કોરોના બિચારો શું કરે ? વાયરસને ન સમજે કોઈ ? વાયરસ બિચારો શું કરે ? ઘરમાં રહે ન કોઈ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત 216

નોવેલ કોરોના કોવીડ-૧૯ ની હળવાશ વચ્ચે મેઘરાજાએ મુંબઈથી વિધિવત રીતે એન્ટ્રી મારતાં ગુજરાતમાં હવે ગમે તે ઘડીએ મેઘરાજાનું આગમન થઈ જશે તેવી ચર્ચા વચ્ચે ગુજરાતના દક્ષિણ ભાગ સૌરાષ્ટ્રમાં રાજુલા,આંબરડી સહિત કેટલાક વિસ્તારમાં ચોમાસાના મંડાણ થઈ તેનાથી ખેડૂતોને આશા બંધાઈ છે કે આ વર્ષ તો સારૂં જશે.હવામાન વિભાગે આગામી સમયમાં મુંબઈમાં અતિવૃષ્ટી થશે જેના માટે તંત્રએ સજાગતા કેળવવા સુચન કર્યું છે.આબોહવાના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ કંઈક જુદી આગાહી કરે છે. આગાહી અટકળ જેવી હોય છે. કયાં ફંટાઈ જાય તે કહેવાય નહીં.વાવાઝોડા જેવી નથી કીધું હોય આપણે ગતાંકની દિવ્યજયોતની ચિંતન રત્નકણીકામાં શિક્ષણની પરીક્ષા અને પરીક્ષા રદ ખરેખર શિક્ષણ અધોગતિ તરફ ધકેલાઈ રહ્યું છે.ઉચ્ચ અધિકારીઓ, શિક્ષિત નેતાઓ અને શિક્ષણવિદોએ અંગુઠા છાપ ગાજતા નેતાઓને સાચી સમજણ આપવાની જરૂર છે.વિશ્વની સર્વોત્તમ ૧૩૦૦ યુનિવર્સિટીઓનું લીસ્ટ જાહેર કર્યું જેમાં સર્વોત્તમ ર૦૦ યુનિવર્સિટીઓમાં ભારતની ૩ સંસ્થા અને આખા લીસ્ટમાં ભારતમાંથી ૩પ ને જ સ્થાન મળેલ. આપણી આઈઆઈએમ અમદાવાદ બહુ ગાજેલી સંસ્થાને સ્થાન નથી જે દુઃખની વાત છે. બનાસકાંઠા જિલ્લામાં બટાટાની બબાલ તગડા લાભ લેવા માટે શરૂ થઈ છે.આજેય નગરો, ગામડામાં બટાટા રૂપિયા પંદરથી વીસે કીલો વેચાય છે.ત્યાં કોઈ કેમ નથી બોલતું ? સાચી બબાલ શું છે એ તો કોલ્ડ સ્ટોરેજવાળાને મળતીયા જ જાણે.બાકી તો બટાટાના ભાવ ઘટતાં બનાસકાંઠાના ખેડૂતો ચિંતાતુર કયાં બિચારાને હતાં તે શરૂઆતથી જ વેચી દીધા હતા.આનો સંગ્રાહખોરોની બબાલમાં ખેડૂતોની લાચારી વ્યકત કરીને, તગડા ધીરાણ લીધેલાં ભેજાબાજાેએ દેવાં માફ કરાવવા માટે પ્રજાના માનસમાં ગડમથલ કરી રહ્યા છે પણ આ પ્રજા બધું જ જાણે છે ને વર્ષોથી જાેતી આવી છે. દુષ્કાળ હોય કે અતિવૃષ્ટી જેવી કાગારોળ નેતાઓ પ્રજા પાસેજ કરાવે છે ને લાભ લે ચમચાઓ, વચેટીયાઓ, સાચા અસરગ્રસ્તો સુધી આ રાહત લાભ કયાં પહોંચે છે ? કેટલાક સાચા હૃદયના નેતા, અધિકારીઓ ઉકળી ઉઠે છે પણ પ્રજાની જેમ તેમનું કયાં કંઈ ચાલે છે ? નેતા અને અધિકારી જાે સાચા હોય તો પ્રજાની જેમ બિચારો રીબાતો હોય કે બદલીઓ પર બદલીમાં પરિવાર સાથે હેરાન થતો હોય.આ સત્ય હકીકત છે જેમાં કોઈ અતિશયોક્તિ છે જ નહીં.ર૦૧૪ પહેલાં મારડાલા દાયણ મોંઘવારીને આજે પેટ્રોલ ડીઝલના ભાવ અને ર૦૧૪ કે તે પહેલાં સિતેર વર્ષના શાસનમાં કોંગ્રેસ કંઈ નથી કર્યું એટલે તો સ્વતંત્ર સત્તા આજે પ્રજાએ તમને સોંપી છે.હવે પ્રજાલક્ષી વલણ અપનાવી પ્રજાને બેરોજગાર, મોંઘવારી, સંગ્રાહખોરી,સટ્ટાખોરી અને બીજા દુષણોથી મુકત કરો. ઉત્તરપ્રદેશના બહુ શ્રેષ્ઠ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ત્યાં અસંતોષનું વાવાઝોડું ઉમટયું છે.જેમાં અનુપ્રિયા, અમિત શાહ, યોગીજી અને પક્ષ પ્રમુખ જેપી નડ્ડા વચ્ચે શું થાય છે તે આગામી સમય બતાવશે.ગુજરાતમાં કેટલીક નગર પાલિકાઓ અને બીજી પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી પંચમાં સળવળાટ કોરોના કોવિડ-૧૯ ના ઘટતા કેસો વચ્ચે શરૂ થયો છે.ચૂંટણીઓ અને રાજકીય સમારંભોમાં સંક્રમણ થતું નથી એ આરોગ્ય ખાતું નહીં બધા સમજુ અધિકારીઓ જાણે છે.તો દેશમાં વિરોધપક્ષ તરીકે કોંગ્રેસ, રાહુલ, સોનીયાનો ઈજારો નાબુદ કરી ઉચ્ચ કક્ષાએ સારા નેતાથી શરૂઆત કરી મજબુત વિરોધ પક્ષ ઉભો કરવો જાેઈએ ને તોજ પ્રજાને લોકશાહીના સાચાં ફળ ચાખવા મળશે બાકી આગામી દશ વર્ષમાં લોકશાહીનો નાશ થશે એ બાબત ભૂલવી ન જાેઈએ. અત્યારે કેટલાક ગામડાં નગરોની શાસન વ્યવસ્થા લોકશાહી જેવી રહી જ નથી એટલે એ બાબત પ્રજા જાણતી હોવાથી આપણે ચર્ચવી નથી.બટાટાની બબાલ ‘કોલ્ડ સ્ટોરેજવાળા’ નારાજ થાય ને ?
વાચક મિત્રો શિક્ષણ,આરોગ્ય, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પ્રજાલક્ષી બને તેવી આશા રાખીએ. બાકી તો બીજા ખાતાં ખાતાં જ રહેશે તો તકલીફ નથી.જંગલો, પહાડો, નદીઓનું આજે શું થઈ રહ્યું છે તે તમે જાેઈ અનુભવી જ રહ્યા છે.એટલે જીસકે હાથ મેં લાઠી ઉનકી ભેંસ બસ બાકી તો આપણા હૃદયની વાતો છે આપણે જ વાગોળવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.