ડીસા મતવિસ્તારની બહેનોનોએ સંકલ્પ કર્યો છે કે મતદાન પછી જ જલપાન કરશેઃ ડૉ.દીપિકા સરડવા

ચૂંટણી 2022
ચૂંટણી 2022

(રખેવાળ ન્યૂઝ)ડીસા, ડીસામાં આજે ભાજપ દ્વારા મહિલા સંમેલન યોજાયુ હતું. જેમાં ભાજપને જીતાડવાની સાથે સાથે એક હજાર જેટલી મહિલાઓએ પાંચ તારીખે પહેલા મતદાન પછી જ જલપાન કરવાના સંકલ્પ લઈ ભાજપનાં ઉમેદવાર પ્રવીણભાઈ માળીના સમર્થનમાં મતદાન કરવા ભાજપનાં પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડૉ.દીપિકા સરડવાએ મહિલાઓને અપીલ કરી હતી.

ડીસામાં ભાજપ દ્વારા રાણપુર રોડ પર રાજસીકોડ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. ઉમેદવાર પ્રવીણભાઈ માળી, રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવાડિયા, ગુજરાત મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.દીપિકા સરડવા અને રાષ્ટીય મહામંત્રી દીપ્તિ રાવત સહિત ૧૦૦૦ થી પણ વધુ મહિલાઓ સંમેલનમાં ભાગ લીધો હતો.

આ સંમેલન માં ઉપસ્થિત મહિલા આગેવાનોએ નરેન્દ્ર મોદીએ મહિલાઓના વિકાસ માટે કરેલા કાર્યો ની વાત કરી હતી સાથે સાથે પાંચ તારીખે મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે સવારે મતદાન કર્યા બાદ જ ઘરમાં ચા બનાવવાનો સંકલ્પ લીધા હતા. મહિલાઓના વિકાસની ગતિને આગળ ધપાવવા માટે પણ વધુમાં વધુ ભાજપ તરફથી મતદાન કરી ઉમેદવાર પ્રવીણભાઈ માળીને ગાંધીનગર મોકલવા માટે આહવાન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.