યું તો મેરે શહર મં પરેશાની કુછ ખાસ નહીં ! લોગ ખામોશ હૈ પર સુકૂન કીસી કે પાસ નહીં !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

નોવેલ કોરોના કોવિડ-૧૦ ના નવમા મહીનામાં શાંત થયો હતો પણ તે એક વર્ષનો થયો ત્યાં પાછો કુદાકુછ કરવા લાગ્યો છે.દેશના ઘણા રાજયોમાં કોરોના સંક્રમણથી પરીસ્થિતિ ઘણી વિકટ બની રહી.ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં આંકડાની માયાજાળમાં ગામડાંની સ્થિતિ ગંભીર બની જાય તે પહેલાં તંત્રે જાગવાની જરૂર છે કે લોકો પણ સેનેટાઈઝીંગ, માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સીંગનો ચુસ્તપણે અમલ કરે નહીંતર પાછું લોકડાઉનનું તાળું મરાઈ જશે એ નક્કી જ છે.હું દિવ્યજયોતની ચિંતનલેખ રત્નકણીકામાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, ભેળસેળ, સંગ્રાહખોરી,સટ્ટાખોરી,બેરોજગારીને સતત મહત્વ આપીને કંઈક મનોમંથન થાય તેવો પ્રયત્ન કરૂં છું પણ ગયા મંગળવારે એક અખબારમાં સમાચાર વાંચતા મોંઘવારી હિંદુ તરીકે મને બહુ ગમી હો બહુ સાચા હૃદયથી ગમી એટલે જ તમને કહું છું એ સમાચારમાં હતું કે, પેટ્રોલ ડીઝલના ભાવ વધતાખેડૂતો ટ્રેકટરને બદલે ફરી બળદો મારફત ખેતી કરવા તરફ વળ્યા.વાહ શ્રીકૃષ્ણ વાહ તારી અજબ ગજબ લીલામાં કંઈક અમને ગમતું પણ થાય છે.આજે નાના ગામડાથી માંડીને શહેરોની પોળો, મહોલ્લા,જાહેર રસ્તાઓ પર ગૌ-ગૌવંશ બેફામ રખડતું જાેવા મળે ત્યારે બહુ ખટકે છે કે ગૌ-ગૌવંશના નામે આટલા બધા દાન ઉઘરાણા છતાં આવી અવદશા આ અબોલ જીવોની કેમ ?કેટલાક દલીલ કરતા કે, ખેડૂતોએ બળદોની મારફત થતી ખેતી બંધ કરી એટલે ‘ગૌ-ગૌવંશની માઠી દશા છે, ગૌમાતાનું દુધ પ૦-૬૦ રૂપિયે લીટર અને ઘી રૂા.૭૦૦ માં હોવા છતાં ગાય માતા છે ને એટલે તેને સવાર સાંજ દોહીને રખડતી મૂકવામાં આવે છે.બસ દુધ મળી જાય એટલે તેનું પેટ તો ગામના ગૌભકતો ભરી જ દેવાના છે ને ગાયમાતા અને તેના વંશજાેની માઠી દશા કરવામાં હિંદુ તરીકે આપણે સૌથી વધુ છે.ધર્મ એ જીવન જીવવાની કળા છે. આ બાબત સાચી રીતે સમજાય તો જ માનવ નહીં બીજા જીવો પણ દુઃખી થાય નહીં. ગૌ-ગૌમાતાના વંશજાે જ કેમ ભટકે છે તે વિશે ધર્મને આગળ ધરીને ચિંતન કરવાની જરૂર છે. બાળકોને ખેતીકામમાં જાેતરવા માટે મોંઘવારીનું સ્વરૂપ દેવી રૂપ બન્યું તેમ કહી શકાય.પેટ્રોલ-ડીઝલના ભાવ વધીને રૂા.ર૦૦નહીં રૂા.પ૦૦ થવા જાેઈએ તેમાં રાષ્ટ્રને હિંદુઓનું ભલંુ જ છે.હવે આશા બંધાઈ છે કે ગામડાં નગરોમાંથી ગૌ-ગૌવંશ રખડતું ભટકતું અટકશે ને બીજાની પણ મુશ્કેલી દુર થશે એટલે ટ્રાફિક જાહેર રસ્તામાં વૃદ્ધો, બાળકોને વાહન ચાલકો શીંગડે ભીડાતા કે હડફેેટે આવતા બચશે. તમેય એક હિંદુ તરીકે ઈચ્છો છો કે મોંઘવારી વધી તે સારૂં છે. છેવટે પ્રજા અને અબોલ જીવોના જીવનમાં કયાંક શાંતિ સુખ લાવવાનું માધ્યમ તો બનશે.વસંતી વાયરા વાયાને સખી ફાગણ આયો.દિવાળી તો અઠે કઠે હોળી ધુળેટી તો મ્હારે દેશરે.. રાજસથાની મારવાડીઓ માદરે વતનની વાટ જુદા જુદા પ્રાંતોમાંથી પકડી હોળી ધુળેટીનો ફાગ ખેલવા પહોંચી જઈએ. તહેવારો, ઉત્સવો, ઉજવણીઓનો આનંદ જ માનવીને જીવનની રાહ સરળ બનાવવામાં ઉપયોગી થાય છે.શહેરીકરણ ઔદ્યોગિકરણની આંધળી ગાંડી વિકાસની હરણફાળમાં વૃક્ષો,જંગલો કુદરતી સંપત્તિનંુ નિકંદન નિકળી રહ્યું છે આપણા દેશમાં પણ વિકાસ ઝડપભેર મોટો થઈ રહ્યો છે.ખેતરોના શેઢા જાહેર રોડના વૃક્ષો કાંટાળી વાડ, ફોરલેન, સીકસલેન રોડ બનાવવામાં વૃક્ષો ગાયબ થઈ રહ્યાં છે પરંતુ કોણ બોલે અને સાચું બોલવા જાય તેનું આજે કોણ સાંભળે ? અહીં તો કોઈપણ ભોગે સીમેન્ટ ક્રોંકીટના જંગલોનો વ્યાપ ઝડપભેર વધારીને વિકાસને ગાંડો જ કરવો છે ને ? ગત સપ્તાહે ચીન કે જે આપણો પાડોશી દેશ એ ત્યાં ભયંકર રેતનું તોફાન આવ્યું ને ત્યારે નિષ્ણાંતો બોલ્યા કે આની પાછળ ઝડપભેર વિકાસની ગતિ ગાંડપણ છે. શહેરીકરણ ઉદ્યોગોના કારણે જંગલો, વૃક્ષો, નદીઓ, પહાડોનો સતત નાશ થઈ રહ્યો છે.કોઈ રોકનાર, બોલનાર નથી સરકારી લીઝો ભૂસ્તર, ખાણખનીજ વિભાગ જાહેર કરે પરંતુ અપાય ચાર બાય ચા ની ખોદાય ચાર હજાર બાપ ચાર હજાર લક્ષ્મીજીના પ્રતાપે બધું સરળ અને સલામત ચાલે છે છતાં ચેકીંગ કડક છે હોં કે.. કોઈ ગોલમાલ આ સરકારમાં ના થાય હોં.. ગ્રામ પંચાયતોથી માંડીને સાંસદ સુધી એમ થોડા ચૂંટાય છે ને વાતમાં કંઈક તથ્ય લાગે છે કે લોકો આ લોકસેવકોને ચૂંટીને સેવા કરવા નહીં ખાવા જ મોકલે છે.એ સ્પષ્ટ વાત છે એટલે જ સીમેન્ટ ક્રોકીંટના રોડ કોમ્યુનિટી હોલ કે ગરીબ નિવાસ બધા ધનીકોને જ લાભ કરે છે. દેશના એક રાજયની સરકારે તો નક્કી કર્યું કે બે માળનું મકાન અખને એક કાર હોય તે ‘ગરીબ’ કહેવાય તો અમારા તલાટીઓ તો એક દિવસના લાખ રૂપિયા કમાતા હોય ને સરકારી નોકરીયાત ના હોય તો વાર્ષિક આવક રૂપિયા પાંત્રીસથી પચ્ચીસ હજારનાો દાખલો કાઢી આપે હવે આટલી વાર્ષિક આવકમાં શું થાય એ તલાટી સાહેબને પૂછી તો જાેજાે. વધુ નથી કહેવું નહીંતર સાહેબો ખીજાય ને છેવટે તલાટી સર્વે પુરો તો કરાવવાનો ને ?’
વાચક મીત્રો આવતા મંગળવારે અંક બંધ રહેશે એટલે હોળી ધુળેટીના રંગોત્સવની શુભકામના. નોેવેલ કોરોના કોવિડનો કહેર સતત વધી રહ્યો છે.સાવચેતીમાં જ બચાવ છે. બાકી ધીમી ગતિએ ‘લોકડાઉન’ છે જ વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપજાે..પરીક્ષા લેવાય કે ન લેવાય પણ ભણજાે ખરા હોં કે..અસ્તુ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.