૭ ગોલ્ડ મેડલ જીતનારા સમરેશ જંગના પરિવારના તમામ સભ્યો થયા કોરોનાગ્રસ્ત

ફિલ્મી દુનિયા

મુંબઈ,
ભારત માટે શૂટિંગમાં સાત સાત ગોલ્ડ મેડલ જીતનારા સમરેશ જંગના પરિવારના તમામ સદસ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ તેનું ઘર હવે મિની હોસ્પટલ બની ગયું છે. તેના ઘરમાં હવે પિસ્તોલ કે શૂટિંગ માટે ઉપયોગમાં લેવાતા તમામ સાધનો એક ખૂણામાં મૂકી દેવામાં આવ્યા છે અને તેની જગ્યા લઈ લીધી છે. પેરાસિટામોલ, ઓક્સજન મોનિટરિંગ મશીન અને અન્ય મેડિકલ સાધનોએ. સમરેશ જંગ શૂટિંગ અને લોકોમાં જાગૃતિ લાવતો હતો તેને બદલે હવે તે કોરોના સામેની લડત અંગે લોકોને માહિતગાર કરી રહ્યો છે. સમરેશ જંગે આ અંગે જણાવ્યું હતું કે હું એ ચીજા દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યો છું જે કરવી જાઇએ અને કઈ વસ્તુ ના કરવી જાઇએ. હુ જે જાણું છુ તે જ સંદેશ આપી રહ્યો છું. સમરેશ જંગનું નિવાસ ઘણું મોટું છે. તેમાં ઘણા રૂમ છે અને ઘણા ટોયલેટ છે જેને કારણે તેને કોરાના વાયરસ પર વિજય હાંસલ કરવામાં મદદ મળી છે. તેના પરિવારના પાંચ સદસ્યો કોરોનાગ્રસ્ત બન્યા હતા. ૨૨મી જૂને સત્તાવાળાઓએ તેને કોરોના મુક્તનું પ્રમાણપત્ર આપ્યું હતું. આ સમય ગાળા સુધી તે અને તેનો પરિવાર ઘરમાં જ કોરોન્ટાઇન રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.