પ્રત્યેક સત્કાર્ય માટે પરમાત્મા કોઈને કોઈ વ્યક્તને નિમિત્ત બનાવે છે

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આટલી મોટી દુનિયામાં અનેક સત્કાર્યો ચાલી રહેલ છે. માનવદયા, જીવદયા, પશુદયા, પક્ષીદયાને અનુલક્ષીને કોઈને કોઈ પ્રકારે અભિયાન ચાલુ જ રહે છે. ધર્મકાર્ય, પુણ્યકાર્ય, સેવાકાર્ય, શિક્ષણકાર્ય એમ વિવિધ પ્રકારનાં કાર્યો માટે પણ પરમાત્માનું એક નિર્ધારીત આયોજન હોય છે. કેટલાંક કાર્યોમાં પરમાત્મા આપણને પણ નિમિત્ત બનાવીને સાથે જાડે છે.આપણને મળેલી સફળતા માટે આપણે આપણી જાતને હોંશિયાર, ચતુર, ચબરાક અને ખુબ જ બુધ્ધશાળી સમજતા હોઈએ છીએ. ખરેખર તો પરમાત્માની ઈચ્છા વિના એક પાંદડુ પણ હલી શકતું નથી. કયારેક આપણી સફળતાથી પેદા થતો અહંકાર કેટલાયનું અપમાન કરવા માટે પણ કારણભૂત બની જાય છે. સમય અને સંજાગો પ્રમાણે કર્માધિન પરિસ્થતિને અનુલક્ષીને રાજા કયારેક રંક બની જાય છે તો રંક કયારેક રાજા બની જાય છે. પ્રત્યેક સત્કાર્ય માટે પરમાત્મા કોઈને કોઈ વ્યક્તને જવાબદારી સોંપીને નિમિત્ત બનાવે છે. આપણા જન્મ માટે પણ પરમાત્માએ આપણાં માબાપને નિમિત્ત બનાવેલ છે. આદિ અનાદિકાળથી પરમાત્માનું આ નિમિત્તચક્ર નિયમિત રીતે ચાલ્યા કરે છે. ગઈકાલના ચીફ મીનીસ્ટર, મિનિસ્ટર સંસદસભ્ય, ધારાસભ્ય કે ઉચ્ચ પદાધિકારી-અધિકારી આજે રોડ ઉપર રખડતા હોય અને કોઈ ભાવ પણ ના પૂછે તેવું બનતું હોય છે. કોઈ પક્ષનો એક સામાન્ય કાર્યકર જયારે છાતી કાઢીને ફરતો હોય અને ગમે તે રીતે વર્તતો હોય કે કોઈનું અપમાન કરતો હોય ત્યારે પરમાત્માની સીધી નજર તેના ઉપર હોય છે. કોઈ ગરીબને કે કોઈપણ વ્યક્તને વિના વાંકે આપણે પરેશન કરીએ ત્યારે પાંચની પાછળ ઉભેલો છઠ્ઠો શ્રીકૃષ્ણ નારાજ થતો હોય છે.આ પૃથ્વી ઉપર પરમાત્માએ આપણને કાંઈક કારણવશ મોકલેલા છે અને તેની ઈચ્છા મુજબ સત્કાર્યો નહીં કરીએ તો તેની નારાજગી વહોરવી પડશે. પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી આપણને મળતી પદ, પૈસો અને પ્રતિષ્ઠાનો આપણે સદઉપયોગ કરવાની જરૂર છે. પરમાત્મા જ્યારે આપણને નિમિત્ત બનાવીને અદ્‌ભુત સફળતા અપાવે ત્યારે આપણે વધુ નમ્ર બનવાની જરૂરીયાત છે.સમાજમાં કે જાહેર જીવનમાં પણ કોઈ પદ માટે પરમાત્મા આપણને નિમિત્ત બનાવીને શુભકાર્યો થાય તે માટે જવાબદારી સોંપે છે અને આપણે એમ માનીએ છીએ કે મારા સિવાય તો આ શકય જ નથી. આપણે નહોતા તે દિવસે દુનિયા ચાલતી હતી અને આપણે નહીં હોઈએ ત્યારે પણ દુનિયા ચાલશે જ પરંતુ પરમાત્માની અસીમ કૃપાને ભુલી જઈશું તો ચોક્કસ અવદશા થશે. પરમાત્મા કયું કાર્ય કોની પાસે કરાવવું તેની ગોઠવણ ખુબ જ વ્યવસ્થિત રીતે કરે છે. આપણે તો સૌ રાખનાં રમકડાં છીએ. ગરીબથી લઈને અબજાપતિની સ્મશાનયાત્રા આપણને શાંતિથી જીવવાનો અને સત્કાર્યો કરવાનો જ સંદેશ આપે છે. કોઈક સારૂં કાર્ય ચાલતું હોય તો તેમાં મદદરૂપ થવાની પણ જરૂર છે. પ્રત્યેક સતકાર્ય પાછળ પરમપિતા પરમાત્માનો દેખાય નહીં તેવો હાથ અને સાથ હોય છે.
કીડીને કણ અને હાથીને મણ પુરું પાડનાર પરમાત્માની આ અજબગજબની દુનિયામાં અનેક રાજાઓ, શહેનશાહો, બાદશાહો, વડાપ્રધાનો, રાષ્ટ્ર પ્રમુખો, અબજાપતિઓ, ધનકુબેરો આવી આવીને ચાલ્યા ગયા છે; માત્ર તસવીર બનીને એક દિવાલે લટકતા આ બધા એમના સમયમાં માનતા હતા કે અમારા કારણે જ બધું ચાલે છે. પરમાત્મા જ્યારે આપણને નિમિત્ત બનાવીને આપણી પાસે કોઈ કાર્ય કરાવે ત્યારે પરમાત્માનો આભાર માનવાનું ના ભુલવું જાઈએ. ધારો ત્યાંથી સહકાર ના મળે અને ધારણા ના હોય ત્યાંથી સહકાર મળે એપરમાત્માની જ કૃપા છે. ખરા ટાઈમે આપણા જ કહેવાતા માણસો રિસાઈને બેઠા હોય અને જેની ઓળખાણ પણ ના હોય એવા ટેકામાં આવી જાય એ પણ પરમાત્માની કૃપા જ છે ને? આ દોરંગી દુનિયાનાં પરમાત્માનો આશરો એ જ સાચો આશરો છે.
પરમકૃપાળુ પરમાત્માએ વિવિધ વ્યÂક્તઓને નિમિત્ત બનાવીને તેના જ દ્વારા પેદા કરેલા પશુ-પક્ષીઓ -માનવો માટે નાની મોટી વ્યવસ્થા પણ ઉભી કરી છે. બંદુક, તલવાર કે પૈસાથી પણ ના થઈ શકતું કામ કયારેક એક નાનકડી લાકડીથી થઈ જાય ત્યારે પરમાત્માની રચના સમક્ષ મસ્તક ઝુકી જાય છે. મિત્રો, સ્નેહીજનો, પરિચિતોના વલણમાં ફેરફાર થતો રહેશે પરંતુ પરમાત્માને બરાબર પકડી રાખીશું તો તેની કૃપામાં ફેરફાર નહીં થાય અને હંમેશાં વધારો જ થતો રહેશે. પરમાત્માએ આપણને પણ કોઈક સત્કાર્ય માટે નિમિત્ત બનાવેલ છે તો તે સતકાર્ય સભાનપણે કરીને આપણી ફરજ નિભાવીને પરમાત્માનો રાજીપો મેળવીએ તે જરૂરી છે. આખો હાથ નહીં પણ ટચલી આંગળીનો ટેકો આપીશું તો પણ પરમાત્મા ખુબ જ રાજી થશે. પરમાત્મા આપણને જ્યાં જ્યાં નિમિત્ત બનાવે ત્યાં ત્યાં કોઈપણ પ્રકારના અભિમાન, આડંબર,દંભ કે અહંકાર વિના કામ કરીએ એજ જીવનનો સાચું સાફલ્ય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.