વર્લ્ડ મ્યૂઝિક ડે પર ભારતના ૫૦૦૦ ગીતકાર, સંગીતકાર અને ગાયકોએ પોતાના હક માટે લડાઈ શરુ કરી

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 21

મુંબઈ,
આજે રવિવારે વર્લ્ડ મ્યૂઝિક ડે પર ભારતના ૫૦૦૦ ગીતકાર, સંગીતકાર અને ગાયકોએ પોતાના હક માટે લડાઈ શરુ કરી છે. તેમણે ક્રેડિટ ધ ક્રિએટર અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન હેઠળ મ્યૂઝિક કંપનીઓ ટેલિવિઝન અને રેડિયો ચેનલ્સને બે ટૂંકા શબ્દોમાં કહી રહી છે કે સંગીત સાથે જાડાયેલા લોકોની ક્રેડિટ ક્્યારેય ના છીનવો. નામ અને રૂપિયા બંને આપવામાં આવે. અભિયાનને સંગીતની સૌથી મોટી સંસ્થા આઈપીઆરએસ બેનર નીચે શરુ કરવામાં આવી છે. રવિવારે જાવેદ અખ્તર. ગુલઝાર, પ્રસૂન જાશી. એ. આર. રહેમાન, આનંદ-મિલિંદ, અનુ મલિકથી લઈને સોનુ નિગમ, શાન અને અલકા યાજ્ઞીકે જાગ્રુગતા માટે અભિયાન શરુ કર્યું છે. સંસ્થા સાથે જાડાયેલા ગીતકાર સમીરે ભાસ્કર સાથે વાતચીત કરી. તેમણે કે, સંગીત સાથે જાડાયેલામાં હજારો લોકો એવા છે, જેમના સોંગ ઘણા ફેમસ છે. પરંતુ તેમના નામનો કોઈ ઉલ્લેખ કરતું નથી. ભલે તેમના સોંગ ટીવી અને રેડિયો સ્ટેશન પર ચાલતા હોય.
મ્યૂઝિક કંપનીઓ અલગ-અલગ પ્લેટફોર્મ ચલાવી રહી છે, પરંતુ જેણે સોંગ બનાવ્યું છે, લખ્યું છે અને કમ્પોઝ કર્યું છે તેનો ઉલ્લેખ ક્્યાંય કરતી નથી. તેને તેનો ડ્યૂ ક્રેડિટ આપવામાં આવતો નથી. આવું ઘણા વર્ષોથી ચાલી છે. આજ કારણોથી તેમને આગળ કામ મળવામાં પણ મુશ્કેલી થાય છે. પણ હવેથી આવું નહિ થાય, જે કંપની કે ચેનલ સોંગ પ્લે કરશે તો તેને દરેક જગ્યાએ નામનો ઉલ્લેખ કરવો પડશે. વધુમાં તેમણે કે, ઘણા સમય પહેલાં સાહિર લુધિયાનવીએ અવાજ ઉઠાવ્યો હતો તો બધું બરાબર ચાલતું હતું, પણ ૨૦-૨૫ વર્ષથી ફરીથી જેમ હતું તેમ ચાલી છે.
અમારી સંસ્થાએ અભિયાન ચલાવ્યું તો છેલ્લા ૨ વર્ષથી સંગીત સાથે સંકળાયેલા લોકોને ક્રેડિટ મળવા લાગી, તેમ છતાં ઘણી જગ્યાએ હજુ આ સમસ્યા છે. ક્રેડિટ આપવામાં આવતી નથી. વાસ્તવમાં આ મોરલ રાઈટ છે. ગીતકાર સમીરે જણાવ્યું કે, આ અભિયાન શરુ કરવા માટે આનાથી સારો કોઈ દિવસ ના હોઈ શકે. અમે લોકોને માત્ર વિનંતી કરી રહ્યા છે અને આશા છે કે લોકો માની જશે. જા પછી પણ કઈ ના થયું તો અમે સરકાર પાસે જઈશું અને કોર્ટના દરવાજા ખખડાવીશું. અનવર સાગર જેવા રાઈટર હતા જેમની વર્ષમાં ચાર-પાંચ લાખ રૂપિયાથી લઇન ૧૦ લાખ રૂપિયાનો રોયલ્ટી બનતી હતી. હાલ તેમને ૨ વર્ષથી રોયલ્ટી મળી રહી છે, આજથી ૧૫-૨૦ વર્ષ પહેલાં તેમને રોયલ્ટીમાં કઈ પણ મળતું નહોતું. અનવર સાગરમાં ઓછામાં ઓછા ૨૦૦૦ તો છે જે, જેમને નામ અને રૂપિયા બંને મળી રહે. તેવામાં અમે તેમને હક અપાવીને રહીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.