એસિડ એટેકનો વીડિયો બનાવનાર ફૈઝલનું ટિકટોક એકાઉન્ટ બૅન

ફિલ્મી દુનિયા

મુંબઈ
ટિકટોક એવું આકર્ષણ છે જ્યાં લોકો આસાનીથી સ્ટાર બની જતા હોય છે પરંતુ આ સ્ટાર બનવાના ચક્કરમાં વિવાદમાં પણ સપડાઈ જતા હોય છે. ફૈઝલ સિદ્દીકીએ થોડા સમય અગાઉ એક વીડિયો બનાવ્યો હતો જેનો પૂજા ભટ્ટ સહિત ઘણાએ વિરોધ કર્યો હતો. આ વીડિયોમાં તે એસિડ એટેકને સમર્થન આપી રહ્યો હોવાનું જણાતું હતું. હવે આ જ વીડિયો તેને ભારે પડી રહ્યો છે. પોતાના એક નવા વીડિયોમાં તે એસિડ એટેકની એક્ટંગ કરતો જાવા મળ્યો હતો. જેને કારણે ફૈઝલ સિદ્દીકીનુ ટિકટોક એકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યું છે.
તેની ઉપર આરોપ છે કે આ વીડિયો દ્વારા તેણે ઘણા સામાજિક નિયમોનો ભંગ કર્યો હતો. ટિકટોક પર ફૈઝલના ૧.૩૪ કરોડ ફોલોઓર્સ છે. એસિડ એટેકના વીડિયો બાદ લોકોએ તેનો વિરોધ શરૂ કરી દીધો. આ વિડિયોમાં તે એક છોકરીના ચહેરામાં પર એસિડ ફેંકી રહ્યો હતો. તેમાં તેણે લખ્યું હતું કે જેના માટે તેં મને છોડી દીધો તેણે તને છોડી દીધી. ટિકટોકે જણાવ્યું હતું કે અમે એ વીડિયો દૂર કરી દીધો છે અને એકાઉન્ટ બંધ કરી દીધું છે. હવે આ મામલામાં કાનૂની પ્રક્રિયા માટે અમે આગળ વધી રહ્યા છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.