અહંકાર મમકારની તૂટે બધી દિવાલ ! ઉમટે મનમાં પ્રેમની, ધર્મ ગંગાની ધાર !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત 25

કુદરતી મહામારી કે માનવસર્જીત કેટલાક દેશોમાં છેલ્લા બે વર્ષથી નોવેલ કોરોના કોવિડ-૧૯ હાહાકાર મચાવી રહ્યો છે.ભારતમાં એપ્રિલ-ર૦ર૧ નો તબક્કો કેટલા પ્રાંત માટે ભયંકર છે ? આપણા ગુજરાતના ામડા સુધી પરીસ્થિતિ વિકટ સ્વરૂપ ધારણ કર્યું છે.ગત સાલ થોડું હતું ને લાંબુ લોકડાઉન કર્યું હતું આજે વધ્યું હોવા છતાં લોકડાઉનથી નેતાઓ ભડકી રહ્યા છે તેની પાછળ શું રહસ્ય હશે એ તો નેતાઓ સચિવોની કુશાગ્ર બુધ્ધિ જ વધુ જાણથી હોય પણ આમ પ્રજા ખરેખર આજે ચારે બાજુથી રીબાઈ રહી છે.સાચી પરીસ્થિતિની સમીક્ષા કરવાવાળું કોઈ નથી.ગુજરાતના મુખ્યમંત્રીએ હમણાં હમણાં ગત બુધવારે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો. હજી ઘણા નેતાઓ, સચીવો બાકી જ છે. પ્રજા રસીકરણમાં જાેડાઈ રહી છે. ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વરીય અવતારનો માસ ચૈત્ર ચાલી રહ્યો છે.ભગવાન શ્રીરામચંદ્રજી મર્યાદા પુરૂષોત્તમ રામની જન્મજયંતિ ગત સપ્તાહે ઉજવી.ભગવાન મહાવીર સ્વામી જન્મજયંતિ, હનુમાનજી મહારાજની જન્મજયંતિ પણ બહુ મર્યાદામાં રહીને ઉજવણી થશે.ધર્મ એ જીવન જીવવાની ઉમદા કળા છે.માનવને તેના કર્મો વિવેક બુધ્ધિ અને અન્ય જીવને લેશ માત્ર નુકશાન ન થાય તે રીતે કરતાં કરતાં જીવનની એક એક ક્ષણ વ્યતીત કરવાની સલાહ આપે છે. આજે ધર્મગુરૂઓની ભૂમિકામાં કયાંક ઉણપ છે તેની પાછળ પણ છેવટે તો જવાબદાર માનવ જ છે. ધર્મની ત્રણ મંજીલો છે પરિમતિ, પરિયતિ,પરીવેધ, પરિમતિ એટલે ધર્મના શાસ્ત્રીય જ્ઞાનની નિપુણતા, પરિયતિ એટલે ધર્મપંથનું સ્વયં પ્રતિપાદન.પરિવેધ એટલે માર્ગનું અનુશીલન કરતાં કરતાં બધાં વિઘ્ન બાધાઓનું ભેદન કરી ધર્મના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરી લેવું.ધર્મનું પરિયતિ અંગ નિરર્થક નથી પરંતુ તે સાર્થકપણું ત્યારે જ થાય છે જયારે તેનાથી આગળ પ્રતિ પ્રતિ અને પ્રતિબંધનનો પ્રયોગ કરી લેવામાં આવે.
ધર્મ કેવળ શાસ્ત્રીય જ્ઞાનમાં નથી આચરણમાં છે. ધર્મ સૈદ્ધાંતિક માન્યતામાં નથી.સિદ્ધાંતોનું જીવન જીવવામાં છે ધર્મ એ આચરણમાં ઉતરે તો જયારે પુર્ણ થાય છે સમ્યક્‌ થાય છે અન્યથા મિથ્યા જ રહે છે. ચાહે તો તેને બૌદ્ધ,જૈન,ખ્રિસ્તી, હિંદુ, મુસ્લિમ, યહુદી પારસી કહીએ,શીખ કે પછી બીજું કંઈક સંસારમાં સીમા જેટલી સંકુચિત છે વિષમતા તેટલી જ તીવ્ર છે.સામ્યનો તેટલો જ અભાવ છે સામ્યના અભાવને કારણે જ જે ‘હું’ છું જે ‘મારૂં’ છે તેના હીત સુખ માટે તેની સુરક્ષા માટે જે હું નથી જે મારૂં નથી તેની હાનિ કરવામાં આવે છે.જ્યાં સુધી આવું છે ત્યાં સુધી જીવન પાપથી ભર્યું રહે છે જે હું મારૂં છે તેમના માટે એક કણ પણ મેળવી શકતો હોય તો જે ‘હું મારૂં નથી’ તેમનો એક મણ માટીમાં ભેળવી દેતાં અચકાતો નથી.હું મારા માટે કોઈ દુર્બળના મુખથી કોળીયો ઝુંટવી લેતાં પણ અચકાતો નથી.હું મારાની અંધતામાં જઘન્યથી જઘન્ય પાપકર્મ પણ અનુચિત નથી લાગતું.
વિષમતા હું મારાની અહં મમં ભાવની જનની છે.અહં મમં ભાવ વિષમતાનો પોષાક છે. અહંમ-મમં ભાવને કારણે જ આપણે તીવ્ર લોભથી વશીભુત થઈને સંગ્રહ, પરિગ્રહ કરીએ છીએ અને અનેકોને અભાવગ્રસ્ત કરી વશીભૂત થઈને ઉંચો વર્ણ, ઉંચુ કુળ, ઉચ્ચ જાતનો નશો માથા પર ચઢાવીએ છીએ અને સમાજમાં ઉંચ-નીચના ભેદભાવ પેદા કરી સામાજીક સમતાની હત્યા કરીએ છીએ.સત્તાના મદમાં મદહોશ થઈને નિર્બળ અને ભોળા લોકોનું દમન અને શોષણ કરીએ છીએ અને સામાજીક સમતાની હત્યા કરીએ છીએ.આ પ્રકારે આર્વિહક,સામાજીક રાજનૈતિક વગેરે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં પોતાના અહમનું શોષણ કરતાં વૈષજય, વિષમતા પેદા કરીએ છીએ.
વાચક મિત્રો આજે ચૈત્ર સુદ પુનમ ચૈત્રી પુનમ હનુમાન જયંતિનો પવિત્ર દિવસ છે.હનુમાનજી મંદિરમાં પણ કોરોના સંક્રમણ ન થાય તે માટે લગભગ બધા કાર્યક્રમો મોકુફ રાખ્યા છે.પ્રજા આરતીને થાળ પ્રસાદ થશે.આપણે પણ સૌ સૌના ગૃહે જ તહેવારોની ઉજવણી કરી જાગૃતિમાં સહભાગી બનીએ. ચૈત્ર માસના પંદર દિવસ પૂરા થયા કાળઝાળ ગરમી ચરમ સીમાએ છે.રોગચાળાની ગતિ તેજ છે ત્યારે મહાબલી હનુમાનજી મહારાજ ચમત્કાર બતાવી કોરોના મહામારીનો નાશ કરે તેવી પ્રાર્થના સહ અસ્તુ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.