ફિલ્મોમાં રોલ મેળવવાં હું કોઇ હિરો સાથે સુતી નથીઃ રવિના ટંડન

ફિલ્મી દુનિયા

મુંબઇ,

૯૦નાં દાયકાની સુપરહિટ એક્ટ્રેસ રવીના ટંડન તેનાં રોમેન્ટિક રોલ્સ, કોમેડી અને ઇન્ટેન્સ લૂકથી સૌને પ્રભાવિત કરી દીધા હતાં. તેની બબલી ઇમેજ હોય કે પછી ગુસ્સેલ રોલ હોય તે દરેકમાં ફિટ થતી હતી. પણ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર બનવા સુધીની સફર સહેલી ન હતી. તેણે તેનાં લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખલાસો કર્યો છે. તેણે તે હિરોનાં કારનામાની સાથે સાથે તે સમયનાં જર્નાલિઝમ પર પણ ઘણાં ચોકાવનારા ખુલાસા કર્યા છે.
રવીના ટંડન તેનાં શાનદાર અભિનયની સાથે સાથે બેબાકી માટે પણ જાણીતી છે, તે દર મુદ્દા પર ખુલીને પોતાનો મત મુકે છે. હવે તેણે પિંકવિલા સાથે વાતચીતમાં જણાવ્યું કે, બોલિવૂડ ઇન્ડસ્ટ્રી અને તેનાં હીરો અંગે વાત કરતાં તેણે તે સમયનાં સીક્રેટ કેમ્પ અંગે વાત કરી હી જેમાં હીરો, તેમની ગર્લફ્રેન્ડ અને તેમનાં જર્નાલિસ્ટ ચમચા હોતા હતાં.
રવીના વધુમાં કહે છે કે, મારી પાસે કોઇ ગોડફાધર ન હતો. હું કોઇ કેમ્પનો ભાગ ન હતી. હું કોઇ હીરોની સાથે કામ કરવા માટે તેની સાથે સુતી નહોતી. અને ન તો મારું તેની સાથે અફેર હતુ.. ઘણી વખત તો મને ફક્ત એટલે જ અંહંકારી કહેવામાં આવતી કારણ કે હું તે બધુ નહોતી કરતી. જે હીરો મને કરવા કહે.તો. જ્યારે તે કહે હસો તો હસવાનું.. તે કહે બેસો તો બેસી જવાનું.. હું ફક્ત મારા કામથી કામ રાખતી. હું મારી શરતો પર જીવતી હતી. તેથી મને ઘણી ફીમેલ જર્નાલિસ્ટ નીચી દેખાડવાનો પ્રયાસ કરતા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.