નમામી શમીશાન નિર્વાણરૂપં વિભુ વ્યાપકં બ્રહ્મવેદ સ્વરૂપં ! નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશ માકાશવાસં અહમ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત 176

સૌના હૃદય મનમાં એક જ પ્રશ્ન હચમચાવી રહ્યો છે કે ભણ્યા વગરના શિક્ષણનું થશે શું ? વર્તમાન ભયાનક વાયરસની કટોકટી અને શિક્ષણ વચ્ચે મહાયુદ્ધ ચાલતું હોય તેવું નોવેલ કોરોના કોવીડ-૧૯ માં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.ધો.૧૦ એસ.એસ.સી.નું પરીણામ જાહેર થયા બાદ ગત શનિવારે ધો.૧ર એચ.એસ.સી.સામાન્ય પ્રવાહનું પરિણામ બંને પોતાનું વર્ચસ્વ અડીખમ રાખી શકે છે તે કોરોનાએ જ શિખવાડયું.ધો.૧ થી ૧ર સુધી સળંગ માસ પ્રમોશન ભુલકાંએ વર્ગખંડ કે શાળા જાેઈ નથી કયાંય હિબકાં ભરતાં કે ધુળમાં ધીંગામસ્તી કરીને સમય પસાર કરતાં ઠોઠ નિશાળીયાં દેખાણાં નથી છતાં ‘શિક્ષણ’ તો ચાલુ જ છે કોણ કેટલું લે અને આપે છે એ તો અભ્યાસુ શિક્ષણ જગત જ જાણે છે. ગુજરાતમાં ઠોઠ નિશાળીયાઓની સંખ્યા આમેય વધારે હતી ને તેથી અમારા એક નેતા તો શાળામાં જઈને જાહેરમાં કહેતા કે ભણશો ગણશો તો ડૉકટર-કલેકરને માસ્તર બનશો પરંતુ નહીં ભણો તો અમારા જેવા નેતા જરૂર થશો.આજે દેશમાં વતનપ્રેમ ને ભારત માતા કી જાેરશોરની હોદ્દો મેળવવાની પુકાર ‘જય’ જાેતાં એવું લાગે છે કે શિક્ષણની મુક્તિ વચ્ચે નેતાઓની મોટી ફોજ ઉભી ચોક્કસ થશે જેમાં કોઈ અતિશયોક્તિ નથી અને જે નેતા બોલે એ બિચારો સાચા હૃદયથી બોલ્યો હોય અને પોતાના વર્ષોના અનુભવનો નિચોડ પણ હોઈ શકે.સારૂં કહેવામાં ય કંઈ નુકશાન તો થાય અત્યારે કળીયુગ છે તો સત્ય અને સારૂં બહુ ના ચાલે છે.જીવનદર્શન અને સંવેદના પ્રગટાવવામાંય રેસ લાગવી જાેઈએ બાકી તો અત્યારે મોટા મહેલવાળાઓને ઘરની ઘર યોજનામાં લાભ મળે અને ઘરવિહોણા લોકો બિચારા ચોમાસામાં કયાંક બે ચાર બાવળ,લીમડાના લાંબા ડાળાની લાકડીઓને પ્લાસ્ટીકનું મેણીયું ઢાંકીને ચોમાસાની મેઘલી રાત પસાર કરી નાખે છે.આ સત્ય હકીકત છે તમારી આજુબાજુમાં ઘણા ધનાઢય બીપીએલ અંત્યોદય રેશનકાર્ડ રાખી સરકારની ઘણી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે અને આવા ધનાઢયોના ‘ગરીબ’ સરકારી દફતરે વર્ષો સુધી રહેવાના એટલે જ સાચા ગરીબો કરતાં મધ્યમ વર્ગનો બધી રીતે ખુડદો બોલી રહ્યો છે કે જે ના કોઈને કંઈ કહી શકે કે સહન કરી શકે ને છેવટે પાગલ બનીને ભમે કયાં નહેરમાં જઈને પડે તેના સિવાય બિચારો કરે પણ શું ? દરેક સમાજમાં વોટબેંકની તાલાવેલી જ લાગી છે. રાજકારણીઓએ એવી વ્યૂહરચના ઘડેલી છે જેમાં તડાં જ હોય ને એ તડાંની આગમાં પોતાની ખીચડી સરળતાથી પકવી લે.ગત શનિવારે એચ.એસ.સી.નું પરિણામ જાહેર થયું.સાથે કોલેજાેમાં સળવળતો સવાલ થશે કે પ્રવેશ સેલ્ફ ફાયનાન્સમાં જ આપવો.તગડી ફી મોંઘવારીના માર વચ્ચે ખરેખર લોકોને હચમચાવી રહી છે પણ રાષ્ટ્રપ્રેમની એવી આંધળી પટ્ટી પહેરાવી દીધી છે કે કોઈ માઈનો લાલ બોલી શકે તેમ નથી. પુસ્તક વિમોચન કરતાં પોતાની આત્મકલા સંતોષવાની હોડ તમે જાેઈ હશે.બસ આવાં ટોળાં કરીને બધાંને લીડરતાની ગાડીમાં ઝડપથી બેસી જવું છે.સિંહપુરૂષ પુસ્તકનું વિમોચન થતાં નરી આંખે જાેયું જેમાં ઠોઠ નિશાળીયા નેતાઓ અને તેમના હજુરીયાઓ ઉંચા સ્ટેજ પર ચડીને બેઠા જયારે એ પુસ્તક લખનાર લેખક છેલ્લી ખુરશીએ બેસીને પોતાના પુસ્તકની વિમોચન વિધિ મહાન રાજકારણીઓના હસ્તે થઈ રહી છે તે જાેઈને આનંદવિભોર થતો હતો.આ સત્ય હકીકત છે આજની ચિંતન રત્નકણીકાની મહાન પંક્તિના કેટલાક કડવા શબ્દો સાહિત્યકારો, શિક્ષણપ્રેમીઓને સમજાય તો જ સારૂં બાકી ધન્યવાદ તમારી કોઈ નોંધ સુદ્ધાં લેતું નથી. વાચક મિત્રો બોર્ડની પરીક્ષાઓના પરિણામો જાહેર થઈ ચૂકયાં.ભય,ટોળા વચ્ચે શિક્ષણ સેલ્ફફાયનાન્સમાં તગડી ફી સાથે શરૂ થયાં.ને સરકારી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા, કોલેજાેમાં જઈને જુઓ તો ખરા ? બસ વધુ કંઈ કહેવું નથી સાચી વાનત આપ સૌ પણ જાણી અનુભવી રહ્યા છે પરંતુ કોઈને કોઈ કંપનીનું તાળું લાગેલું છે.એટલે જ હોઠ હલતા નથી.ને હૃદય મનનો બળાપો બહાર નથી નીકળતો.ચિંતન રત્નકણીકા હળવા મનનાં કરવા માટે તો છે જ ને ? ભગવાન ભોળાનાથ સૌનું કલ્યાણ કરે ૐ નમઃ શિવાય ના નાદ સાથે આવતા સોમવારથી શ્રાવણ માસની શિવ ઉપાસના-આરાધના શરૂ થશે.કોણ કયાંને કેવો અભિષેક કરશે એ તો પરમાત્મા પરમકૃપાળુ શિવ જ જાણે. અસ્તુ..
યશપાલસિંહ ટી.વાઘેલા (થરા)મો.૯૪ર૮૬૭૮૬૯૯


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.