“જો હું અભિનેતા ના હોત તો, હું કૂકિંગને કારકીર્દી તરીકે પસંદ કરીશ” કહે છે, ધીરજ ધૂપર

ફિલ્મી દુનિયા

કુંડલી ભાગ્યએ તેની રજૂઆતથી જ ભારતીય ટેલિવિઝન પર ટોચ પર રહ્યો છે. ધીરજ ધૂપર (કરણ), શ્રદ્‌ધા આયાર્ (પ્રીતા), માનિત જૌરા (રિષભ), અભિષેક કપુર (સમીર) અને અંજુમ ફકિહ (સૃષ્ટિ) જેવા આકર્ષક કલાકારોની સાથે, તેનો રસપ્રદ પ્લોટથી શોએ હંમેશા તેના દર્શકોને સીટની ધારે જકડી રાખ્યા છે. જ્યારે તેમાં નાટ્યાત્મક વણાંક આવે ત્યારે શોને દરેક દ્વારા ચાહવામાં આવ્યો છે, પરંતુ કોવિડ-૧૯ લોકડાઉનના રોગચાળાને લીધે અચાનક બધું અટકી પડ્યું. ત્યારથી જ દરેક કલાકારો સોશિયલ મીડિયા દ્વારા મનોરંજન કરવા પ્રયત્ન કરી રહ્યા છે, સાથોસાથ તેઓ કોઈને કોઈને તથા બધાને તેઓ કરી શકે તેટલી મદદ કરી રહ્યા છે. કરણ ઉફેર્ ધીરજ ધૂપર પણ તેમાંથી બાકાત નથી!
કુંડલી ભાગ્યના શૂટિંગ શરૂ થતા પહેલા ધીરજ, તેની પત્નિ માટે ભારતીય ભોજન બનાવીને નું ખૂબ જ ધ્યાન રાખી રહ્યો હતો. અભિનેતાએ એવું જણાવ્યું કે, જો તે અભિનયને કારકીર્દી તરીકે ના સંભાળ તો, તે અત્યંત પ્રસિદ્‌ધ પરાઠે વાલી ગલીમાં તેની પોતાની રેસ્ટોરન્ટ્‌સ ચેઇન ખોલીને તેના વિકલ્પ બનાવીને આગળ વધતો.
તેના આ છૂપા જુસ્સા વિશે ચચાર્ કરતા ધીરજ ધૂપર જણાવે છે, “લોકડાઉન દરમિયાન, મેં મારી પત્નિની કાળજી લેવાનો તથા તેને પંપાળવા માટે ખૂબ જ પ્રયત્ન કયાર્ છે. તેના જન્મ દિવસ પર તેના માટે ‘ગોબી પરાઠા’ પણ તૈયાર કયાર્. આ પહેલા મેં આલુ પરોઠા પણ બનાવ્યા છે. ભગવાનનો પાર છે કે, જો તેમને મને એક અભિનેતા ના બનાવ્યો હોત તો, હું કારકીર્દીના વિકલ્પ તરીકે કૂકિંગને વિકલ્પ તરીકે પસંદ કરવાનો હતો. એક રેસ્ટોરન્ટ ખૂલવુંએ મારા માટે એક ડિસન્ટ અનુભવ હતો. જો મારે ક્યારેય પણ એક રેસ્ટોરન્ટ ખોલવાની હોય તો, હું નિઃશંક પરાઠેવાલી ગલીને એક લોકેશન તરીકે પસંદ કરીશ.” બધા જ કલાકારો શો પર પાછા ફરવા માટે ઉત્સાહિત છે, ત્યારે ધીરજ સહિત દરેક કલાકારો માટે ભાવુક રિયુનિયન છે, જે તેનો સેટ પર પાછી ફરવાની ખૂશી અને ઉત્સાહ જાળવી નથી શકતો. કલાકારો જે પહેલા શૂટિંગ માટે થોડો શંકાસ્પદ હતો, તે તેની અંદર નવી ઉજાર્ ફરીને આવ્યો છે, સાથોસાથ યોગ્ય સાવચેતીના પગલા લે છે અને ખાતરી કરે છે કે, યોગ્ય સાવચેતીના પગલા તેની આસપાસના લોકો પણ અનુસરે. તેમાં વધુ ઉમેરતા તે જણાવે છે, “સમગ્ર શૂટિંગ ચાલુ કરવાની પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ છે, તેમ છતા પણ હું અત્યંત ઉત્સાહિત છું કે, મને લાંબા સમયગાળા બાદ સેટ પર પાછું ફરવા મળ્યું અને મને મારા બીજા પરિવારને મળવાનો મોકો મળ્યો. સાવચેતીના પગલા રૂપે, હું જે કંઈ પણ કરી રહ્યો છું તે મારી આંતરિક શક્તિ છે.
હું કડકપણે સામાજીક દૂરીને જાળવી રહ્યો છે, ઇન્ટરવલ દરમિયાન સેનિટાઈઝિંગ કરી રહ્યો છું અને અન્યને પણ તેવું કરવા યાદ કરાવું છું. હું આશા રાખું છું કે, સમગ્ર વિશ્વ તેમાંથી જલ્દી બહાર આવે. ત્યાં સુધી હું બધાને નવું સામાન્ય જીવન તથા સલામત રહેવા માટે વિનંતી કરું છું.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.