મનમાં મૈત્રી કરૂણ રસ, વાણી અમૃત ઘોળ ! મુખ પર માસ્ક, હાથ સાફ, સામાજીક એ જ વચન પાળ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત 260

વૈશ્વિક મહામારી કોરોના કોવિડ-૧૯ હાહાકાર મચાવી રહ્યો છે.ભારતમાં પગપેસારો થયા પછી સરકાર અચાનક સફાળી જાગીને ગત બાવીસમી માર્ચે એક દિવસનો જનતા કરફયુને સાંજે થાળી, તાળી વગાડીને દિવસભરની મહેનત પર પાણી ફેરવી નાખ્યું ને તે બાદ તો ચોવીસમી માર્ચ ર૦ર૦ થી ભારત લોકડાઉનનો ઘટનાક્રમ શરૂ થયો તે પ૪ દિવસના ત્રણ તબક્કાના લોકડાઉનમાં તો સરકાર સમક્ષ અનેક પ્રશ્નો ઉભા થયા ને કોરોના કેસો બીજી તરફ બેફામ વધતા રહ્યા. પરપ્રાંતિય મજુરોને તેમના વતન મોકલવા અને વિદેશમાં રહેલા ભારતીયોને પાછા લાવવા એ બધામાં કેવી સ્થિતિ કયાં સર્જાઈ એ બાબતથી લોકડાઉનમાં કેદને બહાર બેફામ ફરતા લોકોએ જાયું પણ સાચો સુર તો મધ્યમ વર્ગના રસોડામાં કે હાંફળા ફાંફળા વતનના માર્ગે ભાગતા મજુરોના પગના તળીયામાં જુદેખાતા હતા. બાકી તો બધું શું હતું ને શું થશે એ તો આરોગ્યના માંધાતાઓ સમજી નથી શકયા તો આપણે શું સમજવાના ? કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવેલો. ચીન, ઈટલી, જર્મની, સ્પેન, અમેરીકા જેવા દેશો ઘુંટણીયે પડી ગયા જેમાં ભારત અડીખમ યોદ્ધા જેવો દેશ સાબિત થયો. હવે ચોથા લોકડાઉનમાં એકત્રીસમી સુધી લોકડાઉન જાહેર તો કરી દીધું પણ છુટછાટ લોકડાઉનમાં આપ્યા સિવાય છુટકો નહોતો ને જેવી છુટછાટ આપી એટલે તો પછી આપણા કાયદા જેવું પેટા કાયદા જ કાયદા લોકડાઉનમાં લોકો બજારમાં ઉમટી પડયા કે જે પહેલાં સામાન્ય બજારમાં જાવા નહોતા મળતા ને જેને પુછો એ એક જ વાત કરે બે મહીનાથી તો ઘરમાં જ હતા. કોરોના કોવીડ-૧૯ વાયરસે તો બંધાણીઓની પણ પરીક્ષા એવી લીધી કે સેવાભાવી લોકો પણ ગરીબોને ખવડાવવાના બહાને બંધાણીઓને ખવડાવવાનું સાથે લેતા જતા તેમને તો ખાખી વર્ધી પણ કયાંથી રોકી શકે ? કારણ છેવટે તો બિચારા આ સેવાભાવી કહેવાતા આપણા લોકસેવકો જેવી બંધાણીઓની સેવા જ કરતા હતા ને સેવા એટલે સેવા એમાં બીજા કોઈ વિરોધ ના હોય. અહીં રોગચાળામાં રાજકીય કિન્નાખોરી જારદાર જાવા મળી તેવો પ્રજાના હૃદયમાં ઉભરો હતો પણ અત્યારે તો પ્રજાબિચારીએ કયાં કંઈ બોલી શકે છે ? નિર્દોષ રસ્તે ચાલતા જતા લોકો પોલીસ દાદાઓના દંડે બહુ કુટાણા આ લોકશાહીમાં હો પરંતુ સામે કોરોનાથી બચવું પણ જરૂરી હતું.આ કોરોના વાયરસે લોકડાઉનમાં ઘણા બોધપાઠ શીખવ્યા છે અભણને ભણેલા કર્યાને ભણેલાને અંગુઠા છાપ બની ગયા એ વાત ફકત સાચું ચિંતન કરે તેને જ સમજાય બાકી તો ભાગવત ને મહાભારત તો ખુબ વાંચી પણ કંઈ સાર ઉતર્યો નથી. જીવનની સૌથી મોટી રામાયણ જ આ છે. વિચારો ઉમદા પણ કાર્ય નિમ્ન કક્ષાનું અને મિત્રો એવુંકહેવાય છે કે કળીયુગમાં તો આવું રહેવાનું. આજે કોરોના વાયરસમાં ડાકટરો, આરોગ્યસ્ટાફ, પોલીસ, પત્રકારો કરતાંય પ્રમાણપત્રોને જશ તો ખોટા રખડતા માણસો જ લઈ ગયા.બહુ અફસોસ કરવાનો જ નહીં. વિશ્વભરમાં આ વાયરસ સંક્રમણ વધારી રહ્યો છે. લોકડાઉન પાછળનો મુખ્ય હેતુ જ એ હતો કે સંક્રમણ અટકે.અચાનક ચોથા તબક્કામાં લોકડાઉનના બધા જ નિયમો તૂટી ગયા ને લોકોના ટોળે ટોળા થઈ ગયા જેની પાછળ અનેક કારણો હશે પણ કોરોના ગાયબ નથી થઈ ગયો એ સૌ કોઈએ વિચારવું જાઈએ.સંક્રમણ વધ્યું તો દેશની પરીÂસ્થતિ ગંભીર બનશે ને જે બે મહીના કેદમાં રહ્યા એના પર પાણી ફરી વળશે.ઘરમાં જ રહો જરૂર સિવાય બહાર ન નીકળો.ફકત કાગળ પર લખવાની કે ફેસબુક,વોટસઅપ,ટવીટર જેવા માધ્યમોમાં ભપકા કરવાથી કંઈ નહીં થાય.
‘હું પણ કોરોના વોરીયર’ આ યોદ્ધા ઘરમાં રહીને બની શકાશે કે જે બીજાને દ્રષ્ટાંત રૂપ બની સંક્રમણ અટકાવવામાં ઉપયોગી બનો પણ આજે વડાપ્રધાન કે મુખ્યમંત્રી બન્યા એટલે હું કોરોના વોરીયર બની ગયો ના આ બધા ‘ઘેટાં જ’ સંક્રમણ વધારવાના માધ્યમો બનવાના રહ્યા છીએ. ત્યારે કોરોના વાયરસ સામે આપણે અડીખમ હાથ ધોવા માસ્ક પહેરવું, સેનીટાઈઝીંગ, સોશીયલ ડીસ્ટસીંગનું ચુસ્ત પાલન કરીએ બાકી તો આપણા લોકસેવકોને બીજું બધું તો જયશ્રી…અસ્તુ.. ભારત માતા કી જય..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.