‘મન્નત’ની બાલકનીમાં શૂટ કરતો જાવા મળ્યો શાહરૂખ ખાન, વીડિયો વાયરલ

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 31

.નવી દિલ્હી,
બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન પોતાના ઘરે મન્નતમાં શુટિંગ કરતા જાવા મળ્યા હતા. શાહરૂખ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં શાહરૂખ મુંબઇ Âસ્થત પોતાના ઘર ‘મન્નત’ની બાલકનીમાં શુટિંગ કરતો જાવા મળી રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાને ચેક શર્ટ અને જીન્સ પહેર્યું છે. તે શૂટિંગ દરમિયાન પોતાનો એક હાથ વારંવાર ઉઠાવી રહ્યો છે, જાણે કોઈ નારા લાગી રહ્યો છે. આ પછી, તે તેના બંને હાથ ઉપરની તરફ ઉઠાવે છે. શાહરૂખ ખાન કયા પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો છે,
તે હજી જાણી શકાયું નથી. શાહરૂખ ખાનના ચાહકો તેને સ્ક્રીન પર જાવા માટે ઉત્સાહિત છે. લોકો તેની આગામી ફિલ્મ વિશે જાણવા માટે પણ ખૂબ ઉત્સુક છે. શાહરૂખ ખાનનો આ વીડિયો તેના ફેન પેજ ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતાં લખ્યું, ‘કિંગ ખાન બાલ્કનીમાં જાવા મળ્યા! શું થઈ શકે છે તે કોઈ અનુમાન લગાવી શકે છે? શાહરૂખ ઘણા લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ છે. જા કે,
તેની પ્રોડક્શન કંપનીએ આ દરમિયાન ઘણી હિટ ફિલ્મો આપી છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, શાહરૂખ ખાન છેલ્લે ૨૦૧૮ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’ માં જાવા મળ્યો હતો. ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો નથી. ત્યારબાદ તે કોઈ પણ ફિલ્મમાં દેખાયો નથી. આ ફિલ્મમાં તેની સામે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં જાવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન આનંદ એલ રાયએ કર્યું હતું. આ પછી, ચાહકો તેમની આગામી ફિલ્મની રાહ જાઈ રહ્યા છે. કહેવામાં આવી છે કે તે આર માધવનની ફિલ્મ ‘રોકેટરી’ માં ખાસ અપીયરેંસ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.