
અનુપમા કરતાં એકદમ બોલ્ડ છે અનુજ કપાડિયાની રિયલ વાઇફ
મુંબઈ, ગૌરવ ખન્ના ટીવીનો ફેમસ સ્ટાર છે. આજકાલ તે રૂપાલી ગાંગુલીના ટીવી શૉ ‘અનુપમા’માં જોવા મળી રહ્યો છે. આ શૉમાં તે અનુપમાના પતિ અનુજ કપાડિયાનો રોલ પ્લે કરી રહ્યો છે. શૉમાં અનુજની એક્ટિંગ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અનુપમાના પતિ તરીકે તેને જોઇને દર્શકો ઘણા ખુશ છે. શૉમાં એક આદર્શ પતિ રૂપે અનુક કપાડિયાનો નેચર એટલો સારો છે દરેક છોકરી આવો પતિ મેળવવા માગે છે. તમને જણાવી દઇએ કે શૉમાં અનુપમા સાથે ગૌરવની કેમેસ્ટ્રી લોકોને જેટલી પસંદ છે. એટલી જ તે પોતાની રિયલ વાઇફ આકાંક્ષા ચમોલા સાથે પસંદ કરવામાં આવે છે.
ટીવી એક્ટ્રેસ આકાંક્ષા ચમોલા જ ગૌરવ ખન્નાની રિયલ વાઇફ છે. તે ઘણીવાર પોતાના ગ્લેમરસ લુકના કારણે ચર્ચામાં રહે છે. આકાંક્ષા ચમોલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર લીપસિંગ માટે ફેમસ છે. તે ઘણીવાર ફોટો શેરિંગ પ્લેટફોર્મ પર પોતાના એકથી એક ફોટો અને વીડિયો શેર કરીને તહેલકો મચાવતી રહે છે. આકાંક્ષા ચમોલા પોતાના પતિ ગૌરવની જેમ જ અનેક ટીવી શોઝમાં કામ કરી ચુકી છે. જો કે તે લાંબા સમયથી ટીવીની દુનિયાથી દૂર છે. આકાંક્ષા ચમોલા પોપ્યુલર ટેલીવિઝન સીરિયલ ‘સ્વરાગિની- જોડે રિશ્તો કે સુર’માં પરિણીતા આદર્શ મહેશ્વરીના રોલમાં જોવા મળી હતી.
આ શૉમાં તે સીધી સાદી વહુના રૂપમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તે બાદ તે ‘ભાગ્યલક્ષ્મી’, ‘ભૂતૂ’, ‘ગંગા યમુના’, ‘વેલીનાક્ષરમ’ જેવા શોઝમાં પણ જોવા મળી હતી. જણાવી દઇએ કે આકાંક્ષા મુંબઇની રહેવાસી છે. તેણે માસ્ટર ઓફ કોમર્સ કર્યુ છે. હવે ગૌરવ-આકાંક્ષાની લવસ્ટોરીની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે બંનેની પહેલી મુલાકાત ખૂબ જ રસપ્રદ રહી હતી. પહેલી મુલાકાત ઓડિટોરિયમમાં થઈ, જ્યાં બંને કોઈ કામ માટે આવ્યાં હતાં. એક ઈન્ટરવ્યુમાં ગૌરવે તેની પત્ની વિશે જણાવ્યું હતું કે મને આકાંક્ષાની નિર્દોષતા પસંદ આવી હતી, જ્યારે તેના હેલ્પિંગ નેચર મારું દિલ જીતી લીધું હતું. જણાવી દઈએ કે ગૌરવ-આકાંક્ષાના લગ્ન ૨૦૧૬માં ધામધૂમથી થયા હતા. લગ્નના ૭ વર્ષમાં આ કપલ ખૂબ જ ખુશ છે.