બાળકને ઘરે લઈ જવાની રાહ જોઈ રહ્યું છે કપલ
મુંબઈ, દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ પેરેન્ટ્સ બની ગયા છે. ‘સસુરાલ સિમર કા’ ફેમ એક્ટ્રેસે ૨૧ જૂને વહેલી સવારે દીકરાને જન્મ આપ્યો. જો કે, તેની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હોવાથી તેના બાળકને હાલNICUમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે તો ન્યૂ મોમને પણ હજી સુધી ડિસ્ચાર્જ કરવામાં આવી નથી. યૂટયૂબ ચેનલ પર લાખો ફોલોઅર્સ ધરાવતા આ કપલે પ્રેગ્નેન્સીની જર્નીની એક-એક ડિટેઈલ્સ શેર કરી હતી. દીપિકાની તબિયત હાલ સારી છે ત્યારે બંનેએ હાલમાં હોસ્પિટલમાંથી એક વ્લોગ શેર કર્યો હતો.
જેમાં હેલ્થ અપડેટ આપી હતી અને દીકરાના જન્મના કનેક્શનની સાથે-સાથે તેનો ચહેરો કોને મળતો આવે છે તે વિશે પણ જણાવ્યું હતું. શોએબે જણાવ્યું હતું કે ‘દીપિકા ઠીક છે. તેનું સી સેક્શન થયું છે. પીડા છે પરંતુ તે રિકવર થઈ રહી છે. અમે માત્ર તે ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ કે, દીકરાને જલ્દીથી ઘરે લઈ જઈએ. કારણ કે, હાલ તો માત્ર મેં અને દીપિકાએ જ તેને જોયો છે. ઘરની કોઈ વ્યક્તિ તેને મળી શકી નથી. તેને મારા મમ્મી-પપ્પા, ભાઈ-બહેન અને દીપિકાના મમ્મી સાથે મળાવવો છે. બર્થ ડેની રાતે ડિનર કરી રહ્યા હતા અને અચાનકથી આ બધું થઈ ગયું. કારણ કે, જુલાઈના બીજા અથવા ત્રીજા અઠવાડિયાની તારીખ હતી
પરંતુ બધું એટલી જલ્દીથી થઈ ગયું કે કોઈ તૈયાર નહોતું. શોએબે ઉમેર્યું હતું કે, ‘મારો દીકરોNICUમાં છે અને તેને આ સ્થિતિમાં જોવાની હિંમત નથી થતી. એક દિવસ તો મેં તેને મળવાનું ટાળ્યું હતું. પરંતુ ડોક્ટરે કહ્યું હતું કે, તમારે મળવું જોઈએ અને તમારો સ્પર્શ એ અનુભવી શકે છે. હવે તો તે થોડો રમવા પણ લાગ્યો છે’. દીપિકા કક્કરે જણાવ્યું હતું કે ‘મારા દીકરાનું અમારા બંને સાથે કનેક્શન છે. હું પણ પ્રીમેચ્યોર હતી. મારો દીકરોની સ્થિતિ તો ઘણી સારી છે. મારો તો સાતમા મહિને જન્મ થયો હતો. શોએબે જણાવ્યું હતું કે, જ્યારે સી-સેક્શન થઈ રહ્યું હતું ત્યારે ડોક્ટર દીપિકાને સતત પૂછી રહ્યા હતા કે, તમને શું લાગે છે દીકરો આવશે કે દીકરી.
ત્યારે તેણે કહ્યું હતું કે, અંતરઆત્મા કહી રહી છે કે દીકરો જ આવશે. જ્યારે તેની વાત સાચી પડી તો તે ઓટીમાં બૂમો પાડવા લાગી હતી અને કહ્યું હતું કે ‘જોયું? મેં કહ્યું હતું ને કે દીકરો જ છે’. દીપિકાની પ્રેગ્નેન્સી દરમિયાન સાથે ન રહી શકયો હોવાથી શોએબ ઈબ્રાહિમે તેનો શો ‘અજૂની’ છોડવાનો નિર્ણય લીધો હતો અને પ્રોડક્શન હાઉસને પણ આ વિશે જાણ કરી હતી. તેણે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘પૂરી પ્રેગ્નેન્સીમાં દીપિકા સાથે નથી રહી શકયો. આ એવો સમય છે જ્યાં દીપિકા અને બાળકને મારી જરૂર છે.
કામ તો થતું રહેશે. અમારું ફીલ્ડ એવું છે જ્યાં તમે ગમે કે ઉંમરે કામ કરી શકો છો. જો કે, દીપિકા આ વાત સાથે સંમત નહોતી. મેં નક્કી કર્યું હતું કે ૩-૪ મહિના બંને સાથે રહીશ અને બાદમાં ફરી કોઈ કામ શોધી લઈશ. મેં પ્રોડક્શન હાઉસને જુલાઈમાં કોન્ટ્રાક્ટ રિન્યૂ ન કરવાનું કહ્યું હતું. પરંતુ મેકર્સે મારા કામના કલાકો ઘટાડી દીધા અને કહ્યું કે તેઓ મને ઓછો કામ પણ બોલાવશે પરંતુ જવા નહીં દે’. દીપિકા અને શોએબે જણાવ્યું હતું કે, બંનેએ તેમના દીકરાનું નામ વિચારી લીધું છે.