સૌમ્યશીલ,સૌજન્યશીલ,ચારિર્ત્યશીલ,પ્રમાણિક વ્યકિતત્વના માધ્યમથી પ્રેરણાદાયી જીંદગી જીવી અલવિદા થયેલ ડીસાના વંદનીય રઘુવંશી અગ્રણી રમેશભાઈ ઉમિયાશંકરભાઈ અખાણી/ઠકકર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

હળાહળકળિયુગમાં પણ સોનાની શુધ્ધ લગડી જેવો સો ટકા સાચો, સમજુ, સારો, સેવાભાવી, પરગજુ, ઉદાર, હિતકારી માણસ જોવા મળે તો ખરેખર એ કુદરતની મોટી કૃપા કે આર્શ્ચર્યજનક અજાયબી જ કહી શકાય. આ પૃથ્વી ઉપર ખોટા અને ખરાબ માણસો કરતાંય સાચા તેમજ સારા માણસો ઘણા છે પણ સ્વાર્થી જગતમાં તેમને ઓળખવાનું કામ અતિ મુશ્કેલ છે. પરમ વંદનીય પિતા ઉમિયાશંકરભાઈ હરગોવનદાસ અખાણી/ઠકકર તેમજ આદરણીય માતુશ્રી સુભદ્રાબેનના પરિવારમાં તારીખ ૩-૧-૧૯૫૦ ના રોજ મોસાળ ગામ શિહોરી (તાલુકોઃકાંકરેજ, જિલ્લોઃબનાસકાંઠા) ખાતે જન્મેલા દિયોદર/ડીસાના વતની એવા રમેશભાઈ અખાણી એક વિરલ વ્યક્તિત્વના મહા માલિક હતા. તેઓ સૌમ્યશિલ, સૌજન્યશીલ, સજ્જનતાશીલ,ચારિર્ત્યશીલ,ઉદાર,પ્રમાણિક,સેવાભાવી અને પરગજુ હતા.જેના મૃત્યુ પછી આપણને અતિશય દુખ કે આઘાત લાગે ત્યારે સમજવું કે આ પૃથ્વી ઉપરથી એક ઓલિયા-સંત જેવા મહા માનવ વ્યક્તિએ વિદાય લીધી છે. આ પૃથ્વી ઉપર હજારો માણસોને મળવાનું થાય છે પણ રમેશભાઈ અખાણી જેવો મહામાનવ આજ સુધી જોયો નથી કે મળ્યો નથી.
પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ડીસા ખાતે જ પૂર્ણ કરી તેમણે પાલનપુરની બનાસકાંઠા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાંથી બી.એસ.સી. કર્યું હતું.૧૯૭૦ માં તેઓ દેના બેન્કમાં સર્વિસમાં જોડાયા હતા અને ૧૯૯૯ માં ડીસા ખાતેથી સ્વૈચ્છિક નિવૃતી લીધી હતી. ઈમાનદારી, સચ્ચાઈ, પ્રમાણિકતા જેવા અદભૂત સદગુણોને લીધે ડીસાના રઘુવંશી લોહાણા સમાજ, સનાતન હિંદુ સમાજ, સમગ્ર માનવ સમાજ તેમજ જમીન બજારમાં તેમનું મૂઠી ઉંચેરૂ નામ હતું. પૂજ્ય પિતાશ્રી ઉમિયાશંકરભાઈ અને પૂજ્ય માતુશ્રી સુભદ્રાબેનનું નિવાસસ્થાન નિરાધાર તેમજ અનેક જરૂરિયાતમંદો માટે ભગવાનના મંદિરની જેમ એક આશરાનું ધામ હતું. અનેક રઘુવંશીઓને તેમના માધ્યમથી જ ભૂતકાળમાં રોટલો, ઓટલો અને રોજગારી મળેલ છે.૧૯૬૦ થી ૧૯૮૫ ના ગાળામાં ડીસા ખાતે રઘુવંશી દેશી લોહાણા સમાજનાં પરિવારો આંગળીના વેઢે ગણાય તેટલાં જ હતાં. પારકર, વાગડ, મારવાડી, કચ્છી, થરી, સિંધી લોહાણા પરિવારો પણ અલ્પ સંખ્યામાં જ હતાં. ઈર્શ્વરલાલ શીવરામભાઈ ઠકકર, શાંતિલાલ ગંગારામભાઈ ઠકકર, વસંતભાઈ વકીલ, બચુભાઇ વકીલ, જમનાલાલ કાનાબાર, અમૃતલાલ આચાર્ય, બી. એચ. હાલાણી જેવા કેટલાક વડીલો પૂજ્ય ઉમિયાશંકરભાઈની સલાહ તેમજ માર્ગદર્શન મુજબ નાનીમોટી સમાજ સેવા કરતા હતા. ડીસામાં વઢિયાર કે વાગડ પંથકમાંથી લોહાણા સમાજનો કોઈ વ્યકિત ધંધા કે નોકરી માટે આવે અને ઓળખાણની જરૂર પડે તો ઉમિયાશંકરભાઈની ડીસાની બજારમાં તેમજ તમામ સમાજમાં ઓળખાણ ચાલતી અને તેઓ તમામ રઘુવંશી લોહાણાઓના સાક્ષી બનતા. ડીસાના સમસ્ત સનાતન હિંદુ સમાજમાં ઉમિયાશંકરભાઈની એક આગવી છાપ હતી.
ખૂબ જ હસમુખા, આનંદી, ઉદાર, પરગજુ એવા પૂજ્ય ઉમિયાશંકરભાઈના પરિવારમાં રમેશભાઈ અખાણી, અરવિંદભાઈ અખાણી, વિજયભાઈ અખાણી એમ ત્રણ મહામાનવ જેવા દેવના દીધેલ દીકરાઓ તેમજ રંજનબેન, બીનાબેન એમ ખૂબ જ લાગણીશીલ એવી બે દીકરીઓ સહિત પાંચ ભાઈબહેનોનું અતિ રૂડું પરિવાર કહી શકાય. પૂજ્ય ઉમિયાશંકરભાઈ તેમજ વંદનીય સુભદ્રાબેને સીંચેલા સંસ્કાર, ધાર્મિક વાતાવરણ અને ઉચ્ચ કક્ષાના સદગુણોને લીધે પાંચેય ભાઈબહેનોમાં સેવા, ઉદારતા, પરોપકારના સંસ્કારો જન્મથી જ છલોછલ ભરેલા છે એમ કહી શકાય. આ પરિવારની ત્રણેય પુત્રવધુઓ કમળાબેન, કપીલાબેન, સંધ્યાબેન તેમજ જમાઈઓ પ્રહલાદભાઈ, હિંમતલાલ સહિત સૌ પણ દૂધમાં સાકર ભળે તે રીતે આ પરિવાર સાથે ભળી ગયા અને પરિવારની મ્હેંક અને મીઠાશ વધે તેવા જ સંનિષ્ઠ પ્રયત્નો કર્યા.
નખશીખ ખૂબ જ સજ્જન એવા રમેશભાઈ અખાણી ડીસાના સનાતન હિંદુ સમાજ સહિત સૌ સાથે હળીમળીને રહેતા હતા.ડીસા નગરમાં દેશી, વાગડ, પારકર, મારવાડી, થરી, સિંધી, કચ્છી, કાઠિયાવાડી સહિત અલગ અલગ ગોળના લોહાણા ભાઈઓ ખૂબ જ મોટી સંખ્યામાં વસવાટ કરે છે.આ બધા જ પરિવારો સાથે રમેશભાઈને ખૂબ સારો નાતો હતો.૧૨-૯-૧૯૮૬ ના રોજ મારે રેંજ ફોરેસ્ટ ઓફિસર તરીકે ડીસા આવવાનું થયું અને આજે તો ડીસા મારૂ વતન બની ચૂક્યું છે.૧૯૮૬ ના સમયગાળાથી જ પૂજ્ય ઉમિયાશંકરબાપા અને રમેશભાઈ સાથે મારે વધારે બેઠક રહેતી અને આ સંબંધ ધીરે ધીરે વધારે ગાઢ બન્યો.આ સમયથી જ રમેશભાઈના દિવ્ય સદગુણોનો પરિચય સતત થતો હતો.ડીસા નગરમાં રઘુવંશી દેશી લોહાણા મહાજન વાડીનું નિર્માણ થાય તે માટેના પ્રયત્નો પૂજ્ય ઉમિયાશંકરભાઈ તેમજ અન્ય વડીલોના આશીર્વાદથી શરૂ થયા અને તેના પ્રથમ સ્થાપક પ્રમુખ તરીકે માનનીય રમેશભાઈ અખાણીએ જવાબદારી સંભાળી.સમાજ ઉપયોગી આ સત્કાર્ય ક્રમશઃ સૌના સહકારથી પૂર્ણ થયું અને એમના અનુગામી ઉત્સાહી પ્રમુખ રમેશભાઈ એમ.ઠકકર (આર.ટી.ઓ.) ના પ્રમુખપણા હેઠળ તેનું વાજતેગાજતે ઉદ્ઘાટન પણ થયું.વાડી નિર્માણ સત્કાર્યમાં ડીસા સમાજના તમામ વડીલો, આગેવાનો, યુવાનો, મહિલાઓ, સેવકો, કાર્યકરોનો પ્રેરણાદાયી સહકાર મળ્યો હતો.શ્રી લોહાણા પ્રગતિ યુવક મંડળ સંચાલિત કચ્છી કોલોની ડીસા વિસ્તારમાં નિર્માણ પામેલ શ્રી જલારામ સેવા સંકુલના નિર્માણમાં આદરણીય રમેશભાઈ અખાણીના જબરજસ્ત આશી ર્વાદ,સહકાર અને માર્ગદર્શન હતું. શ્રી જલારામ મંદિર ડીસાના નિર્માણમાં તેમનાં સૂચનો ઉપયોગી નીવડયાં હતાં.પૂજ્ય પાંડુરંગદાદાના સ્વાધ્યાય કાર્યમાં તેઓ પૂર્ણકાલીન સમય માટે સમર્પિત હતા.તેમના લીધે ભૂતકાળમાં પૂજ્ય પાંડુરંગદાદાને પાલનપુર ખાતે તેમજ પૂજ્ય દીદીને ડીસા તેમજ મુડેઠા ખાતે મારે ખૂબ જ નજીકથી મળીને ઈન્ટરવ્યુ લેવાનું બનેલ અને આ વિષેના લેખ એ સમયે રખેવાળમાં પણ પ્રસિદ્ધ થયેલ.
માન-અપમાનની સહેજ પણ પરવા કર્યા સિવાય સતત કામ કરનાર રમેશભાઈ અખાણી ક્યારેક અપમાનને પણ ગળી જઈને કે પોતાનું વ્યકિતગત હીત જતું કરીને સમાજનું ભલું થાય તે દિશામાં જ વિચારતા અને કાર્યરત રહેતા.એમની સાથે કલાકો સુધી બેસીને એમની નવી નવી વાતો કે નવા નવા રચનાત્મક વિચારો જાણવાની આગવી મજા આવતી હતી.તેમની વૈચારિક અભિવ્યક્તિ, વિષયને મૂકવાની શૈલી તેમજ શુધ્ધ આચરણથી સૌ પ્રભાવિત થતા હતા.તેમના સુપુત્ર આનંદભાઈ, સુપુત્રીઓ ફાલ્ગુનીબેન, ભાવનાબેન (લાલીબેન), પૂજાબેન, પુત્રવધુ ધારાબેન, જમાઈઓ જયેશકુમાર, અંકિતકુમાર, દીપેનકુમાર સહિતનો સમગ્ર પરિવાર રમેશભાઈ અખાણીના સ્વાધ્યાય કાર્ય તેમજ સત્કાર્યોથી પ્રભાવિત થઈ હંમેશાં રાજીપો અનુભવતો. તારીખ ૭-૧૨-૧૯૭૨ ના રોજ હારિજના સમાજ શ્રેષ્ઠી આદરણીય છગનલાલ કેશવલાલ તન્ના તેમજ શ્રીમતી અમથીબેનની લાડકવાયી દીકરી કમળાબેન સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા તેમજ આદરણીય કમળાબેને પણ સાચા અર્થમાં એક ગૃહલક્ષ્મી બનીને રમેશભાઈનો સંપૂર્ણ સાથ નિભાવ્યો અને સમગ્ર પરિવારની સમર્પિત ભાવે સેવા કરી. રમેશભાઈ અખાણી જેટલા સરળ તેનાથી સવાયાં સરળ અને સેવાભાવી કમળાબેન હોવાને લીધે સમગ્ર પરિવારની એકતા અને સેવાની સુગંધ સમગ્ર ડીસા ઉપરાંત ગુજરાતના લોહાણા સમાજમાં પણ પ્રસરી હતી.
સામાજીક,ધાર્મિક તેમજ સ્વાધ્યાયલક્ષી પ્રવૃતિઓની સાથે સાથે ડીસા નગરના વિકાસની વાત હોય તો પણ રમેશભાઈ અખાણી તેમાં રસ લઈને જરૂરી માર્ગદર્શન આપતા.તમામ પક્ષના રાજકીય મહાનુભાવો કે ડીસા નગરપાલિકાના સત્તાધીશો પણ તેમને માન અને આદરની દષ્ટિથી દૃનિહાળી પૂરતું સન્માન આપતા હતા.તારીખ ૫-૧૧-૨૦૨૨ શનિવારે અમદાવાદ ખાતે તેમનું દેહાવસાન થતાં તેમની સ્મશાનયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારજનો, સ્નેહીજનો, સમાજજનો,પરિચિતો, મિત્રો જોડાયા હતા. તારીખ ૭-૧૧-૨૦૨૨ સોમવારે અમદાવાદ ખાતે તેમનું બેસણું/દશો હતો તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.ડીસા નગરની લાગણી અને માગણીને ધ્યાને લઈ તેમના પરિવારજનોએ તારીખ ૯-૧૧-૨૦૨૨ બુધવારે માતુશ્રી સુભદ્રાબેન ઉમિયાશંકર હરગોવનદાસ અખાણી રઘુવંશી દેશી લોહાણા મહાજન વાડી ખાતે બેસણું તેમજ પ્રાર્થના સભા રાખી ત્યારે લોહાણા સમાજ ઉપરાંત અન્ય સમાજમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને હ્‌દયના ખરા ભાવથી રમેશભાઈ અખાણીને પુષ્પાંજલિ, ભાવાંજલિ,આદરાંજલિ, શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રાર્થનાસભામાં અનેક વકતાઓએ તેમના ગુણાનુવાદ કર્યા હતા. સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ ઉપરાંત તેમની સાથે સંકળાયેલ સૌ કોઈ માટે રમેશભાઈ અખાણીની વસમી વિદાય આઘાતજનક હતી. રમેશભાઈ અખાણી ભલે અમદાવાદ રહેતા હતા પરંતુ અમદાવાદનું પાણી તેમને અસર કરી શક્યું નહોતું અને તેથી જ તેમનો લગાવ અને લાગણી સતત ડીસા તરફ રહેતાં હતાં. તેઓ જ્યારે પણ મળે ત્યારે ભરપૂર નિસ્વાર્થ સ્નેહ, પ્રેમ અને લાગણી વરસાવતા તેમજ હંમેશાં હસતા મોંઢે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.