
અનુપમા સીરિયલમાં થશે અપરા મહેતાની એન્ટ્રી
મુંબઈ, રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર સીરિયલ અનુપમામાં છેલ્લા ઘણા દિવસથી ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે. અનુપમા અને અનુજ કપાડિયાનો માર્ગ અલગ થતાં દર્શકોનો સૌથી મોટો આંચકો લાગ્યો હતો. જો કે, હવે ધીમે-ધીમે ફરીથી ટ્રેક પાટા પર ચડી રહ્યો છે. જ્યાં એક તરફ પાખીના પ્રયાસો સફળ થતાં અનુપમા પતિને મળવા આતુર છે તો અનુજ પણ પોતાની અનુનો ચહેરો જોવા અધીરો થયો છે. આ બધાની વચ્ચે થોડા દિવસ પહેલા તેવા રિપોર્ટ્સ હતા કે, સીરિયલમાં ખૂબ જલ્દી વધુ એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે અને આ માટે નીના ગુપ્તાનો અપ્રોચ કરાયો છે.
જો કે, તેમણે ખબરને અફવા ગણાવી દીધા બાદ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે અપરા મહેતાને કાસ્ટ કરાયા છે. ટેલિચક્કરના રિપોર્ટ પ્રમાણે, ‘કયૂંકિ સાસ ભી કભી બહૂ થી’ના એક્ટ્રેસ અપરા મહેતાની એન્ટ્રી ‘અનુપમા’માં એક નવા ટ્વિસ્ટ સાથે થવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ અનુપમાના ડાન્સ ગુરુની ભૂમિકા ભજવશે. તેઓ તેને ડાન્સ શીખવવાની સાથે-સાથે જીવનની મુશ્કેલીઓ સામે લડતા પણ શીખવશે. જો કે, સીરિયલના પ્રોડક્શન હાઉસ કે એક્ટ્રેસ તરફથી હજી સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. મૂળ ગુજરાતના ભાવનગરના વતની અપરા મહેતા ઘણી પોપ્યુલર સીરિયલોમાં કામ કરી ચૂકયા છે.
તેમને પહેલો બ્રેક ‘એક મહેલ હો સપનો કા’થી મળ્યો હતો. ‘કયૂંકિ સાસ ભી કભી બહૂ થી’માં તેઓ તુલસીના સાસુના રોલમાં હતા. આ સિવાય તેઓ હમારી સાસ લીલા, સજન રે જૂઠ મત બોલો, ગોલમાલ હૈ ભઈ સબ ગોલ માલ હૈ, જમાઈ રાજા, કયાં હુઆ તેરા વાદા તેમજ બકુલા બુઆ કા ભૂત જેવો શોમાં પણ દેખાયા હતા. અનુપમા સીરિયલમાં ઘણા સમયથી ડ્રામા જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં વધુ એક ડ્રામા જોવા મળશે. અનુજ જ્યારે અનુપમા પાસે જવા નીકળી રહ્યો હો. છે ત્યારે કંઈક એવુ થાય છે કે તે ચોંકી જાય છે.
માયા પોતાના પ્રેમનું ગાંડપણ દેખાડે છે. આગામી એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે જે મુજબ, અનુજ અનુપમાને મળવા માટે પૂરી રીતે તૈયાર છે. જ્યારે તે પોતાની બેગ ઉઠાવે છે તો તે ખાલી જોવા મળે છે. આ જોઈ તે પરેશાન થાય છે. તે સમયે માયા તેની પાસે આવે છે અને ભેચી જાય છે. માયા કહે છે ‘તમામ માટે પ્રેમનો અર્થ અલગ હોય છે. અનુપમા માટે પ્રેમનો અર્થ ખોવું છે અને માયા માટે પ્રેમનો અર્થ પામવાનું છે’. અનુજ માયાને ધક્કો મારી રૂમમાંથી ભાગવાનો પ્રયાસ કરે છે,
ત્યારે જ માયા પોતાના હાથમાં રહેલી ચાવી દેખાડી દરવાજો લોક કરી દીધો હોવાનું કહે છે. જ્યાં એક તરફ અનુજ અને માયા વચ્ચે ડ્રામા ચાલી રહ્યો હોય છે ત્યાં અનુપમા પતિની રાહ જોઈ રહી છે. તે કહે છે ‘હવે માત્ર બે જ કલાકની વાર છે’. શું માયાની જાળમાં અનુજ ફસાઈ જશે અને અનુપમા ફરી એકલી પડી જશે? શું અનુજ તમામ પરેશાનીઓને દૂર કરી અનુપમાની પાસે જશે? આ તમામ સવાલનો જવાબ આગામી સમયમાં મળશે.