યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણં સંસ્થિતા ! નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ, નમતસ્યૈ નમો નમઃ ાા

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ભાદરવા માસના અંતિમ પખવાડીયામાં ગુલાબ અને પછી શાહીનમાં ફેરવાયેલ વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં કૃષિ પાકોમાં બગાડને બાદ કરતાં જળસંકટ તો હળવું કરી નાખ્યું છે. કુદરત કયાંક થોડું લઈ અઢળક ખજાનો ચોક્કસ આપે છે. કાળઝાળ મોંઘવારીમાં ખર્ચા ચોક્કસ વધ્યા છે જેની પાછળ માનવીય સ્વાર્થ લાલસા જ ભાગ ભજવી રહી છે. કોઈ બોલનાર, સાંભળનાર કે અમલ કરનાર નથી. એટલે જ મધ્યમ વર્ગની જનતા તો બહુ જ રીબાઈ રહી છે.આત્મહત્યાની ઘટના પાછળનું એક કારણ મજબૂર કરી નાખે છે તે કલ્પના કે વિચાર કરનાર જાે હલબલી જતો હોય તો જેના હૃદય પર એ આકરા ઘા પડયા હશે તેની સ્થિતિ તો કેવી હશે ? નોટબંધી પછી નોવેલ કોરોના કોવિડ-૧૯ ના લોકડાઉનમાં નાના ધંધાદારીઓને છૂટક મજૂરી કરતો વર્ગ તો પાયમાલ જ થઈ ગયો છ.ે.અન્ય ચીજાેમાં મોંઘવારી કરતાં ખાદ્ય ચીજવસ્તુમાં થતો ભાવવધારો પ્રજાની કમર તોડી નાખે છે.ખેત ઉત્પાદનના ભાવો પોષણક્ષમ મળતા નથી તેની સામે તેનો ઉત્પાદન ખર્ચ વધી જાય છે એટલે ભારત કૃષિપ્રધાન રાષ્ટ્ર છે ને તેની પ્રજા લગભગ કૃષિ આધારીત જીવન જીવે છે.

આજે દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે પણ કૃષિ ક્રાંતિ નથી થઈ એટલે જ ખેતી ખર્ચાળને મોંઘી બની ગઈ છે.કૃષિ કિસાનનો સૌથી સહયોગી પૂરક વ્યવસાય એટલે પશુપાલન અને તેમાંય ગૌ-ગૌવંશ પાલનથી ખેતીમાં છાણીયું ખાતર, બળદ થકી શ્રેષ્ઠ કાર્ય ઉત્પાદનનું થતું આજે હાઈબ્રીડ બિયારણ, ખાતર અને અદ્યતન મશીનરી આવી છે તેમાંથી ઉત્પાદન વધ્યું એ જ પ્રમાણે મનુષ્યમાં અનેક રોગો વધ્યા ને બીજા કૃષિને ફળદ્રુપ કરતા જીવો નામોશેષ બની ગયા જે બાબતે કોઈ ચિંતીત નથી. ભાદરવાનું બીજું પખવાડીયું પિતૃતર્પણ-અર્પણનું શ્રાદ્ધપક્ષ તરીકે ઉજવવામાં આવે આપણે છેલ્લા ઘણા વર્ષોથી જાેઈ રહ્યા છીએ કે છાપરાં, અગાસી,ધાબા ,નળીયા પર શ્રાદ્ધનો જે ખોરાક ખાવા સમડી,કાગડા આવતા હતા તે કયાંય જાેવા મળતા નથી.

ગીધો,ડાયનાસોર જેવું થયું છે છતાં જાગૃતિ માનવ સ્વાર્થમાં આવતી નથી.ગત લેખાંકનમાં આપણે જાેયું કે આદ્યશક્તિ મા અંબાના ધામમાં ભાવિક ભકતોએ શ્રદ્ધા આસ્થા,માનતા-બાધાથી ચઢાવેલ ૩૮૬ કિલો ચાંદીની ચીજવસ્તુઓ બિલકુલ નકલી નીકળી શું આ બાબતથી કોઈ વાકેફ નહીં હોય ? ભ્રષ્ટ તંત્રની બલીહારીથી જ આ સ્વર્થ ઘેલો માણસ માણસની સાથે તો દગો કરે પણ ભગવાનને પણ છોડતો નથી.પન્નાલાલ પટેલની માનવીની ભવાઈમાં માનવી માનવ થાય તોય ઘણું આ હૃદયનો આક્રોશ કયારે પ્રગટ થયો હશે ? ગુજરાતમાં આજે ગાંધીનગર મહાનગરપાલિકા, થરા, ઓખા, ભાણવડ પાલીકાની સામાન્ય અને અન્યપેટા ચૂંટણીઓના પરિણામો જાહેર થશે.આ ચૂંટણીઓ જ મોંઘવારીની જન્મદાત્રી કહેવાય ને કેટલા બધા ખર્ચા ચૂંટણી પંચની કડકાઈ વચ્ચે કોણ કોને પૂછે છે શું થયું ? સાચા ખર્ચા અને ઉમેદવારોની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે તો ?

ગુજરાતમાં આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો નવો પ્રવેશ છે કયાં કેટલી બેઠક આવે તેના પર સૌની નજર છે.ભાજપ-કોંગ્રેસને તો ઘણા વર્ષોથી જાેયા એકમેકમાં ભળતા રહ્યા પણ આ નવા પક્ષ આમઆદમી પાર્ટીના સિદ્ધાંતો દિલ્હીમાં રંગ રાખી પ્રજાલક્ષી બની છે જેમાં કેટલાયને ખટકે છે અવનવા આક્ષેપો પણ થઈ રહ્યા છે એ બધું દિલ્હીની પ્રજા વચ્ચે જઈને જાણવા પ્રયત્ન કરો તો જ ખબર પડે બાકી તો આજે ઠેર ઠેર બળદ,આખલા અને ગૌ માતા જ બહુ રખડતા જાેવા મળે છે તેમને કયાં કોઈ કાબુમાં રાખી શકે છે ?

વાચક મિત્રો બસ હવે ગણ્યા ગાંઠયા શ્રાદ્ધ પક્ષના દિવસો રહ્યા છે.આગામી ગુરૂવારથી નવલા નોરતાં માં શક્તિ ભવાનીની આરાધના, ઉપાસનાનું પર્વ શરૂ થશે. રાત્રીના બાર વાગ્યા સુધી થનગનાટ કરવાની છૂટ પાર્ટી પ્લોટ સિવાય આપી છે કયાં કેટલી કડકાઈ ચાલે છે એ તો સમય બતાવશે.નવું મંત્રીમંડળ જનઆશીર્વાદ લેવા ફરે છે.હવે નવો જનઆધાર ઉભો કરવો પડશે ને ? પેટ્રોલ,ડીઝલ,ગેસના ભાવની ચિંતા ના કરતા.. ગુટકા, તમાકુ કરતાં સસ્તુ છે.એક ભકતની દલીલ સમજાય તેને ધન્યવાદ…અસ્તુ..
યશપાલસિંહ ટી.વાઘેલા (થરા)મો.૯૪ર૮૬૭૮૬૯૯


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.