શિલ્પા માટે ફ્રેન્ડે મોકલ્યો ગરમાગરમ ગુજરાતી નાસ્તો

ફિલ્મી દુનિયા

મુંબઈ,  શિલ્પા શેટ્ટી જેટલી ફિટનેસ ફ્રિક છે એટલી જ મોટી ફૂડી પણ છે. તેને અલગ-અલગ પ્રકારની વાનગીઓ ખાવી અને બનાવવી ગમે છે. તે દર રવિવારે ‘ચીટ’ કરે છે અને વિવિધ મીઠાઈ આરોગે છે. આ વખતના ‘સન્ડે બિન્જ’માં તેણે ભજીયા પાર્ટી કરી હતી, જેમાં પતિ રાજ કુંદ્રા, સાસુ-સસરા, મમ્મી સુનંદા શેટ્ટી, બહેન શમિતા શેટ્ટી સિવાય રાખી ભાઈ અને ફ્રેન્ડ રાજીવ અડાતિયા પણ જાેડાયો હતો. બધાએ સાથે મળીને મરચાં, મેથી તેમજ બટાકાના ભજીયાની જયાફત ઉડાવી હતી અને ત્યારબાદ આઈસક્રીમ પણ ખાધો હતો. વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા હતા.

હવે, તેણે આજે (૨૭ સપ્ટેમ્બર) સવારે બ્રેકફાસ્ટમાં કંઈ ગુજરાતી વાનગી ખાધી તેની ઝલક દેખાડી છે. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે. તેમાં ખાંડવી અને રાગીના ઢોકળા જાેઈ શકાય છે. આ સાથે તેણે ઈંખ્તેદ્ઘદ્ઘેહ્વિીટ્ઠાકટ્ઠજં લખ્યું છે અને બંને વસ્તુ મોકલનારી મિત્રનો આભાર પણ માન્યો છે. શિલ્પા શેટ્ટી તેના ઘરે દરેક તહેવારને ધામધૂમથી મનાવે છે, તે પછી દિવાળી હોય કે હોળી. હાલ, નવરાત્રી ચાલી રહી છે ત્યારે તેના ઘરે માતાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને કળશ મૂકવામાં આવ્યો છે. પર્વની શુભેચ્છા પાઠવતાં તેણે વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું ‘શારદીય નવરાત્રીની ખૂબ-ખૂબ શુભકામના.

આપ તમામને નવરાત્રીની શુભેચ્છા. ચાલો આ નવ દિવસ આત્માને સ્વચ્છ અને શુદ્ધ કરીએ. પ્રથમઃ હું મારો ગુસ્સો છોડી દઈશ, દ્ધિતીયઃ હું લોકોને જજ કરવાનું બંધ કરીશ, તૃતીયઃ હું મારી તમામ નારાજગી દૂર કરીશ, ચતુર્થીઃ હું અન્ય અને મારીજાતને ક્ષમા આપીશ, પંચમીઃ હું અન્ય તેમજ પોતાને જેવા છે તેવા સ્વીકારીશ, શષ્ઠીઃ અન્યને કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમ કરીશ, સપ્તમીઃ હું મારી ઈર્ષ્યા અને દોષભાવથી મુક્ત થઈશ, અષ્ટમીઃ હું મારા ડરને દૂર કરીશ, મહાનવમીઃ મારી પાસે જે કંઈ છે

અને જે મેળવીશ તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીશ…જય માતા દી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી છેલ્લી અભિમન્યુ દાસાની અને શર્લી શેઠિયા સાથે ફિલ્મ ‘નિકમ્મા’માં જાેવા મળી હતી, જે બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. હવે તે ખૂબ જલ્દી ફિલ્મ ‘સુખી’માં દેખાશે, જેનું શૂટિંગ તેણે પૂરું કરી દીધું છે. આ સિવાય તેની પાસે રોહિત શેટ્ટીની વેબ સીરિઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ છે. જેમાં તે પહેલીવાર હેન્ડસમ સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબરોય સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.