ભારતીય સિનેમાના પીઢ ફિલ્મસર્જક કે.વિશ્વનાથનું નિધન થયું

ફિલ્મી દુનિયા

ભારતીય સિનેમાના પીઢ ફિલ્મસર્જક કે.વિશ્વનાથનું 92 વર્ષની વયે નિધન થતાં સાઉથ સહિત બોલીવૂડમાં શોકની લહેર જોવા મળી રહી છે.ત્યારે વર્તમાનમાં એ.આર.રહેમાન,કમલ હસન,જયાપ્રદા,મામૂટી,મોહનલાલ,અનિલ કપૂર,રાકેશ રોશન સહિતની હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી,ઉત્કૃષ્ટ સંગીત,નૃત્ય તથા સામાજિક થીમ ધરાવતી વાર્તાઓની ફિલ્મોથી જાણીતા કે.વિશ્વનાથનને ભારતીય સિનેમામાં સર્વોત્કૃષ્ટ પ્રદાન માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થયો હતો આ સિવાય તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા.આ સિવાય તેઓ 4 નેશનલ એવોર્ડ તથા 10 ફિલ્મફેર એવોર્ડ વિજેતા બની ચૂક્યા હતા.આમ સાઉન્ડ આર્ટિસ્ટ તરીકેથી કારકિર્દીની શરૂઆત કરનારા વિશ્વનાથે કમલ હસન,જયાપ્રદા,અનિલ કપૂર તથા રાકેશ રોશન જેવા અનેક કલાકારોને કેરિયરની બેસ્ટ ફિલ્મો આપી હતી.આ સિવાય સાઉથમાં પણ શંકરભરમ,સ્વાતિકિરણમ,શ્રુતિયલાયલુ,સ્વરાભિષેકમ તથા સાગર સંગમ તેમની માઈલસ્ટોન ફિલ્મો ગણાય છે.ત્યારે કમલા હસન અને અનિલ કપૂર તથા રાકેશ રોશને તેમને એક્ટિંગની સ્કૂલ તેમજ ફિલ્મ મેકિંગ કળાના ગુરુ સમાન ગણાવી અંજલી આપી હતી.હિંદીમાં તેમની કામચોર,સંજોગ,જાગ ઉઠા ઈન્સાન,સંગીત , ઈશ્વર સહિતની જાણીતી ફિલ્મો છે.કારકિર્દીમાં તેમણે 1992માં પદ્મશ્રી,પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર,આંધ્રપ્રદેશ સરકારના 20 નંદી પુરસ્કાર લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર સહિત 10 ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા હતા.તેમના નિધનથી બોલીવૂડ તથા સાઉથની હસ્તીઓ શોકાતુર થઈ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય અગ્રણીઓએ સ્વ.વિશ્વનાથને અંજલિ આપી તેમની વિદાયને ભારતીય સિનેમાજગત માટે મોટી ખોટ સમાન ગણાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.