વિક્રમ વેધાની એક હિન્દી રીમેકમાં સાથે કામ કરશે આમીર અને સૈફઅલી ખાન

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 27

મુંબઈ,
કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં આતંક મચાવ્યો છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રી પણ તેને કારણે ઠપ્પ થઈ ગઈ છે. મહારાષ્ટ સરકારે શૂટિંગ શરુ કરવાની મંજૂરી આપી દીધી અને આ માટે ગાઈડલાઈન જાહેર કરી દીધી ત્યાર બાદ અભિનેતાઓએ સેટ પર જવાનું શરૂ કરી દીધું છે. હવે એક અહેવાલ એવા પણ છે કે આમિર ખાને વધુ એક ફિલ્મ સાઈન કરી છે. આમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચડ્ડા’ આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થવાની હતી.
સિનેમા હોલ શરૂ થશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. માર્ચ પછી દરેક ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી. એવામાં આમિરની આ ફિલ્મ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થશે તે નક્કી કરવામાં આવ્યું છે. આમિરે વિક્રમ વેધાની સાથે પોતાની તારીખોને આગળ વધારી દીધી છે. આમિર ખાન વિક્રમ વેધાની સાથે એક હિન્દી રીમેક પર કામ કરવાનો છે. જેમાં સૈફ અલી ખાન પણ હશે.
અને આમિર ખાન આ ફિલ્મનું શૂટિંગ ત્યારે જ શરુ કરશે જયારે તેની ‘લાલસિંહ ચડ્ડા’ રિલીઝ થઈ જાય. આમિર ખાન અને સૈફ અલી ખાન ફિલ્મ “દિલ ચાહતા હે” પછી એક બીજાની સાથે પહેલી વાર નજર આવશે. ૨૦ વર્ષ પછી બંનેની ઓન સ્ક્રીન જાડી દર્શકોને જાવા મળશે. આમિર અને સૈફની આ ફિલ્મ ૨૦૧૭માં આવેલી તમિળ ફિલ્મની રીમિક હશે. આ ફિલ્મમાં સૈફ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવતો જાવા મળશે. અને આમિર ગેંગસ્ટરની ભૂમિકા નિભાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.