સુખ અને દુઃખમાં સમ રહેવું

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આ સંસારમાં સુખ પણ છે અને દુઃખ પણ છે.
ઋષિમુનિઓએ તો સુખને આપણા વિચારની છાયા અને દુઃખને પણ આપણા વિચારની છાયા છે તેમ કહીને સુખ કે દુઃખની કલ્પનાનો છેદ ઉડાડી દીધો છે પરંતુ આવી વિચાર સમૃધ્ધિ દરેક પાસે હોય તે જરૂરી નથી. તેથી આપણા જેવા સામાન્ય જિજ્ઞાસુઓને તો પોતાની મનગમતી વસ્તુ કે મનવાંછીત પદાર્થ, મનપસંદ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આનંદની, સુખની અનુભૂતિ થાય છે અને વિપરીત પરીસ્થિતિ દુઃખી કરે છે. આપણને એમ લાગે છે કે સુખ તો જીરવી જવાય છે પરંતુ દુઃખ આપણને વિચલીત કરી દે છે. ખરેખર તો સુખમાં પણ ઘણા માણસો છકી જાય છે. અભિમાનમાં રાચતા થઈ જાય છે અને પોતાના જેવું સુખ બીજા પાસે હોવું ન જાેઈએ તેવા ક્ષુદ્ર વિચારોમાં રાચતા થઈને અંદરથી દુઃખ અનુભવતા હોય છે. કયારેક ઈષ્ર્યા અને ઘમંડમાં સુખની અનુભૂતિનો છેદ ઉડાડી દેતા હોય છે. જાેકે આવી સુક્ષ્મ પ્રક્રિયાથી કહેવાતા સુખી બહારથી સુખી સમૃધ્ધ દેખાતા વ્યક્તિઓ અંદરથી અનાયાસે દુઃખને ગળે લગાડતા જાેવા મળે છે. તેથી પરમજ્ઞાની સંતો તો કહે છ ેકે સુખને જીરવવું વધારે અઘરૂં છે.
દુઃખમાં માણસ હતાશ થઈ જાય તો તેની વૈચારીક દુર્બળતા છે. દુઃખ, સંકટ, તકલીફ વગેરે પરીસ્થિતિનો સામનો કરનાર માણસો ધીરજપૂર્વક, શ્રદ્ધા સાથે મક્કમ ડગલે આગળ વધે તો તેવી પરિસ્થિતિમાંથી પોતાના જીવન ઘડતરના પાઠ શીખી શકે છે. ઈશ પ્રત્યેની શ્રદ્ધા વધારી શકે છે તેથી સંતો કહે છે કે સુખ કરતાં દુઃખ માણસના જીવન સંગ્રામમાં વધારે ઉપકારક છે. તેથી જ મહાભારતમાં આવતું માતા કુંતીનુ ંપાત્ર આપણને યાદ આવે છે. ભગવાન કૃષ્ણ પ્રસન્ન થઈને કુંતી મળીને કહે છે, હે ફઈબા (ભગવાનનાં તે ફઈબા હતા) હું તમારા ઉપર પ્રસન્ન છું. તમે મને વિષ્ણુ સ્વરૂપે જાણી જ ગયા છો. તો તમેં મારી પાસે કાંઈક માગો તમે જે માંગશો તે તમને આપીને હું ધન્ય થઈશ. એ વખતે કુંતી માતા માંગે છે. હે પ્રભુ ! આમ તો મારે તમારી પાસે કાંઈ માગવું નથી. કારણ કે તમે સર્વજ્ઞાતા છો. છતાં તમે આગ્રહ જ કરો છો. તો હું એટલું જ માગું છું ઃ હે પ્રભુ ! મને જીવનમાં ડગલેને પગલે દુઃખ જ દુઃખ આપો. કારણ કે દુઃખમાં હે કનૈયા તું મને યાદ આવીશ.

તારી નિકટતાનો અનુભવ મને દુઃખજનક પરિસ્થિતિમાં જ થાય છે.
આ રીતે ભગવાનની નિકટતાનો અનુભવ જીવનની ધન્યતા છે તેવું માતા કુંતી સિદ્ધ કરે છે. આપણે ત્યાં કહેવત છે ઃ
સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ. આ રીતે સુખ અને સમૃધ્ધિ મળે ત્યારે એશોઆરામમાં છેલબટાઉ ન બનીએ, છકી ન જઈએ, અને દુઃખમાં હતાશ ન થઈએ તેવી પ્રાર્થના ભગવાનને કરીએ. સુખ અને દુઃખ તો આવે અને જાય. આપણે સમ થઈને જીવન જીવતાં શીખવું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.