ટ્રોલિંગથી ખુબ જ પરેશાન સોનાક્ષી સિન્હાએ છોડ્યું ટ્‌વટર

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 22

મુંબઇ,
અભિનેત્રી સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર પોતાનાં સ્પષ્ટ મંતવ્યો માટે જાણીતી છે. જાકે હવે તે ટ્રોલિંગથી ખુબ જ પરેશાન થઇ ચુકી છે. જેના કારણે તેણે ટ્‌વટર પરથી વિદાય લઇ લીધી છે. તેણે પોતાનું ટ્‌વટર એકાઉન્ટ ડિએક્ટવેટ કરી દીધું છે. સોનાક્ષીએ પોતાની ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટર પર શેર કર્યુ કે, તે હવે ટ્‌વટર પર નથી.
સોનાક્ષીએ ટ્‌વટર છોડવાનાં કારણ અંગે લખ્યું કે, ટ્‌વટર પર ખુબ જ નેગેટિવિટી છે. પોતાના મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું હોય તો નેગેટિવિટીથી દુર રહોય. આજનાં સમયમાં ટ્‌વટરમાં ખુબ જ નેગેટિવ લોકો નેગેટિવિટી ફેલાવી રહ્યા છે. જેના કારણે હું મારુ એકાઉન્ટ ડિએક્ટવેટ કરી રહી છું. અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અનેક સેલેબ્રિટી પર નિશાન સાધી રહ્યા છે. જે પૈકી એક સોનાક્ષી પણ છે. આ અગાઉ તે રામાયણના કારણે ટ્રોલ તઇ હતી. કરિયરમાં તે અનેક ફિલ્મોમાં આવી ચુકી છે. જેમાં દબંગ સિરિઝ ઉપરાંત કલંક, ખાનદાની શફાખાના જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જ્યારે ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડયા ટુંક સમયમાં રિલિઝ થવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.