ટીવી કલાકર આસિમ રિયાઝ પર બાઇક સવારોનો હુમલો
મુંબઇ,
લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ ૧૩ માં લોકપ્રિયતા મેળવનાર આસિમ રિયાઝ પર બાઇક સવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તે ઈજાગ્રસ્ત છે. તેણે ખુદ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. આ સમાચાર આવતાની સાથે જ તેના ચાહકો ખૂબ નારાજ થઈ ગયા અને ટિ્વટર પર થઇ છે.
આસિમે જણાવ્યું હતું કે તે રસ્તા પર સાયકલ પર જઈ રહ્યો હતો, ત્યારે એક બાઇક આવીને તેને ઇરાદાપૂર્વક ટકરાઈ. તેણે વીડિયોમાં બતાવ્યું કે તેને કેટલી ઇજાઓ પહોંચી હતી. તેને ઘૂંટણ, પગ અને ખભામાં ઈજાઓ પહોંચી હતી.
આ સમાચારથી આસિમના ચાહકો ખૂબ નારાજ છે અને જલ્દીથી તેમની તબિયત સારી થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.