ટોમ ક્રુઝે ૧૫૦૦ કરોડના બજેટની ફિલ્મ માટે યુનિવર્સલ પિક્ચર્સને મનાવ્યા

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 24

મુંબઇ,
હોલિવૂડ સ્ટાર ટોમ ક્રુઝે એક મેગા પ્રોજેક્ટ માટે યુનિવર્સલ પિક્ચર્સને મનાવી લીધા છે. ખાસ વાત એ છે કે હજુ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ટોમ ક્રુઝના હાથમાં નથી આવી, પરંતુ સ્પેસમાં શૂટ થનારી આ ફિલ્મ માટે ૨૦૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૧૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે ક્રુઝે પ્રોડક્શન હાઉસને મનાવી લીધા. યુનિવર્સલ પિક્ચર્સે ટોમ ક્રુઝ સાથે આ મેગા બજેટ ડીલ ઝૂમ કોલ પર સાઈન કરી છે.
રિપોટ્‌ર્સ મુજબ, ઝૂમ કોલ પર ટોમ ક્રુઝ સિવાય રાઇટર- ડિરેક્ટર ડગ લીમેન, કોલેબ્રેટર ક્રિસ્ટોફર મેક્કાયર અને પ્રોડ્યુસર પીજે વેન સેંડવિક હાજર હતા. આ પ્રોજેક્ટમાં એલન મસ્ક પણ તેની સ્પેસ એક્સ કંપની મારફતે સામેલ થશે. મિશન ઇમ્પોસિબલ ૫, ૬ અને ૭ના ડિરેક્ટર મેક્કાયર સ્ટોરી એડવાઈઝર અને પ્રોડ્યુસરનો રોલ નિભાવશે. લીમેન આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખશે. લીમેન ક્રુઝ સાથે એજ ઓફ ટુમોરો અને અમેરિકન મેડ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.