સીનિયર સીટીઝન તરીકે નિજાનંદી જીંદગી જીવી અનેક વડીલોને પ્રેરણા આપતા

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

કેટલાક માણસોને મળીએ એટલે આપણી જીંદગીનો થાક હળવો થઈ જાય અને જીંદગી જીવવા જેવી લાગે.પિતા અંબાલાલ કાનજીદાસ પટેલ અને માતા જાેઈતીબેનના પરિવારમાં તારીખ ૩-૩-૧૯૪૫ ના રોજ મહેસાણા જિલ્લો/તાલુકાના બલોલ ખાતે જન્મેલા અને હાલે ડીસા ખાતે રહેતા રમણભાઈ પટેલ ૭૮ વર્ષની ઉંમરે ખૂબ જ આનંદી જીંદગી જીવીને અનેકજનોને અનેરી પ્રેરણા પૂરી પાડે છે.બલોલ,કંથરાવી,વિસનગર, કોલવડા,લાડોલ,પાંચોટ,લાસડી એમ સાતગામી કડવા પાટીદાર ગોળના રમણભાઈ પટેલે પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ બલોલ ખાતે જ પૂર્ણ કર્યું હતું.પ્રિ.સાયન્સ થી એસ.વાય.બી.એસ.સી સુધી પિલવાઈ ખાતે અભ્યાસ કર્યા બાદ ટી.વાય.બી.એસ.સી. બોટની સાથે માણસા કોલેજથી પૂર્ણ કર્યું હતું.અભ્યાસ બાદ તરત જ રેંજ ફોરેસ્ટ ઓફિસર તરીકે દહેરાદુન ખાતે તાલીમમાં જવાનો ઓર્ડર મળ્યો પણ ના ગયા.અમદાવાદની ખૂબ જ પ્રખ્યાત એવી ભવન્સ સાયન્સ કોલેજમાં એક મહિનો લેક્ચરર તરીકે રહ્યા અને રાજીનામું આપી દીધું.બાયર ઈન્ડિયા કંપનીમાં મહેસાણા-બનાસકાંઠા વિસ્તાર માટે સાત મહિના સર્વિસ કરી છોડી દીધી.લ્યુબ્રિકેટીંગ તેમજ દવાઓ સાથે સંકળાયેલ પી.બી.કંપનીમાં ચાર વર્ષ ડીસા ખાતેની ઓફિસ સંભાળી.૧૯૭૧માં ડીસા નાગરિક બેંક નીચે કૃષિ વિકાસ કેન્દ્ર નામે પોતાની જ દુકાન ચાલુ કરી.દવા,બિયારણ,દવા છાંટવાના પંપ,ખાતર વિગેરેનું વેચાણ ચાલુ કર્યું.આ સમયે બનાસકાંઠા-ઝાલોર જિલ્લામાં આ પ્રકારની કૃષિ વિકાસની તેમની એક માત્ર દુકાન હતી.બિયારણ જાગૃતિ અંગે તેમણે ઝૂંબેશ ચલાવી કાર્યક્રમો કર્યા હતા અને જાતે જ દુકાન સંભાળતા હતા.તેમનું સમગ્ર પરિવાર અતિ શિક્ષિત છે.તેમનાં તમામ સામાજીક, આધ્યાત્મિક, પારિવારિક સત્કાર્યોમાં તેમનાં ધર્મપત્ની શારદાબેન ખડેપગે તેમની સાથે રહે છે.શારદાબેનનું પિયર મહેસાણા છે અને તેમણે એ જમાનાની ખૂબ જ મહત્ત્વની ફાયનલ પરિક્ષા પાસ કરેલ તેથી શિક્ષિકા તરીકે પસંદગી પામેલ પરંતુ નોકરી સ્વિકારી નહોતી.ડીસા ખાતે ઘણા વર્ષોથી ચાલતું સાંઈબાબા સીનિયર સીટીઝન ગ્રુપના પ્રમુખ તરીકે જ્યારે સેવંતીભાઈ જાેષી હતા ત્યારે રમણભાઈ પટેલ મંત્રી હતા.સેવંતીભાઈ જાેષીનું દોઢેક વર્ષ અગાઉ અવસાન થતાં હાલમાં રમણભાઈ પટેલ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહેલ છે.
તાજેતરમાં જ તારીખ ૨૩-૩-૨૦૨૨ બુધવારે તેમણે તેમના ઘેર સ્થાપના કરવામાં આવેલ શ્રીકૃષ્ણ-કનૈયાના જન્મદિવસ નિમિતે ડીસાના અંદાજે ૬૦ જેટલા વડીલોને ઐઠોર ગણપતિજી મંદિર, મહેસાણા બ્લીસ વોટરપાર્ક,ઉંઝા ઉમિયા માતાજી મંદિરનો તેમના ખર્ચે લક્ઝરી બસમાં યાત્રા-પ્રવાસ કરાવી સૌને અનહદ મોજ કરાવી હતી.રમણભાઈ પટેલ ખૂબ જ હસમુખા,નિજાનંદી,નિસ્વાર્થ, નિર્દોષ, નિયમિત, નિષ્ઠાવાન, નિખાલસ, પ્રેમાળ,લાગણીશીલ, પરોપકારી,કુદરતપ્રેમી,ધાર્મિક અને નગરપ્રેમી છે.રમણભાઈને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૯૯૮૬૪૨૫૮૨ છે.તેમના ભાઈઓ નટુભાઈ, વિષ્ણુભાઈ તેમજ એકમાત્ર બેન પસીબેન સહિતનો પરિવાર સેટ થયેલ છે.
રોજ સવારે છ વાગે જાગી,પૂજાપાઠ કરી,નિયમિત ભગવત ગીતાનો અભ્યાસ કરતા તેઓ સવારે ૧૦=૦૦ વાગે નિયમિત સાંઈબાબા મંદિરે આવે છે.તેઓ સાંજે પણ સાંઈબાબા મંદિરે સીનિયર સીટીઝન ગ્રુપની બેઠકમાં આવે છે.તેમનો એક દીકરો કનુભાઈ લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને તેમણે બી.એસ.સી.એગ્રિકલ્ચરનું એક વર્ષ કરેલ છે.બીજાે દીકરો મનીષભાઈએ બી.કોમ.કર્યા બાદ બી.એસ.સી.એગ્રિકલ્ચરનો ડિપ્લોમા કોર્સ કરેલ છે અને હાલે કૃષિ વિકાસ કેન્દ્ર સંભાળે છે.રમણભાઈની પુત્રવધુઓ ભાવનાબેન,ભાવિષાબેન,પૌત્ર-પૌત્રીઓ હેનીલ,યાત્રી,દિવ્યાંગ,હીર સહિતનું સમગ્ર પરિવાર ખૂબ જ ઉચ્ચ વિચારો ધરાવતું સંસ્કારી અને સંગઠિત પરિવાર છે.તેમને છ દીકરીઓ છે.જેમાંથી નીરૂબેન બી.કોમ.,ભાવનાબેન પી.ટી.સી.(ખેરવામાં શિક્ષિકા),કિરણબેન બી.એ.,એલ.એલ.બી.,સોનલબેન બી.એ.,ગાયત્રીબેન બી.એસ.સી. તેમજ પૂર્ણબેને બી.એસ.સી.કરેલ છે.જમાઈઓ સર્વ સુભાષકુમાર,દિલીપકુમાર, દીપકકુમાર, રાકેશકુમાર, હરેશ કુમાર,રાહુલકુમાર સહિત સૌ પોતપોતાના વ્યવસાયમાં ખૂબ જ સારી રીતે સેટ થયેલ છે.રમણભાઈની દીકરીઓનાં જે બાળકો છે તેમાં પણ આઠ ડોક્ટર, બે ફાર્માસીસ્ટ,એક એન્જિનિયર છે.આમાંથી એક જણ તો કેનેડા પણ છે.
ધાર્મિક પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ ધરાવતા રમણભાઈને દેવી ભાગવત ખૂબ જ ગમે છે.આ સિવાય પણ તેમણે રામાયણ, શીવપુરાણ,વિષ્ણુપુરાણ,ગરૂડપુરાણ વિગેરેનો અભ્યાસ કરેલ છે.ગુજરાતમાં તેઓ ખૂબ જ ફર્યા છે તેમાંય સૂરત અને વડોદરા તેમને વધારે ગમે છે.ભારતમાં બાર જ્યોર્તિલીંગ, ઉદેપુર, બદરીનાથ,કેદારનાથ, યમનોત્રી,ગંગોત્રી,હરિદ્વાર, ૠષિકેષ, મસૂરી,મુંબઈ, દિલ્હી,પૂના,મૈસૂર, દક્ષિણ ભારત સહિત અનેક સ્થળોએ તેઓ ફર્યા છે.આ બધામાં તેમને હરિદ્વાર અને હરિદ્વારમાંય ગાયત્રી પરિવારનું શાંતિકુંજ ખૂબ જ ગમે છે.ડીસા ગાયત્રી પરિવારના પરમ આદરણીય, વંદનીય એવા સદગત હરેશભાઈ જાેષી સાથે તેમને ઘનિષ્ઠ નાતો હતો.સેદ્રાણા-સિધ્ધપુરના ખૂબ જ કર્મઠ, સેવાભાવી,પૂજનીય એવા ડો.દેવ યોગી સાહેબ તેમના પથદર્શક, માર્ગદર્શક, રાહબર, મિત્ર અને ગુરૂજી છે.
દુબઈ, સિંગાપોર, થાઈલેન્ડ, મલેશિયા સહિતના દેશોમાં તેઓ ફર્યા છે અને તેમાંયે સિંગાપોર તેમને વધારે ગમે છે.સિનિયર સિટીઝન ગ્રુપના માધ્યમથી સાંઈબાબા સીનિયર સીટીઝન કોટેજમાં કોટાસ્ટોન લગાવવા,બાંકડા મૂકાવવા,બોર્ડ મૂકાવવાની કામગીરી તેમણે નગરપાલિકા તેમજ નિષ્ઠાવાન,સેવાભાવી એવા સતીષભાઈ પંચાલના સહકારથી કરાવી છે.રસિકભાઈ ચાંપાનેરી,કાંતિભાઈ કાનૂડાવાળા સહિત તેમના અનેક સંનિષ્ઠ મિત્રો છે.તેમના વતન બલોલની અનેક શૈક્ષણિક, ધાર્મિક, સામાજીક સંસ્થાઓમાં તેમનું અને તેમના પરિવારનું આર્થિક યોગદાન છે.સેદ્રાણા આશ્રમ ખાતે પણ તેઓ સહયોગી છે.જીવનમાં અનેક સારા અનુભવો થયા છે અને કડવા અનુભવોને તેઓ ભૂલી જવામાં વધારે માને છે.તાજેતરના યાત્રા-પ્રવાસમાં તેમના દીકરાઓ કનુભાઈ, મનીષભાઈ અને તેમના મિત્રોની સેવા-સરભરા ખૂબ જ અભિનંદનીય, પ્રશંસનીય અને સરાહનીય હતી.
૭૮ વર્ષની ઉંમરે પણ એક નાના બાળકની જેમ ન,સરળ,સાલસ, સદાચારી,ધાર્મિક, નિયમિત, સેવાભાવી એવા રમણભાઈ પટેલનું જીવન અનેકજનો માટે પ્રેરણાદાયી છે.ડીસા સાંઈબાબા સીનિયર સીટીઝન મંડળનું અતિ સફળ નેતૃત્વ કરી અનેકજનોના જીવનને સુગંધિત બનાવનાર ખૂબ જ વંદનીય, આદરણીય,૭ સન્માનીય એવા રમણભાઈ પટેલ અને તેમના સમગ્ર પરિવારને કોટિ કોટિ વંદન…અભિનંદન..અઢળક શુભેચ્છાઓ તેમજ નિરામય દીર્ઘાયુ માટે દિલથી પ્રભુ પ્રાર્થના.
ભગવાનભાઈ બંધુ ડીસા
મોબાઇલઃ૯૮૨૫૬૩૮૭૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.