ટાઈગર-૩ ફિલ્મે માત્ર ૫ દિવસમાં ૩૦૦ કરોડનો આંકડો કર્યો પાર

ફિલ્મી દુનિયા

મુંબઈ, દિવાળીના દિવસે સુપર સ્ટાર સલમાન ખાનની ટાઇગર ૩ ફિલ્મ રિલીઝ થઇ હતી. આ દિવસ સલમાને પોતાના ફેન્સને એક મસ્ત ગિફ્ટ આપી છે. દેશમાં જ્યારે દિવાળીનો તહેવાર હોય અને સલમાનની ફિલ્મ રિલીઝ થાય તો કોણ જોવા ના જાય. જો કે આ પણ એક મોટો પ્રશ્ન છે. ટાઇગર ૩ મુવીએ ભારતમાં ૧૮૮.૨૫ કરોડની કમાણી કરી લીધી છે. આ છપ્પરફાડ કમાણી કરીને રેકોર્ડ બનાવી દીધો છે. માત્ર ૫ દિવસમાં દુનિયા ભરમાં ૩૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે. ટાઇગર ૩ની સાથે સલમાને પોતાના કેરિયરને એક બેસ્ટ પરફોર્મન્સ આપ્યુ છે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી દિવાળીની ઓપનરના રૂપમાં સામેલ થઇ છે.

માત્ર ૧ અઠવાડિયામાં ફિલ્મએ ભારતમાં ૧૮૮.૨૫ કરોડની કમાણી કરી લીધી છે. માત્ર ૫ દિવસમાં દુનિયામાં ૩૦૦ કરોડનો આંકડો પાર કરીને એક નવી સિદ્ધિ મેળવી લીધી છે. જો કે હજુ પણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરશે એવું લાગી રહ્યું છે. ભારતમાં ટાઇગર ૩ના કલેક્શનની વાત કરવામાં આવે તો રવિવારના રોજ ફિલ્મએ ૪૪.૫૦ કરોડનું કલેક્શન કર્યુ, સોમવારે ૫૯.૨૫ કરોડ, મંગળવારે ૪૪.૭૫ કરોડ, બુધવારે ૨૧.૨૫ કરોડનો બિઝનેસ કર્યો. જ્યારે ગુરુવારની વાત કરવામાં આવે તો ફિલ્મએ ૧૮.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારમાં ટાઇગર ૩ રિલીઝ થવાને કારણે હજુ પણ કલેક્શન મામલે છપ્પરફાડ કમાણી કરી રહી છે.

નોંધનીય છે કે, રિલીઝ પહેલાં સલમાન ખાને ટાઇગર ૩ને લઇને એના ફેન્સને સ્પોઇલર શેર ના કરવાની રિકવેસ્ટ કરી હતી. ભાઇજાને ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરતા લખ્યુ હતુ કે..હમે ટાઇગર ૩ કો બહુત જૂનુન કે સાથે બનાયા હૈ ઔર જબ આપ ફિલ્મ દેખેંગે તો હમે અપને સ્પોયલર કો બચાને કે લીએ આપ પર ભરોસા કર રહે હૈ. સ્પોઇલર ફિલ્મ દેખને કે લીએ એક્સપીરિયન્સ કો બર્બાદ કર સકતે હૈ. હમે આપ પર ભરોસા હૈ કિ આપ વહીં કરેંગે જો સહી હૈ. હમે ઉમ્મીદ હૈ કિ ટાઇગર ૩ હમારી તરફ સે આપકે લિએ સબસે અચ્છા દિવાલી ગિફ્ટ હોગા. કલ થિએટર્સ મેં હિન્દી, તમિલ ઔર તેલુગુ મેં રિલીઝ હોંગી. ઉલ્લેખનીય છે કે ટાઇગર ૩માં સલમાન ખાન, કેટરીના કૈફ અને ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે. મનીષ શર્મા દ્રારા નિર્દેશિત આ ફિલ્મ ૧૨ નવેમ્બર ૨૦૨૩ના રોજ રિલીઝ થઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.