અંકિતા લોખંડેએ સુશાંતની માં સાથેનો ફોટો કર્યો શેર

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલામાં હવે સીબીઆઈ તપાસ કરી રહી છે. મામલામાં દિવસે દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ વચ્ચે સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ એક તસવીર શેર કરી છે. જેને જાેઈને તમારી આંખો ભરાઈ આવશે. અંકિતા લોખંડેએ પોતોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક ફોટો શેર કર્યા છે. જેમાં તે પોતાના હાથમાં સુશાંતસિંહ રાજપૂતની માંના ફોટો સાથે ઉભેલી દેખાઈ રહી છે. આ ફોટોની સાથે તેણે લખ્યું હતું કે, ‘વિશ્વાસ કરો કે તમે એક સાથે છો. અંકિતા લોખંડેએ હાલમાં જ એક ઈન્ટરવ્યુંમાં હતું કે સુશાંત એવો વ્યક્તિ હતો જ નહીં કે તે આત્મહત્યા કરે. જ્યારે તે અને સુશાંત એક સાથે હતા ત્યારે તેણે આથી પણ વધારે ખરાબ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી જ એકમાત્ર વ્યક્તિ છે જે તેમના ડિપ્રેશન વિશે કંઈ જણાવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.