ગુજરાતી અભિનેતા દીપક દવેનું હ્યદયરોગના હુમલાથી ન્યુયોર્કમાં અકાળે નિધન

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 17

ન્યુયોર્ક,
ગુજરાતી અભિનેતા અને વીઓ-ડબિંગ આર્ટીસ્ટ દીપક દવેનું ન્યુયોર્કમાં હ્યદયરોગના હુમલાથી અકાળે નિધન થયું છે. પ્રખ્યાત ગુજરાતી કવિ હરિન્દ્ર દવેના પુત્ર દીપક દવેએ ન્યુયોર્ક સ્થત ભારતીય વિદ્યા ભવનની આૅફિસમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઉમદા એક્ટર અને ઘૂંટાયેલા અવાજના માલિક દીપક દવેના અવસાનથી ભારતીય સમાજમાં શોકની લાગણી પ્રસરી છે.
ગુજરાતી અભિનેતા દીપક દવેએ ૧૫ ટીવી સીરિયલ અને ૯ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે ૭૦થી વધુ નાટકો કર્યા હતા. તેમણે ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાના નાટકોમાં પણ એક્ટંગ કરી હતી. તેમણે વીઓ આર્ટીસ્ટ અને ડબિંગ આર્ટીસ્ટ પણ ખૂબ નામના મેળવી હતી. દીપક દવેના ‘ચિંગારી’ નાટકને દર્શકોને ખૂબ પ્રસંશા મળી હતી.
દીપકે દવે વર્ષ ૨૦૦૩માં ભારતીય વિદ્યા ભવન, મુંબઈ સાથે ડિરેક્ટર ઓફ પ્રોગ્રામ્સ જાડાયા હતા. આ સંસ્થા વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના પ્રચારનું કામ કરે છે. બાદમાં તેમણે ભારતીય વિદ્યા ભવન, યુએસએમાં મેનેજર ઓફ પ્રોગ્રામ્સ તરીકે કામ શરૂ કર્યું હતું. વર્ષ ૨૦૦૮થી તેઓ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.