ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ કૌભાંડઃ દીપિકા અને પ્રિયંકા ચોપરાને મળી શકે છે સમન્સ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ કૌભાંડમાં પોતાનું નિવેદન નોંધવા માટે રેપર બાદશાહને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું છે. હવે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ જેવી કે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાને પણ એસઆઈટી દ્વારા નિવેદન માટે બોલાવવામાં આવે તેવી છે. ફેક ફોલોઅર્સ ખરીદનારા બોલિવૂડ કલાકારોની ટોપ ૧૦ યાદીમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાનું નામ પણ સામેલ છે. ગયા મહિને ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)એ એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ફેક ફોલોઅર્સ, રી ટવીટ, લાઈક્સ અને અન્ય વસ્તુઓ સેલિબ્રિટીઓ દ્વારા ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટનું ઉલ્લંઘન કરીને ખરીદી કરવામાં આવે છે, ત્યારબાદ સોશિયલ મીડિયાના નિષ્ણાતોની મદદથી સીઆઈયુ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
બોલિવૂડ સિંગર ભૂમિ ત્રિવેદીએ એક ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ આ કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં તેણે હતું કે તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ મેનેજ કરે છે. રેપર બાદશાહને મુંબઈ પોલીસ દ્વારા ફેક સોશિયલ મીડિયા કૌભાંડના સંદર્ભમાં પોતાનું નિવેદન નોંધવા માટે સમન્સ અપાયું છે.
અહેવાલ મુજબ, જ્રહ્વટ્ઠઙ્ઘર્હ્વઅજરટ્ઠર નામથી ઓળખાતા બાદશાહના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) દ્વારા તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ તેને ત્રીજી ઓગસ્ટે તપાસ માટે હાજર રહેવા જણાવ્યું હતું પરંતુ તે હાજર થયો ન હતો. હવે તેને ૬ ઓગસ્ટે ફરીથી સીઆઈયુ અધિકારીઓ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. એવું પણ જાણવામાં મળ્યું છે કે દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા જેવી બોલિવૂડ અભિનેત્રીઓને પણ એસઆઈટી દ્વારા ફેક સોશિયલ મીડિયા પ્રવૃત્તિ અંગેના નિવેદનો રેકોર્ડ કરવા બોલાવવામાં આવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.