ટીવી પર પાંચમી વખત આવશે નાગિન

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 21

મુંબઇ,
લોકડાઉનને કારણે સિરિયલ્સના શૂટિંગ પણ પૂર્ણપણે બંધ થઇ હોવાથી તેની વાર્તાને આગળ વધારવા માટે નિર્માતાઓને વધારે મહેનત કરવી પડી રહી છે. એકતા કપૂરની સિરિયલ ‘નાગિન ૪’ સાથે પણ આવું જ થયું છે. કોરોના વાઇરસનો પ્રસાર વધવાને કારણે શૂટિંગ અધવચ્ચે રોકવું પડ્યું હતું. જાકે, હવે આ સિરિયલની વાર્તા ટૂંક સમયમાં ખતમ થઇ જશે અને ‘નાગિન’ની વધુ એક સિક્વલ શરૂ થશે. હવે દર્શકોને ‘નાગિન ૪’ના અમુક એપિસોડ્‌સ ટેલિકાસ્ટ થવાના બાકી છે. મહારાષ્ટ સરકારે અમુક નિયમો અને શરતોની સાથે ફિલ્મ અને ટીવી સિરિયલની શૂટિંગ શરૂ કરવાની પરવાનગી આપી હોવાથી આશા છે કે ‘નાગિન ચાર’નું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થઇ જશે.
સોશિયલ મીડિયા પર નાગિનનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છ જેમાં આ સિરિયલમાં એક મોટું રહસ્ય છતું થશે. આ સિરિયલમાં નિયા શર્મા, રÂશ્મ દેસાઇ અને વિજેન્દ્ર કુમેરિયા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ‘નાગિન’ની આગામી સિઝનની ઘોષણા એકતા કપૂરે અગાઉ જ કરી હતી. નાગિન ચારમાં જબરદસ્ત ક્લાઇમેક્સ જાવા મળ્યા બાદ નાગિનની આગામી સિઝન વધુ રસપ્રદ હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.