂષણ કુમાર ઇમારતની સામે ઉભા રહીને આ પળોની મજા માણી રહ્યા છે. રણબીર કપૂરે આ ખૂબસુરત પળોને કેમેરામાં કેદ કરી લીધી છે. એક્ટર બ્લેક ટી શર્ટ અને બ્લેક પેન્ટમાં નજરે પડે છે. જ્યાં બોબી દેઓલ ગ્રે ટ્રાઉઝર અને વ્હાઇટ ટી-શર્ટમાં નજરે પડે છે. જો કે આ બન્ને એક્ટર હેન્ડસમ દેખાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં ફિલ્મનું ટીઝર જારી કરવામાં આવ્યુ હતુ.
આ વાતને લઇને દર્શકોમાં હાલમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર્શકો આ ફિલ્મ કયારે રિલીઝ થશે એ વાતને લઇને ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે. નોંધનીય છે કે ‘એનિમલ’ ફિલ્મમાં રણબીર રફ એન્ડ ટફ લુકમાં નજરે પડશે. ફિલ્મમાં પહેલી વાર રણબીરની સાથે રશ્મિકા મંદાના રોમાન્સ કરતા જોવા મળશે. જ્યારે અનિલ કપૂર રણબીરના પિતાના રોલમાં જોવા મળશે. જ્યારે બોબી દેઓલની વાત કરવામાં આવે તો એ વિલેનના રૂપમાં જોવા મળશે. ફિલ્મ ૧ ડિસેમ્બરના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.