અભિષેક બચ્ચન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ધ બિગ બુલનું ડબિંગ કરશેઃ પ્રોડ્યુસર

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બ્રીધઃ ઇન્ટુ ધ શેડોઝ વેબ સિરીઝ બાદ અભિષેક બચ્ચનનો આગામી પ્રોજેક્ટ ધ બિગ બુલ છે. આ ફિલ્મ પણ (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મના ડબિંગના અમુક પાર્ટ બાકી હતા પણ અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને હાલ તે મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિત સતત તેના સંપર્કમાં છે. તેમનું કહેવું છે કે અભિષેકની યોગ્ય રીતે સારવાર ચાલી રહી છે, તે ટૂંક સમયમાં ઘરે પરત ફરશે.
તેમણે, આઇસોલેશનમાં રહેવું અઘરું છે, તેમ છતાં તેમના પરિવારે વાઇરસ પર નિયંત્રણ મેળવી લીધું છે. જાેકે, હું જ્યારે પણ અભિષેક સાથે ફોન પર વાત કરું છું ત્યારે તે માત્ર પોઝિટિવ વાતો જ કરે છે. જે રીતે તે શૂટ દરમ્યાન સેટ પર વાતો કરતો એવી જ રીતે. આ જાેઈને ઘણું સારું લાગે છે કે તે આવી સ્થિતિમાં પણ આશા નથી છોડી રહ્યો. તે એક ફાઈટર છે અને ટૂંક સમયમાં તે ઘરે પરત ફરશે અને સેટ પર પણ.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અને તેના ઘણા ફેન્સ તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. અમારી આખી ફિલ્મની ટીમ પૂરા જાેશ સાથે તેનું સ્વાગત કરવા માટે રાહ જાેઈ રહી છે. અભિષેક હાલ નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે, જ્યારે તેના પિતા અભિતાભ બચ્ચન, પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યાના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને રજા આપી દેવાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.