ના કર, ના કર બાવરા, ના કર વાદવિવાદ ! ખેંચ ખાલ ન વાળની, ચાખ ધર્મનો સ્વાદ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ચૈત્રી નવરાત્ર ચાલી રહ્યા છે.ભારતીય સંસ્કૃતિમાં શક્તિ આરાધના, ઉપાસનાનું આગવું મહત્વ દર્શાવ્યું છે.શક્તિની કૃપા માનવ શરીરમાં હશે ને તો કોઈ જ પ્રકારનું કષ્ટ નહીં આવે.જયારે શક્તિની કૃપા ક્ષીણ બને ત્યારે જ શરીર તમામ પ્રકારના રોગોનો ભોગ બને છે.પૃથ્વીલોકના કેટલાક ભાગોમાં છેલ્લા બે વર્ષથી કપરો કાળ ચાલી રહ્યોછે.નોવેલ કોરોના કોવિડ-૧૯ માં પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે.હરવા ફરવાથી માંડીને પ્રસંગો, ઉત્સવોને શિક્ષણના સંબંધો ભૂલાઈ ગયા છે.દો ગજ કી દૂરી સલામતી છે જરૂરી ચૂંટણીઓમાં માસ્ક વગરના નેતાઓ લાખોની ભીડ ઉભી કરી શકે પણ પતિ-પત્ની એક ગાડીમાં માસ્ક વગર ન જઈ શકે ને જાે પકડાય તો બે હજારનો દંડ થાય.આ લોકશાહી ? લોકશાહીમાં કાયદા બધા માટે સરખા હોય હમણાં એક દેશમાં કોઈ સમારંભમાં દસથી વધુ વ્યક્તિ ભેગા નહીં કરવા તેઓ કડક કાયદો અમલમાં મુકયો ને ત્યાંના વડાપ્રધાનના જન્મદિવસે દશના બદલે તેર જણા ભેગા થયા ને પોલીસે સ્થળ પર પહોંચી રોકડ દંડ ફટકાર્યો આપણે ત્યાં કોઈ સામાન્ય નેતાએ આવું કર્યું હોય તો પોલીસ કંઈ કરી શકે ખરી ? બસ આ ભારતીય લોકશાહીની વ્યાખ્યા જેને ન સમજાય તેને ધન્યવાદ આજે પરિસ્થિતિ કંઈ સમજવામાં ય જુદી છે.આકાઓ જેટલું બોલવાનું કહે એ જ વફાદારો બોલે છે.બાકીની પ્રજાને કયાં બોલવાનો ચાન્સ અપાય છે ? હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાનતા ને વિકાસની તેજગતિ ભારતના ગુજરાત રાજયને એકદમ શ્રેષ્ઠ બનાવી રહી છે.કોઈ આનાકાની નહીં વોર્ડ પ્રમુખ નહીં પેજ પ્રમુખ અને તેમાં પહેલું નામ પ્રમુખ એક પેજમાં જેટલા નામ એ બધા જ પ્રમુખ. સ્વામી વિવેકાનંદજીની જય હો.. ભગવાન શ્રીરામચંદ્રજીની જય હો આજે ચૈત્રી આઠમ છે આવતી કાલે દેશભરમાં રામનવમી બહુ ધીરગંભીરતાથી ઉજવાશે. કારણ કે વાયરસ છે ને કોઈ નેતાઓ ટોળા થઈને ઉજવે તો બોલતા નહીં હોં.. કયાંક અવળા સંડોવાઈ જશો જયશ્રીરામ.. જયશ્રીકૃષ્ણ બોલીને ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણની ભૂમિકા પૃથ્વીલોક પર અનેક વિસ્તારમાં જાેવા મળે છે.ઈશ્વરીય અવતાર ભારતમાં સૌથી વધુ થયા છે અને એટલે જ આ દેશ સુસંસ્કૃતિનો દેશ કહેવાય છે.માનવી સંસ્કૃતિની વ્યાખ્યા ભુલીને જયારે બીજા રસ્તે ચાલે છે ત્યારે ઘણું ભોગવવું પડે છે.દેશભરમાં નોવેલ કોરોના કોવીડ-૧૯ વાયરલ હાહાકાર મચાવી રહ્યો છે.જન્મ અને મૃત્યુ પૃથ્વીલોક પરથી અકળ ઘટના છે પણ જયારે મૃત્યુનો આતંક કોઈ સ્વજન અચાનક આવી સ્થિતિમાં ગુમાવવાનો વારો આવે ત્યારે એ આઘાનતને કોઈ શબ્દોમાં વર્ણવી શકાય નહીં.જેને વિત્યું હોય એ જ જાણે ધર્મગ્રંથો, મહંતો અને પ્રકારની વાતો કરી પરંતુ એ બધું ત્યાં સુધી જ સાચંુ લાગે જયાં સુધી કથા ગ્રંથ અને મહંતના મુખે હોય પરંતુ જન્મ પછીની ઘટના આકસ્મિક મૃત્યુ કોઈપણને હચમચાવી નાખે છે.મેં આ કોરોનાના કાળમાં નાનો ભાઈ ગુમાવ્યો ખરેખર જે વસ્તુ સ્થિતિને સ્વીકારવી પડે એ રીતે બધું જ ધર્મગ્રંથો, મહંતોના વાકય પ્રમાણે બરોબર છે પરંતુ જયારે વાસ્તવિકતા સ્વીકારવી ઘણી કઠીન જ છે.આ ચૈત્રી આઠમ, રામનવમીની શુભકામના. સોશિયલ ડીસ્ટન્સ, સેનેટાઈઝીંગ, માસ્ક બહુ જરૂરી છે.જીવનમાં સદા ખુશ રહો, બીજાને ખુશ રાખવા પ્રયત્ન કરો..બસ અસ્તુ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.