ભક્તિની શક્તિ થકી નિજાનંદી જીવન જીવતાં જૂના ડીસાનાં શ્રીમતી શિલ્પાબેન એસ.ઠક્કર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

સારૂં જીવન જીવવા માટે કોઈને કોઈ પ્રકારના આધાર, ટેકા કે અવલંબનની જરૂર પડે છે. બધા જ આધારોમાં ભક્તિનો આધાર કે પરમાત્માનો આધાર વધારે ટકાઉ, મજબુત અને ચિરંજીવી છે.તા.૧-૬-૧૯૭૭ ના રોજ પિતા સેવંતીલાલ લાલજીદાસ ઠક્કર અને માતા જશોદાબેનના પરિવારમાં મોઢેરા ખાતે જન્મેલાં શિલ્પાબેન ઠક્કર ભક્તિની શક્તિથી નિજાનંદી અને સેવાભાવી જીવન જીવી રહેલ છે. હાલ જૂનાડીસા ખાતે રહેતાં શિલ્પાબેને ૧૯૯૩ માં એસ.એસ.સી. કર્યું તેમજ ૧૯૯પ માં પી.ટી.સી.કર્યું.તેઓ ૬-૧૧-૧૯૯૮ થી વિદ્યાસહાયક તરીકે વરનોડા પ્રા.શાળા તાલુકો, ડીસા ખાતે જોડાયાં અને શિક્ષિકા તરીકેની તેમની જવાબદારી ખુબ જ સભાનતા અને વફાદારીપૂર્વક નિભાવી રહેલ છે.મોઢેરા ખાતે તેમના પિતાજીની કરિયાણાની દુકાન હતી અને તેમનાં માતૃશ્રી પણ તેમાં મદદરૂપ થતાં. તેમના પાંચ ભાઈ-બહેનોના પરિવારનો સરસ રીતે ઉછેર કરીને માતાપિતાએ સૌને આગળ વધવા પૂરતો સહકાર અને માર્ગદર્શન આપ્યું.

શિલ્પાબેનનાં મોટાંબહેન સંગીતાબેન ડીસા આદર્શ હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.તેમના મોટા ભાઈ ભરતભાઈ ઝીલીયા હાઈસ્કૂલમાં ગવર્નમેન્ટ જાેબ કરે છે. શિલ્પાબેન હાલે જૂનાડીસાની પ્રાથમિક શાળા નં.પ માં ફરજ બજાવે છે.તેમનો નાનો ભાઈ નીરવભાઈ કાચરોલ તાલુકો-જિલ્લો અમદાવાદ ખાતે ધો.૬થી ૮ માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.એમના ત્રીજા નંબરના ભાઈ જયેશભાઈને પણ એન્જીનીયરીંગમાં એડમીશન મળેલ પરંતુ પિતાનો વેપાર ખુબ જ સારો હોવાથી તેણે ધંધામાં ઝંપલાવેલ છે. નાનપણથી જ ભજન,ભક્તિ, સત્સંગ, કથા અને સેવામાં રસ ધરાવતાં શિલ્પાબેન કોઈને ઘેર ભજન હોય અને આમંત્રણ મળે તો એક હજાર કામ પડતાં મુકીને પણ ભજનમાં હાજરી આપે.શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્વારા ચાલતા ભજનમાં તેઓ નિયમિત આવે છે અને ખુબ જ સારો સહકાર આપે છે.તા.ર૬-૭-ર૦૧૮ થી ડીસા ખાતે જલારામ બાપાનાં ભજન ચાલુ થયાં.આ ભજનના ૧૧૯ મણકા પુર્ણ થઈ ચૂકયા છે. તા.ર૩-૧ર-ર૦૧૮ના રોજ ર૩ મા મણકાનાં ભજન આત્મારામભાઈ ઓઢાવાળાના નિવાસસ્થાને હતાં ત્યારે શિલ્પાબેન સૌ પ્રથમ વાર આવ્યાં અને તેમને એવી લગની લાગી કે આજ દિન સુધી તેઓ નિયમિત રીતે ભજનમાં આવે છે.તેમનાં સત્કાર્યો અને સત્સંગમાં તેમના પતિદેવ સુભાષભાઈ ઠક્કરનો પણ સારો સહયોગ છે.ભજન,સત્સંગ,કથા, આનંદનો ગરબો, સુંદરકાંડ વિગેરેમાં જ્યાં અને જયારે આમંત્રણ મળે ત્યારે શિલ્પાબેન અચૂક આવે જ.તેમને ૧પ૦ થી ર૦૦ જેટલાં ભજનો મોેેઢે છે અને તેમની ગાયકી પણ મનભાવન છે.તેમના સાસુ પુષ્પાબેન અને સસરા હસમુખલાલ (ગઢ)પણ ભક્તિભાવ વાળા છે અને તેમને દીકરીની જેમ જ રાખે છે. તેમનો મોટો દિકરો દીપ બી.એસ. સી.,એમ.એલ.ટી.નો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ છે. જયારે નાનો દિકરો ક્રીસ ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે.

કોઈપણ સ્થળે રાત્રિના સમયે ભજન હોય ત્યારે તેમનો એક જ નિયમ કે ભોજન કર્યા સિવાય ભજનમાં જવાનું અને ભજન પતે પછી જ ઘેર આવીને ભોજન કરવાનું.આ ભજન દરમિયાન મોડું થઈ જાય અને કદાચ બીજા દિવસે ઉપવાસ હોય તો પણ ભોજન નહીં લેવાનું એવા નિત્ય ક્રમ સાથે જીવતાં શિલ્પાબેન કયારેય કોઈપણની ફરિયાદ કરતાં નથી કે કોઈની ટિકાટીપ્પણમાં પણ પડતાં નથી.ડીસાના આનંદ સત્સંગ પરિવાર સાથે પણ તેઓ સંકળાયેલાં છે અને પૂજ્ય આનંદમુર્તિજી મહારાજને સાંભળવા ગમે છે.શિલ્પાબેનને અભિનંદન આપવા તેમનો મો.નં.૬૩પ૩૪ર૮રપ૧/૯૭૧૪૩૮૪૯૯ર છે.તેમણે ઘણાં પુસ્તકો વાંચ્યાં છે જેમાં ભગવદ ગીતા અને રામાયણ વધારે ગમે છે. તેમને અહેવાલ લેખનનો વધારે શોખ છે અને સવિસ્તર સારી રીતે લખી શકે છે.માવડીયામાનું મંદિર (આખોલ), બહુચરાજી, અંબાજી વિગેરે તીર્થધામોમાં તેઓ નિયમિત દર્શને જાય છે.પગની સાધારણ તકલીફ હોવાથી વધારે પ્રવાસ કરી શકતાં નથી પરંતુ ધાર્મિક, સામાજીક પ્રસંગોમાં તેઓ અવશ્ય હાજરી આપે છે.તેમના દિયર ભોપેન્દ્રભાઈ અને નણંદ સોનલબેન સહિતનો સમગ્ર પરિવાર પણ સારી રીતે સેટ થયેલ છે.તેમના દાદાજી લાલજીદાસ બાપા કબીરપંથી હતા અને તેથી દર ગુરૂ પુનમે વડોદરા નજીક તવરા કબીર મંદિર ખાતે જવાનું અને ભજનો કરવાનું પણ બનેલ જેનો તેઓ આનંદ વ્યકત કરે છે.કનુભાઈ આચાર્યનું ‘સુગંધનાં સરનામાં’ પુસ્તક તેમને ગમ્યું છે. જયેશભાઈ દેસાઈ (વિશ્વ હિંદુ પરિષદ), નાથાલાલ ખત્રી વિગેરેના સકારાત્મક વિચારો પણ તેમને ગમે છે.જલારામ સત્સંગ મંડળમાં પણ સંજયભાઈ બારોટ,નવીનભાઈ પ્રજાપતિ, નટુભાઈ લીંબાચીયા, સતીષભાઈ પટેલ, કનુભાઈ તૃપ્તિવાળા, આત્મારામભાઈ ઓઢાવાળા, દેવચંદભાઈ એન. ઠક્કર, દિલીપભાઈ નવરંગવાળા, મોહનભાઈ, બબીબેન રાચ્છ,પૂજાબેન ઠક્કર, જયોતિબેન ઠક્કર, રક્ષાબેન ઠક્કર સહિતના તમામ ગાયકો સાથે હળીમળીને શિલ્પાબેન ખુબ જ સારો સહકાર આપે છે.સારૂં વિચારવું, સારૂં કામ કરવું અને સતત પ્રભુસ્મરણ કરીને ભજનભાવ કરતા રહેવું તેવી ઉચ્ચ ભાવના ધરાવતાં શિલ્પાબેન હરહંમેશાં ખુશમિજાજમાં જ હોય છે.આ સત્કાર્યોમાં સહયોગી બનતા તેમના પતિદેવ સુભાષભાઈનો તેઓ સતત આભાર માને છે. શિલ્પાબેનના ભક્તિકાર્યને કોટિ કોટિ વંદન, અભિનંદન અને શુભેચ્છાઓ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.