ૐ ત્ર્યંબકમ્‌ યજામહે સુગંધી પૃષ્ટી વર્ધનમ્‌ !

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

માર ડાલા દાયણ મોંઘવારીને આઝાદીના ૭પ વર્ષ પછી પણ પ્રજાએ હૃદયનું રૂદન કરીને ગાવું પડે એ શરમજનક બાબત જ છે.મોંઘવારી, બેરોજગારી, ભુખમરો આવ્યો કયાંથી ? આઝાદીમાં પ્રજાની સુખાકારીમાં વૃદ્ધિ થવાને બદલે યાતનાઓ વધી છે.તેના માટે સરકાર એકલી જ જવાબદાર છે તેવું ના કહી શકાય.કયાંકને કયાંક એટલી પ્રજા જવાબદાર છે એ ભુલવું ના જાેઈએ.સુશાસનના પાંચ વર્ષની ઉજવણીનો આનંદ ઉત્સાહ ભલે તમે ટોળામાં ચીચીયારીયુ પાડીને ઉજવો પરંતુ સાચી વાત એ છે કે સુશાસનની સ્થાપનાના પરીણામો કોણે જોયાં અને એનો હરખ વ્યકત કરી રહ્યા છો.સુશાસનની વ્યાખ્યા તમે શું કરો છો ? કુદરતી સંપત્તિનો આડેધડ નાશ કરીને સીમેન્ટ, ક્રોંકીટના જંગલો ઉભા કરવાને ભ્રષ્ટાચારીઓ, સંગ્રાહખોરો,સટ્ટાખોરોને પ્રોત્સાહન આપવું એ રાષ્ટ્રનો કે કોઈપણ રાજયનો વિકાસ નથી મકાન દશ માળનું હોય ત્યાં કોઈ રહેનાર ન હોય તો કે જે રહે છે ને તેની માવજત ના કરી શકે તો એ મકાન દશ વીસ માળનું હોય તોય શું કામનું ? તમે બહુ શાંત ચિત્તે ચીંતન-મનન કરજાે. અતિ આનંદ આવશે કે ખરેખર આપણે કયાં ભટકી રહ્યા છીએ ?શાસક અને શાસન તો તેના સ્થાને ગડમથલ કરતું રહેશે તેમાં પ્રજા મૌન બનીને કોઈ સંકેત ના આપે તો અનર્થ જ થાય.દેશ-રાજયના શાસનમાં આજે કંઈક આવું જચાલે છે. બીનસંપ્રદાયીક લોકશાહી રાષ્ટ્રનું શાસન ચાલે છે પ્રજાના હૃદયમાં શું ઠોકી બેસાડીને કુશાસન કરો છો. લશ્કરમાં આઈબીજીની રચના સારી વાત છે કે એક સાથે દશ હજાર તાલીમબદ્ધ સશસ્ત્ર સૈનિકો દુશ્મન દેશના સૈનિકો પર તુટી પડશે.જેનાથી ભવિષ્યમાં એકલદોકલ અન્ય દેશ ભારત પર આક્રમણ કરવાનો વિચાર સુધ્ધાં કરશે નહીં.બધું જ સારૂં થઈ રહ્યું છે પરંતુ મધ્યમ વર્ગ બહુ પિસાઈ રહ્યો છે ને તેમાં ધનાઢય લોકો ગરીબ બનીને વધુ ધનાઢય બને છે.આઝાદીના ૭પ વર્ષ બાદ જાે અનામત ચૂંટણીલક્ષી રાખીને વધારો જ કરવો છે તો તમને વિકાસ દેખાય છે કયાં ? આજે અંધભકતો કોઈને કઈ બોલવા જ દેતા નથી.બસ પોતાની કુંડળી રચીને જુઠાણાને જ વેગવંતુ બનાવીને પ્રજા સુશાસનમાં જીવી રહી છે તેવો દેખાડો કરવો છે.નોવેલ કોરોના કોવીડ-૧૯ માં તમામ ક્ષેત્રમાં ઉઘરાણાં થયાં ને કયાં કોણે વાપર્યા ને મળ્યાં તેનું સરવૈયું જ જાેવા મળે નહીં તેનું નામ સુશાસન સરકાર તરફથી યોજનાઓ સારી રજુ થાય છે.ગામડાંથી માંડીને મહાનગર સુધી તેની ગ્રાન્ટ મંજુર થાય પરંતુ છેવટે શું ? ગત રવિવારે આપણે સ્વાતંત્ર્ય દિન પંચોતેરમો ઉજવ્યો.ઝંડા ઉંચા રહે હમારા.. વંદેમાતરમ્‌.. ભારત માતા કી જય.. બહુ હરખભેર ગગનભેદ નાદ સાથે બોલીને અનોખી રાષ્ટ્રભાવના એક દોઢ કલાક માટે બતાવી જ્ઞાની નેતાઓનો પુરૂં રાષ્ટ્રગીત કે વંદેમાતરમ્‌ પંચોતેર વર્ષ પછી પણ આવડતું નથી.એટલે જ પ્રજા આજે પંચોતેર વર્ષ બાદ પણ લોકશાહીના સાચાં ફળ ચાખી શકી નથી.અંગ્રેજાેની ગુલામી તો કંઈક સારી હશે.આજ આ દેશના અંગ્રેજાે રોડ, બેક હવાથી માંડીને બધામાં પ્રજાને ટેક્ષના નામે ગુલામને કેદ જ બનાવી રાખી છે. બનાસકાંઠા-કચ્છ હાઈવે પર પાંચથી છ ટોલનાકા આ ખરેખર લોકશાહી ? ટુ વ્હીલરથી માંડીને તમામ વાહનો ખરીદતી વખતે આજીવન રોડ ટેક્ષભર્યા બાદ જ શો રૂમમાંથી બહાર આવે છે.આ વાત કોઈ નથી જાણતું તેવું નથી પરંતુ બોલનાર કોઈ નથી ને સાંભળનાર તો છે જ નહીં એટલે બધું ચાલ્યા કરે છે. મેટ્રો,બુલેટ ટ્રેનની રમઝટ વચ્ચે અમારા કાંકરેજ ભીલડી વિસ્તારની પ્રજાજનોને સૌરાષ્ટ્રની ત્રણ રંગી લુંટણખોરી એસ.ટી.બસ સેવાએ ૭પ વર્ષ બાદ મળી નથી.વર્ષો પહેલાં જ અછત વચ્ચે એસ.ટી.બસો ચાલતી હતી તે પણ આજે બંધ કરી દીધી.આ પંચોતેર વર્ષનો વિકાસ ગામડાંની પ્રજાની વિકાસની ગ્રાન્ટ કોણ ને કયાં વાપરે છે એ તો ભોળાનાથ જાણે બાકી બધું આઝાદીની ઉજવણી જેવું છે. શ્રાવણમાસના તહેવારો વિવેકાધીન શરૂ થશે.કોણ કયાં ભેગું થાય એ પણ બધાને ખબર છે. બાકી તો જયશ્રીરામ..
યશપાલસિંહ ટી.વાઘેલા (થરા)મો.૯૪ર૮૬૭૮૬૯૯


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.