સુનીલ દત્તના નિધનને ૧૫ વર્ષ થયા કેન્સર અને ડ્રગ્સે સુનીલ દત્તને કર્યા હતા લાચાર, જીવનભર કરતા રહ્યા સંઘર્ષ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા સુનીલ દત્તે ૨૫ મે ૨૦૦૫ના રોજ ફાની દુનિયાને અલવિદા કહી દીધી હતી. તેમની ખોટ ક્્યારેય કોઈ પુરી નહી કરી શકે. સુનીલ દત્તના નિધનને ૧૫ વર્ષ થયા છે. આજે પણ હિન્દી સિનેમા અને રાજનીતિમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવે છે. જા કે આટલી સફળતા અને કીર્તિ હોવા છતા તેમણે જીવન ભર સંઘર્ષ કર્યો. જ્યારે તેમને થોડુ સુખ મળ્યુ ત્યારે તેમની જીવનલીલા સમાપ્ત થઈ ગઈ. સુનીલ દત્તની ફિલ્મની સફર સફળ રહી. ફિલ્મોની સાથે સાથે તેમણે રાજકીય ક્ષેત્રમાં પણ પોતાની એક અલગ ઓળખ સ્થાપિત કરી હતી. પરંતુ આ બધું કર્યા પછી પણ સુનીલ દત્ત અંગત જીવનમાં અત્યંત લાચાર હતા. તેની લાચારીનું કારણ એ હતું કે તેનો લાડકવાયો પુત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો હતો અને તેમની પત્નીને કેન્સર થયુ હતુ. સુનીલ દત્ત નરગિસને ખુબજ પ્રેમ કરતા હતા અને કેન્સરના કારણે નરગિસે જ્યારે અંતીમ શ્વાસ લીધા ત્યારે સુનીલ દત્ત પર મુશ્કેલીનો પહાડ તુટી પડ્યો.
સુનીલ દત્તના એક મિત્રએ તેના ઇન્ટરવ્યુ દરમિયાન હતું કે સુનીલ દત્ત જીવનભર અશક્્ય લડાઈઓ લડતા રહ્યા. પોતાના પુત્રને લાગેલી નશીલા પદાર્થોની લત છોડાવવા અમેરિકા ગયા. ત્યારબાદ પત્ની નરગિસની સારવાર માટે તેને ફરીથી અમેરિકા જવું પડ્યું. આ દરમિયાન તે ખૂબ જ પરેશાન રહેવા લાગ્યા. આ રીતે જાઈએ તો તેમનું જીવન સંઘર્ષપૂર્ણ. સુનીલ દત્તની મુશ્કેલીઓ ક્્યારેય ઓછી થઈ નહી.કેન્સર અને ડ્રગ્સે તેમને અત્યંત લાચાર અને ઉદાસ બનાવી દીધા હતી.
ત્યારબાદ લોકોમાં કેન્સર અને ડ્રગ્સમાં જાગૃતી ફેલાવવા બે વખત મુંબઈથી ચંડીગઢ પદયાત્રા કરી હતી. સુનીલ દત્ત એક ખુબસારા અભિનેતા,ખુબ સારા રાજનેતા અને તે સૌથી વધારે મુઠી ઉચેરા માનવી હતી. તે હંમેશા લાચાર, પરેશાન લોકોની મદદ કરવા તૈયાર રહેતા. તેમની જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હતી હસતા મોઢે તેમણે બધુ જ સહન કર્યુ હતુ. તેઓ જ્યારે કોઇને મળતા તમને લાગે જ નહી કે આટ આટલી મુશ્કેલીઓથી ઘેરાયેલા હશે. જ્યારે સુનીલ દત્તનું નિધન થયુ હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને દર્શકો શોકમાં સરી પડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.