વિવિધ સત્કાર્યો, સેવા અને સત્સંગ થકી નિજાનંદ માણતા ડીસાના રઘુવંશી નવયુવાન દિનેશભાઈ દામુભાઈ ઠકકર/ચોક્સી

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

કેટલાક મિત્રો સ્વભાવ, વાણી,વર્તન, વ્યવહાર થી જ નિખાલસ, નિજાનંદી,નિસ્વાર્થ અને નિર્દોષ હોય છે.માત્ર અને માત્ર સારા કામમાં સહકાર આપવો અને ખરાબ તેમજ દૂષિત વાતાવરણથી દૂર રહીને જીવનને હકારાત્મક બનાવવું એવી શુભ દષ્ટિ ધરાવતા મિત્રો ખૂબ જ ઓછા હોય છે.પિતા દામોદરદાસ મોહનલાલ ઠકકર/આયા(ચોકસી) અને માતા ગોદાવરીબેનના પરિવારમાં તારીખ ૨૧-૧૨-૧૯૭૪ના રોજ જન્મેલા દિનેશભાઈ ઠકકર પણ સત્કાર્યો,સેવા,સહકાર અને સત્સંગમાં સદાય અગ્રેસર રહેતા ખૂબ જ કર્મઠ, જાગૃત, નિયમિત, નસીબદાર, નિજાનંદી,નિખાલસ અને ઉત્સાહી નવયુવાન છે.ડીસા આદર્શ હાઈસ્કૂલ ખાતે જ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી સોની બજારમાં તેમના પરિવારની ખૂબ જ જૂની પેઢી રાજેશ અલંકારમાં સોના/ચાંદીના વેપાર સાથે તેઓ સંકળાયા હતા.થોડાંક વર્ષો પછી કચ્છી કોલોની ડીસા ખાતે પણ જલારામ જ્વેલર્સ નામે દુકાન ચાલુ કરી અને ત્યાં ૧૨ વર્ષ બેઠા હતા.છેલ્લા ૧૪ વર્ષથી તેઓ જમીનના વ્યવસાય સાથે સંકળાયેલ છે.
દિનેશભાઈમાં પૈસા કઈ રીતે કમાવા તેની આવડત છે તો સાથે સાથે સત્કાર્યોમાં પણ કેમ જલ્દીથી વાપરીને પ્રભુનો વિશેષ આભાર માનવો તેની પણ સુંદર આવડત છે.તેમને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૯૯૮૧૧૦૧૯૦ છે. તેમના બે ભાઈઓ પ્રમોદભાઈ (રાજેશભાઈ), યોગેશભાઈ તેમજ એક બહેન પ્રિતીબેન સહિતનું સમગ્ર
પરિવાર ખૂબ જ સારી રીતે સેટ થયેલ છે. ૩૦-૪-૨૦૦૬ ના રોજ વડોદરાના મહેન્દ્રભાઈ છગનલાલ ઠકકરની લાડકવાયી દીકરી ફાલ્ગુનીબેન (પિન્કીબેન) સાથે લગ્નગ્રંથિથી જાેડાયા બાદ દિનેશભાઈ અને ફાલ્ગુનીબેન ધાર્મિક અને સેવાકીય સત્કાર્યો સાથે વધારે ને વધારે જાેડાયેલાં રહ્યાં છે.જલારામ સત્સંગ મંડળ,ભારત વિકાસ પરિષદ, વિશ્ર્‌વ હિંદુ પરિષદ, જલારામ યુવા સંગઠન, ગૌસેવા મંડળ,બજરંગ દળ,બનાસ સાહિત્ય કલા સંઘ,આનંદ સત્સંગ પરિવાર જેવી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ દિનેશભાઈને રમતગમત, સંગીત,ગાયકી,ક્રિકેટ તેમજ વોકીંગનો વધારે શોખ છે.સેવાના કામમાં અંદરથી જ ભગવાન જાણે કે પ્રેરણા આપે છે તેવી સતત લાગણી અનુભવતા દિનેશભાઈ ગૌસેવા હોય કે સમાજસેવા દરેક સત્કાર્યમાં હરહંમેશાં સહયોગી હોય છે.ગુજરાતમાં તેઓ અનેક સ્થળોએ ફર્યા છે પણ વિરપુર અને સોમનાથ તેમને વધારે ગમેલ છે.સમગ્ર કાશ્મીર, સમગ્ર હિમાચલ, હરિદ્વાર, ઉજ્જૈન, મસૂરી,ગોકુળ, મથુરા,વૃંદાવન,દહેરાદુન,આગ્રા,મધ્યપ્રદેશમાં આવેલ માનખેડા જૈન તીર્થ સહિત અનેક સ્થળોએ તેઓ ફર્યા છે અને તેમાંયે તેમને હરિદ્વાર ખૂબ જ ગમે છે.હરિદ્વાર તેઓ સહપરિવાર પાંચેક વાર ગયેલા પણ છે.ભારત વિકાસ પરિષદ સાથે તેઓ છેલ્લા ૧૨ વર્ષથી સંકળાયેલ છે અને દર દિવાળીએ જરૂરિયાતમંદ માણસોને જે મીઠાઈ વહેંચવામાં આવે છે તેમાં પણ તેઓ સહયોગી બને છે.ઉતરાયણ જેવા પવિત્ર તહેવારોમાં તેઓ અને તેમનાં ધર્મપત્ની ફાલ્ગુનીબેન બેઉ ઝૂંપડપટ્ટીમાં જઈ મીઠાઈ વહેંચી પરમપિતા પરમાત્માએ આપેલ શકિતનો સદઉપયોગ કરી પરમાત્માનો આભાર માને છે.
રોજ ૬ થી ૭ કિલોમીટર ચાલવાનો તેમનો નિયમ છેલ્લા ઘણા સમયથી અકબંધ છે.તેમનાં માતાપિતા પણ ખૂબ જ સેવાભાવી છે અને તેઓ માને છે કે માતાપિતાના આશીર્વાદ, સંસ્કાર, સત્કાર્યો, માર્ગદર્શન અને પ્રેરણાથી જ તેમને પણ સત્કાર્યો કરવાની ઈચ્છા થાય છે.તેમના માતાપિતાના ઘેરથી કયારેય કોઈ સાધુ-સંત ખાલી હાથે પાછો જતો નથી.બ્રહ્મપુરીના તમામ બ્રાહ્મણોને શ્રાવણ માસની દર અમાવાસ્યાના દિવસે બ્રહ્મભોજન કરાવીને તેમનાં માતાપિતા ખૂબ જ આનંદિત થાય છે.તેમનાં માતાપિતાએ પણ અનેક તીર્થોની યાત્રા કરી છે.દિનેશભાઈને વાંચનનો ખૂબ શોખ છે અને ગાયત્રી પરિવારનાં પુસ્તકો તેઓ વધારે વાંચે છે. દૂરદર્શનની માત્ર પસંદગીની જ સંસ્કારી સિરિયલો જાેતા દિનેશભાઈ ઢોલ અને મંજીરાં પણ સરસ વગાડે છે. કયારેક ભજનો ગાતા તેઓ જલારામ સત્સંગ મંડળમાં સરસ
નૃત્ય પણ કરે છે.જલારામ સત્સંગ મંડળ ડીસાના પાયાના નિષ્ઠાવાન, નિયમિત, નિસ્વાર્થ જલારામ ભકત તરીકે તેમનો અપેક્ષા રહિત ખૂબ જ સારો સહકાર મળતો રહે છે. કોઈની ટીકા કરવી નહીં,સાંભળવી નહીં કે કોઈ સારા કામમાં ડખલગીરી કરવી નહી એ એમનો મહત્વનો સિદ્ધાંત છે.સારા કામમાં કોઈ પણ પ્રકારના માનપાન વગર સામેથી જ દાન લખાવી સહકાર આપવાની તેમની ખૂબ જ ઉચ્ચ ભાવના કાબિલેદાદ છે.
ધોરણ -૮ માં ભણતી તેમની દીકરી શ્ર્‌લોકા સ્કેટિંગ અને ક્રિકેટની શોખીન છે.ધોરણ-૪ માં ભણતો તેમનો દીકરો અનય પણ ક્રિકેટ અને એક્ટિંગનો શોખીન છે.બેઉ બાળકો પણ ખૂબ જ નમ્ર, વિવેકી અને લાગણીશીલ છે.તેમનાં ધર્મપત્ની ફાલ્ગુનીબેન કોટક લાઈફ ઇન્સ્યોરન્સની કામગીરી કરે છે અને દિનેશભાઈનાં તમામ સત્કાર્યોમાં હસતા મોંઢે સહકાર આપે છે.તેમના એક ભાઈ પ્રમોદભાઈ ડીસાની અગ્ર હરોળની સેવાકીય સંસ્થા રોટરી ક્લબના પ્રમુખ રહી ચૂક્યા છે અને તેઓ પણ ખૂબ જ સક્રિય અને સેવાભાવી છે.
ડીસા જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ કનુભાઈ આચાર્ય, જયંતિભાઈ ઓઢાવાળા, નાથાલાલ ખત્રી, નટુભાઈ લીંબાચીયા, નવીનભાઈ પ્રજાપતિ, મહેશભાઈ ઉડેચા, આર.ડી.ઠકકર, આનંદભાઈ પી.ઠકકર, આત્મારામભાઈ ઓઢાવાળા, સંજયભાઈ બારોટ, કનુભાઈ તૃપ્તિવાળા, મનુભાઈ રતાણી, દેવચંદભાઈ એન.ઠકકર, સુભાષભાઈ ઠકકર, દીલીપભાઈ રતાણી, કમલેશભાઈ રાચ્છ,
કલ્પેશભાઈ (લાલાભાઈ), શંભુલાલ સેજાણી, તારાચંદભાઈ મજેઠીયા, સતીષભાઈ પટેલ, ભરતભાઈ એચ.ગોકલાણી, જીતુભાઈ એન.અખાણી, રાજેશભાઈ લીંબાચીયા, રાજેન્દ્રભાઈ ચૌહાણ, જગદીશભાઈ ધાનેરાવાળા, દિનેશભાઈ વરાણાવાળા, રમેશભાઈ એન.ઠકકર, ચંદુભાઈ એટીડી, વૈકુંઠભાઈ કારિયા, નિમેષભાઈ ઠકકર, જયેશભાઈ કારિયા, શિલ્પાબેન ઠકકર, જ્યોતિબેન ઠકકર, પૂજાબેન ઠકકર, ચારૂબેન ઠકકર, નીતાબેન જે.ઠકકર, ભારતીબેન, રક્ષાબેન, બબીબેન, નિયતિ કારિયા, ફેની પટેલ સહિત સૌ સાથે હળીમળીને રહેવાવાળા દિનેશભાઈ અને ફાલ્ગુનીબેન જલારામ સત્સંગ મંડળને અકબંધ અને સંગઠિત રાખવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. તેમના નિવાસસ્થાન ઉપરાંત તેમના બેઉ ભાઈઓને ત્યાં પણ પૂજ્ય જલારામ બાપાનાં ભજન થઈ ચૂક્યાં છે.ડીસા મારવાડી લોહાણા સમાજમાં ઘણા બધા સારા માણસો,આગેવાનો,દાતાઓ અને કાર્યકરો છે તેમજ સૌનો વારંવાર સારો અનુભવ પણ થયો છે.આ બધામાંથી આજે દિનેશભાઈ ચોકસીના જીવન કવન વિષે લખ્યું છે અને ભવિષ્યમાં બીજા કર્મયોગીઓ,સહયોગીઓ અને દાતાઓ વિષે પણ લખાશે જ.દરેક માણસમાં કેટલીક ખામીઓ કે ખૂબીઓ હોય છે પણ તેનામાં રહેલા સદગુણોનો ગુણાનુવાદ કરવાથી માનવ સમાજને આખરે ફાયદો જ થાય છે.દિનેશભાઈ જેવા કર્મઠ, જાગૃત અને ઉત્સાહી યુવાનોને પ્રોત્સાહન આપવું એ પણ આપણી નૈતિક ફરજ છે.ખૂબ જ નાની ઉંમરે અતિ સરળ સ્વભાવ થકી સત્કાર્યોમાં સહયોગી બનતા અને નિજાનંદ માણતા દિનેશભાઈ ચોકસીને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન, અઢળક શુભેચ્છાઓ તેમજ નિરામય દીર્ઘાયુ માટે પણ પરમપિતા પરમાત્માને પ્રાર્થના…
ભગવાનદાસ બંધુ (મોબાઇલ : ૯૮૨૫૬૩૮૬૪૩)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.