મહાવીરસ્વામી પર બનેલી ફિલ્મનો વિરોધ હવે હ્યુમન રાઇટ્સ કમિશન પહોંચ્યો

ફિલ્મી દુનિયા

આજથી રિલીઝ થનારી ‘1080 : ધ લીગસી ઑફ મહાવીર’ ફિલ્મનો શ્વેતામ્બર જૈન સમાજ જબરદસ્ત વિરોધ કરી રહ્યો છે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને અન્ય શ્વેતામ્બર જૈન સમાજનો મુખ્યત્વે આ પિક્ચરમાં ભગવાની શ્રી મહાવીરસ્વામી પ્રભુ, ગણધર ભગવંતો અને પૂજ્ય સાધુ-ભગવંતોનાં પાત્ર ઍક્ટર્સ ભજવી રહ્યાં છે એની સામે વિરોધ છે. તેમનું કહેવું છે કે પિક્ચરમાં કે અન્ય સોશ્યલ મીડિયામાં કોઈ વ્યક્તિગત પાત્ર તીર્થંકર આદિનાં પાત્રો ભજવે તો તેઓ કોઈ પણ સંજોગોમાં એને ન્યાય ન આપી શકે, એથી એ પવિત્ર પાત્રોનું અવમૂલ્યાંકન થવાથી જૈન સંઘોમાં છેલ્લાં ઘણાં વર્ષોથી આ એક પરંપરા રહી છે કે આવાં પવિત્ર પાત્રો કોઈ વ્યક્તિએ ભજવવાં ન જોઈએ. આથી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આ ફિલ્મ સામે હ્યુમન રાઇટ્સ કમિશનમાં ઍપ્લિકેશન કરવામાં આવી હતી, જેની સુનાવણી આજે સવારે ૧૧ વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સામે આવેલી કમિશનની ઑફિસમાં હાથ ધરવામાં આવશે.



હ્યુમન રાઇટ્સમાં શું કામ?
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી ઍક્ટ ૬૯-એ હેઠળ સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટને જ્યારે કોઈની ધાર્મિક લાગણી દુભાતી હોય ત્યારે આવી ફિલ્મોને અટકાવવાની તેમની સત્તા છે એ વાતને ધ્યાનમાં લઈને હ્યુમન રાઇટ્સ કમિશનમાં એક ઍપ્લિકેશન કરી છે, જેની સુનાવણી આજે હાથ ધરવામાં આવશે. ૧૧મી સદીના સમયમાં જેકાંઈ નબળાઈઓનો પ્રવેશ થયો હતો એને દૂર કરવા એ વખતના પૂજ્ય ગુરુભગવંતોએ શું મહેનત કરી અને તેઓએ શ્રી મહાવીરપ્રભુનો વારસો કેવી રીતે ટકાવી રાખ્યો એ દર્શાવવા માટે ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિન પીયૂષસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના માર્ગદર્શન હેઠળ આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. એના ડાયરેક્ટર અભિષેક માલુ છે અને મહાવીર ટૉકીઝ-મલાડ દ્વારા આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

સમગ્ર જૈન સંતોનો વિરોધ
તપાગચ્છીય પ્રવર સમિતિ, બે તિથિના વરિષ્ઠ આચાર્ય ભગવંતો, પાર્શ્વગચ્છના વરિષ્ઠ ઉપાધ્યાય ભગવંત, ત્રિસ્તુતિકના વરિષ્ઠ આચાર્ય ભગવંત અને અચલગચ્છના ગચ્છાધિપતિશ્રીએ એકમતે પત્ર લખીને આ ફિલ્મ રિલીઝ ન થાય એવું કહ્યું છે. આ માહિતી આપતાં સંગઠનના એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી અતુલ વ્રજલાલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એટલું જ નહીં, ખરતરગચ્છીય ગચ્છાધિપતિ આચાર્યશ્રી જિણમણિપ્રભુસૂરિજીએ પણ પોતાના સમુદાયના અને આ ફિલ્મના માર્ગદર્શક શ્રી જિન પીપૂષસાગરસૂરિજી મહારાજસાહેબને જણાવ્યું છે કે જ્યાં સુધી ઉપરોક્ત બધા આચાર્ય ભગવંતોના મનમાં ઉદ્ભવેલી બાબતોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી આ ફિલ્મ રિલીઝ ન કરવી. સમગ્ર જૈન સંઘમાં આ પ્રમાણે મોટા ભાગના ગુરુભગવંતોની અસંમતિ હોવા છતાં આ ફિલ્મ રિલીઝ થવા માટે આગળ ધપી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.