ત્રણ વાતે બંધન બંધે, રાગ,દ્વેષ, અભિમાન ! ત્રણ વાતે બંધન ખુલે, શીલ, સમાધિ,જ્ઞાન !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત 111

શ્રાવણ માસ શ્રદ્ધા ભક્તિ, ઉપાસના, આરાધના, અભિષેક, વ્રત,તપ થકી હૃદય મનની શુદ્ધતા વચ્ચે પૂર્ણ થયો.મેઘરાજાની મોડી મોડી પણ પધરામણી થતાં ખેડૂતો, પશુપાલકોમાં આનંદની લહેર કાળઝાળ, મોંઘવારીના ધમધમાટમાં જાેવા મળી.પશુઓને થોડો ઘણો ઘાસચારો તો મળશે ને ધર્મ એ જીવન જીવવાની ઉત્તમ કળા છે.રાજકારણની આંટીઘુંટીમાં ધર્મને સંપ્રદાયના વાઘા પહેરાવીને માનવ પોતે જ દુઃખી થઈ રહ્યો છે.સાચા અર્થમાં ધર્મને આગળ ધરીને જીવન જીવવાનો માનવ પ્રયત્ન કરે તો ? પોતે દુઃખી ના થાય અને બીજા જીવો પણ દુઃખી થતાં અટકે.શ્રાવણી તહેવારોમાં કયાંય આનંદ, ઉલ્લાસનો માહોલ,નેતા ટોળા સિવાય જાેવા ના મળ્યો.નોવેલ કોરોના કોવીડ ૧૯ ની ગાઈડલાઈનનો કડક અમલ પ્રજાએ અને તેમાંય ખાસ કરીને મધ્યમ વર્ગની પ્રજાએ વધુ કરવાનો રહે છે એ બધી બાજુએથી જાેવા મળ્યું. દિલ્હીમાં રાંધણગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ વધ્યા તેનો ગુજરાતી અખબારોએ મુખ્ય હેડલાઈનમાં હોબાળો કર્યો પરંતુ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ રૂા.૧૦૦ ની આજુબાજુ અને રાંધણગેસની સબસીડી સાડા પાંચની બાટલો નવસો પંદર પચ્ચીસમાં વેચાય છે તે કયાંય દેખાતું નથી. આ રાજકારણ…? અહીં ધર્મ શું છે તે ના સમજાય બાકી તો મોંઘવારીને ભ્રષ્ટાચાર ચરમ સીમાએ પહોંચ્યો જ છે.મેઘરાજાની મહેર થઈ તે સારૂં નહીંતર અહીં નર્મદા નહેરના પાણી પણ ડાચકા મારતાં સુકાઈ ગયાં હતાં. ગત બીજી સપ્ટે. થી ધો.છ થી ધો.૮ નો અભ્યાસક્રમ વર્ગખંડમાં ઓફલાઈન શરૂ થયો છે.ઘણા શિક્ષણ જીવોને ગમ્યું નથી પણ કરે શું ? છેલ્લા દોઢ બે વર્ષથી શિક્ષણ વગરનો સાઈડ બીઝનેસ કરતા થયા હતા.હવે શાળામાં ઉંઘા દેહે હાજર તો રહેવું પડશે ને ? શિક્ષણમાં રાજયમાં પરિસ્થિતિ કંઈક જુદી જ જાેવા મળે છે. ભૂલકાંથી માંડીને કોલેજ સુધીના શિક્ષણની ફજેતી થઈ છે તેવું કહીએ તો નવાઈ નહીં.વર્ગખંડ કે ટયુશનકલાસમાં ભણ્યા વગર નેવું ટકા લાવી શકાય એ આજના કોરોનાકાળે બધા શિક્ષણવિદોને ભણાવ્યું ખરૂં ? પરંતુ કોઈ કંઈ બોલી શકે તેમ નથી.પરિસ્થિતિ સામે છેવટે ઝઝુમવાનું તો છે ને ? બાલમંદિર સુધીના રમકડાં ગાયબ, એકથી પાંચના એકડા મીંડા ને શબ્દો કયાં ?છથી આઠને ગત બીજી સપ્ટેમ્બર વર્ગખંડમાં પચાસ ટકાના ધારાથી ચાલુ કર્યા છે. તેમાંય જાય તો છે જ વાલીની સહમતીને સહમતીમાં વાલી,બાળક બાબતે હજુ કોઈને કંઈ ખબર પડતી નથી. છતાં બધે ભીડને ભાંજગડ તો છે જ એટલે કયાં કેટલા ભેગા થાય એ દુધડેરીથી કરીયાણાની દુકાન કે દિનદયાળની દુકાનથી ગેસ સીલીન્ડરના બાટલે કે બંેકમાં નાણાંની લેતી દેતીમાં કોણ કયાં કયાં કુંડાળામાં ઉભું રહે ને કોણ રાખે એ બધું હાલની પરીસ્થિતિમાં ભૂલાઈ ગયું છે. સાતમ,આઠમને પારણાં નોમના પ્રવાસ ને જુગારના ધામોમાં મૌજ તો કરીને ? સોશિયલ ડીસ્ટન્સ સેનેટાઈઝીંગ અને હાથ ધોવાનું માસ્કને મફલર બુકાની બધું ભુલાઈ ગયું છે.હવે ભગવાન કરે તે ખરૂં આ બધા વચ્ચે શ્રાવણ માસ પૂરો કર્યો.ભાદરવામાં મેઘરાજાના કેવા ભુસકા રહે છે તેની તરફ સૌની નજર છે. વર્ષો પહેલા ભાદરવો બવ રચયો તો એવું કહેવાવાળાની આશાભરી નજર આકાશના વાદળોથી બંધાયેલી છે. ચિંતન રત્નકણીકાની લાગણી જ હોય છે કે હૃદય-મનમાં ચાલતી ગડમથલને કયાંક તો ઠંડક મળે છે. આપણી વાત આપણા વચ્ચે જ ચર્ચવીને કયાંય જગ્યા સારી મળે તો શેર કરવી ના કોઈએ પુસ્તક કે પાનીમાં પ્રસિદ્ધ કરવાની તાલાવેલી બસ એકમેકને રાહત થાય ને એ દિવ્યજયોત પ્રગટે.
શિક્ષણ જ નહીં બધી જગ્યાએ શાંતિની લહેર પ્રસરે કેરળ સહિત કેટલાક રાજયોમાં નોવેલ કોરોનાનો કહેર ત્રીજી લહેરમાં શરૂ થયો છે જે શાંત થાય ને મેઘરાજા ગુજરાત રાજસ્થાનમાં વરસાદ વિહોણા વિસ્તારમાં ધોધમાર વરસી ધરતી માતાને તરબતર કરે બસ ભગવાન ભોળાનાથ, મહાવીર સવામીને પ્રાર્થના કરી િંતનને અહીં થોડો વિરામ આપી ફરી આવતા મંગળવારે મળીશું અસ્તુ..
યશપાલસિંહ ટી.વાઘેલા (થરા)મો.૯૪ર૮૬૭૮૬૯૯


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.