જીવનમાં આવ્યા કરે,તાઉતે અને યાસ ! ચિત્ત વિચલીત ન થાય તો સદા સાચું કલ્યાણ!!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત 244

નોવેલ કોરોના કોવિડ-૧૯ એ વિશ્વના ઘણા દેશમાં અંધાધુંધી મચાવી દીધી છે.ભારત એટલે આપણા દેશમાં પણ આઈસીયુ ઓક્સિજન રેડમીસ્વીર અને ઘણા નામો પ્રસિદ્ધ કરીને મૃત્યુઆંક કયાંય આંબ્યા છે પણ સરકારી ચોપડે દ્રષ્ટીપાત કરો તો આ આંટીઘુંટીની ખબર જ ના પડે એ બધું પેજ પ્રમુખોને સંગઠનની સમજણ થકી જ ઉધર ઈધર થાય બાકી તો જયશ્રીરામ તાઉતે વાવાઝોડું શાંત થયું ન થયું ત્યાં ‘યાસ’ નો પૂર્વઉત્તર ખૂણામાં આતંક શરૂ થયો.લગભગ આજકાલમાં આજુબાજુમાં શાંત થઈ જશે પરંતુ અસર જે રાજય વિસ્તારમાં થશે ત્યાં સહાય કયાંને કયાં ચુકવાશે એ તો ચુકવનાર અને લેનાર સિવાય કોઈ જાણતું નથી.આ સત્ય હકીકતનો સ્વીકાર કોણ કરી શકે ? કેન્દ્ર-રાજય સરકાર વિસ્તાર લોકોના વિકાસ માટે અનેક પ્રકારની ગ્રાન્ટ લોકો પાસેથી તગડા ટેકસ વસુલ કરીને આપે છે પરંતુ વચેટીયાઓ તેને યેનકેન પ્રકારે હડપ કરી રહ્યા છે.નોવેલ કોરોના કોવિડ-૧૯ ની બીજી લહેરમાં લોકો ઓક્સિજન બેડ માટે સર્વત્ર રખડયા ને હવે લાખો રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટો અને ઘણું બધું રજુ થઈ રહ્યું છે. છેવટે ઘોડા છુટયા પછી તબેલાને તાળાં જેવી હાલત છે. આજે રાજયની ગ્રામ પંચાયતોની વાત કરીએ તો રાજય સરકાર કેટલા પ્રકારની ગ્રાન્ટ ચૂકવે છે પણ મહીલા સશક્તિકરણને બીજી ખેંચાખંેચ બધું કોણ ને ? તેના હીતાર્થે વાપરે છે એ જે તે ગ્રામ પંચાયતની પ્રજા જાણે છે પણ તેમની પિપુડી સાંભળે કોણ ? સરકાર સુધી સાચી વાત પહોંચતી જ નથી અથવા તો સરકારમાં મુખ્ય જેનું ચલણ હોય તેના ઈશારે કાર્યકરો સદ્ધર થાય તેવા પ્રયાસ હશે કે શું એ બધામાં ગડમથલ જ છે એટલે યે પબ્લિક હૈ સબ જાનતી હૈ ! લોકશાહી, આઝાદી કયાં એક પ્રશ્ન બધાના મનમાં છે.હમણાં આવ્યું કે કેરળના મંત્રીમંડળમાં મોટા ભાગના મંત્રીઓ ક્રીમીનલ ઈતિહાસ ધરાવે છે.અલ્યા ભાઈ ગામડામાં હવે સરપંચ કે વોર્ડના સભ્ય થવું હોય તોય આવું સશક્તિકરણ હોવું જાેઈએ તે નક્કી છે.સાથોસાથ પેટી,ખોખાં વાપરવા પડે ને ચૂંટાયા પછી એ બધા ભેગા તો કરવાના ને આઝાદી પછીની લોકશાહી શાસન વ્યવસ્થા આવી કઠણાઈ તરફ ધકેલાઈ જશે એવું કોઈએ વિચાર્યું નહીં હોય.ખેડૂત આંદોલન ચાલુ જ છે તેની કયાંય ચર્ચા સુદ્ધાં નથી કારણ કે ભારત એ બિનસાંપ્રદાયિક કૃષિપ્રધાન લોકશાહી રાષ્ટ્ર છે. જયાં ખેડૂતો માટે ઘણું બધું બોલાય છે,ખર્ચાય છે પરંતુ છેવટે ખેડૂતો એટલે સાચા ખેડૂતો સુધી શું પહોંચે છે તે ખેડૂતના છાપરા કુબામાં જઈને જાેઈએ તો જ ખબર પડે. બાકી આજે મોટી સહાય લેનાર કેવા અને કોણ ખેડૂતો છે એની ‘રામરાજય’ આવે તોય તપાસ ન થાય તેટલી મજબુત સંગઠનની ગાંઠ વળાઈ ચૂકી છે.આજકાલ ડીસા પાલનપુરની બજારથી માંડીને ગામડા-નગરોના જાહેર રસ્તા પર શક્કરટેટી અને તરબુચ સસ્તા મળી રહ્યાં છે. બીજી તરફ પેટ્રોલ,ડીઝલ તો સરકારની રહેમ નજર તળે કેટલે પહોંચશે એ કહેવું મુશ્કેલ છે.સોના ચાંદીને બીજી ધાતુમાં ભડકો જ છે.શિક્ષણનું સટરપટર ચાલે છે આવનારી પેઢી ફકત ‘મોબાઈલ શિક્ષણ પેઢી’ બહાર આવશે કે જેને લખતાં વાંચતાં આવડતું જ નહીં હોય છતાં એન્જીનીયરને બીજા હોદાઓ પર શાસનકર્તા હશે આ સત્ય હકીકત છે જેનો સ્વીકાર કરવા કોઈ તૈયાર નહીં થાય.રોગચાળો વિકરાળ સ્વરૂપે છે એ હકીકતનો અસ્વીકાર ન કરાય પરંતુ શિક્ષણ વગરની આવનારી પેઢી કેવી સંસ્કારી થશે એ તો ભગવાન,ઈશ્વર, પરવર દિગાર જ જાણે.વાચક મિત્રો ખાસ વાવાઝોડું જ્યાં ટકરાવું હશે ત્યાં ટકરાઈ ચૂકયું હશે.રાહતના પેકેજાે માટે મોટાં માથાં તલપાપડ હશે.આપણે ય વડાપ્રધાન તાઉતે વાવાઝોડા પછી આકાશમાં ચક્કર મારીને એક હજાર કરોડ મંજુર કરી ગયા છે.કયાં કોને શું મળે છે ? એતો લેનાર-આપનારને વચેટીયાઓને લોનદલાલો કયાંક આઠ દશ લાખની ગાડી લઈ આપે પછી નાનાને લોન ભરવા કડક પોલીસ સાથે ઉઘરાણી થવાની જ છે.જયશ્રીરામ અસ્તુ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.