સુશાંતસિંહ કેસની તપાસ માટે બનાવવામાં આવી ટીમ, આઈપીએસ અધિકારી નુપુર પ્રસાદ કરાઈ સામેલ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
દિગ્ગજ ફિલ્મ અભિનેતા સુશાંતના મોતની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. સીબીઆઈએ એક વિશેષ તપાસ ટીમ બનાવી છે. તપાસ ટીમમાં ગયા જિલ્લાની ટિકારીની રહેવાસી સીબીઆઈ આપીએસ અધિકારી નુપુર પ્રસાદને સામેલ કરવામાં આવી છે. આપીએસ નુપુર પ્રસાદ સીબીઆઈની ઝડપી અને નિષ્કર્ષ અધિકારીના રૂપમાં જાણીતી છે. નુપુર ટિકારી સલેમપુર ગાવમાં રહેતા ઈંદ્રભૂષણ પ્રસાદની એકની એક દિકરી છે.હાલમાં નુપુર સીબીઆઈમાં એસપીના પદ ઉપર કાર્યરત છે. સુશાંત કેસની જવાબદારી મળ્યા પછી નુપૂર પ્રસાદના ગામમાં ખુશીનો માહોલ છે. તો સાથે સાથે સુશાંતના ચાહકો પણ ન્યાયની આશા વ્યક્ત કરી રહ્યા છે.
ટિકારીના સલેમપુર ગામની રહેવાસી નુપુર પ્રસાદ ૨૦૦૭ની બેચની એજીએમયૂટી કેડરની આઈપીએસ છે. નુપુર દિલ્હીના શાહદરાની ડીસીપી પણ રહી ચૂકી છે. નુપુરની સીબીઆઈમાં નિયુક્તિ ગયા વર્ષે જ કરવામાં આવી છે. સુશાંત કેસની તપાસ માટે સીબીઆઈ દ્વારા જે ટીમની રચના કરવામાં આવી છે. તેમાં ૧૯૯૪ બેંચના આઈપીએસ અધિકારી સીબીઆઈના સંયુક્ત નિદેશક મનોજ શશિધર અને કેસના સુપર વિઝન ૨૦૦૪ બેંચની મહિલા આપીએસ અધિકારી ગગનદીપ ગંભીર કરશે. સુશાંત કેસની તપાસની જવાબદારી મળ્યા બાદ નુપુરના ગામમાં ખુશીનો માહોલ છે. ગામમાં જ રહેવાવાળા નુપુરાના અંકલ નંદૂ સિંહાએ કે, તેમની દિકરી ક્્યારે મોટી થઈ ગઈ ખબર જ ન પડી. તેણે જણાવ્યું કે નુપુર બાળપણથી જ સ્વભાવમાં શાંત અને ભડકાઉ હતી. નુપુરના પરિવારજનોએ આશા વ્યક્ત કરી છે કે હવે સુશાંત કેસને નુપુર જલદીથી પોતાના કૌશલ અને બુદ્ધીથી સોલ્વ કરી દેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.